Urdu literature
ચુઘતાઈ, ઇસ્મત
ચુઘતાઈ, ઇસ્મત [જ. 21 ઑગસ્ટ 1915, બદાયૂં (Badayun) ઉત્તરપ્રદેશ; અ. 24 ઑક્ટોબર 1991, મુંબઈ] : ઉર્દૂ સાહિત્યનાં આધુનિક વાર્તાલેખિકા. સઆદત હસન મન્ટો, બેદી અને કૃષ્ણચંદ્ર જેવા મહાન લેખકો સાથે તેમની ગણના થાય છે. વાર્તામાં તેમણે આદર્શવાદના સ્થાને વાસ્તવિકતાને મહત્વ આપ્યું. જે કંઈ લખ્યું તે પોતે જોયેલું અને અનુભવેલું છે એમ…
વધુ વાંચો >જમાલ-ઉદ્-દીન અલ-અફઘાની
જમાલ-ઉદ્-દીન અલ-અફઘાની (જ. 1838, અસદાબાદ જિ. કાબુલ; અ. 1897) : દાર્શનિક, લેખક, પત્રકાર, વક્તા અને અખિલ ઇસ્લામી આંદોલનના પુરસ્કર્તા. શિયા લેખકોના મત મુજબ તેમનો જન્મ ઈરાનના અસદાબાદમાં થયો હતો. જન્મસ્થળ અંગે વિવાદ હોવા છતાં એક વસ્તુ સ્પષ્ટ છે કે જમાલ-ઉદ્-દીને તેમની બાલ્યાવસ્થાનો સમય કાબુલમાં વ્યતીત કર્યો હતો. જમાલ-ઉદ્-દીને ઇજિપ્ત, ઈરાન,…
વધુ વાંચો >જમીલ મઝહરી મીર કાઝિમ અલી
જમીલ મઝહરી મીર કાઝિમ અલી (જ. 1905, બિહાર; અ. 1980) : ઉર્દૂ કવિ. તેમના પિતાનું નામ સૈયદ ખુરશીદ હુસેન હતું. તેમણે મોટીહારીમાં તેમનું પ્રાથમિક ને માધ્યમિક શિક્ષણ લીધા બાદ કૉલકાતા યુનિવર્સિટીમાંથી 1931માં ફારસીમાં એમ.એ.ની ડિગ્રી પ્રાપ્ત કરી. તેમણે તેમની કારકિર્દી કૉલકાતા દૈનિકમાં પત્રકાર તરીકે શરૂ કરી; પરંતુ બ્રિટિશ શાસન વિરુદ્ધના…
વધુ વાંચો >જાફરી, અલી સરદાર
જાફરી, અલી સરદાર (જ. 29 નવેમ્બર 1913, બલરામપુર, જિ. ગોંડા, ઉત્તરપ્રદેશ; અ. 1 ઑગસ્ટ 2000) : ઉર્દૂ ભાષાના પ્રગતિશીલ લેખક. બલરામપુર અને અલીગઢમાં પ્રાથમિક, માધ્યમિક શિક્ષણ લીધા બાદ કૌટુંબિક નામને કારણે સાહિત્યિક વર્તુળોમાં સરદાર જાફરી નામે જાણીતા થયા. સરદાર જાફરી તેમનું ઉપનામ છે. તેઓ દિલ્હી યુનિવર્સિટીમાંથી સ્નાતક થઈ ઉચ્ચ શિક્ષણ…
વધુ વાંચો >જાબિર હુસેન
જાબિર હુસેન (જ. 1945, રાજગીર, નાલંદા, બિહાર) : ઉર્દૂ લેખક. તેમને તેમની પુરસ્કૃત કૃતિ ‘રેત પર ખેમા’ બદલ 2005ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે. તેમણે અંગ્રેજી ભાષા અને સાહિત્યમાં એમ.એ.ની ડિગ્રી પ્રાપ્ત કરી હતી. તેઓ અંગ્રેજી, હિંદી અને ફારસી ભાષાનું જ્ઞાન ધરાવે છે. તેઓ પટણાની મગધ યુનિવર્સિટીની…
વધુ વાંચો >જૈન, (ડૉ.) જ્ઞાનચંદ
જૈન, (ડૉ.) જ્ઞાનચંદ (જ. 1923, અલ્લાહાબાદ અ. ઑગસ્ટ 2007 કૅલિફોર્નિયા યુ.એસ.એ.) : ઉર્દૂ ભાષાના આધુનિક યુગના નામાંકિત સંશોધક. માધ્યમિક અને કૉલેજશિક્ષણ મેળવ્યા પછી તેઓ અલ્લાહાબાદ યુનિવર્સિટીમાં જોડાયા. એમ.એ.ની ઉપાધિ મેળવ્યા બાદ ‘ઉર્દૂ કી નસરી દાસ્તાને’ પર વિદ્યાવાચસ્પતિની ઉપાધિ પ્રાપ્ત કરી. તેમના આ મહાનિબંધથી તેમને સંશોધક તરીકે ખ્યાતિ મળી; અને કેટલાક…
વધુ વાંચો >જોશ મલીહાબાદી
જોશ મલીહાબાદી (જ. 5 ડિસેમ્બર, 1894, મલીહાબાદ; અ. 22 ફેબ્રુઆરી, 1982, ઇસ્લામાબાદ, પાકિસ્તાન) : ક્રાંતિકારી ઉર્દૂ કવિ. તેમનું મૂળનામ શબ્બીરહુસેનખાન હતું. સમૃદ્ધ જમીનદાર આફ્રિકી પઠાણ પરિવારમાં તેમનો જન્મ થયો હતો. તેમના પિતા અને પિતામહ પણ કવિ હતા. તેમણે અલીગઢની એમ.એ.ઓ. કૉલેજ અને આગ્રાની સેંટ પિટર્સ કૉલેજમાં અભ્યાસ કરીને સિનિયર કેમ્બ્રિજની…
વધુ વાંચો >જ્ઞાનસિંગ ‘શાતિર’
જ્ઞાનસિંગ ‘શાતિર’ (જ. 1936, ડુડિયાણા કલાં, જિ. હોશિયારપુર, પંજાબ) : જાણીતા પંજાબી નવલકથાકાર અને કવિ. તેમને તેમની ઉર્દૂ નવલકથા ‘જ્ઞાનસિંગ શાતિર’ માટે 1997ના વર્ષનો સાહિત્ય અકાદમીનો પુરસ્કાર મળ્યો છે. તેઓ મિકૅનિકલ ઇજનેર છે અને તેમણે વિશ્વ આરોગ્ય સંસ્થા(WHO)માં ફાર્માસ્યુટિકલ ઇજનેર તરીકે 3 વર્ષ સુધી કામગીરી સંભાળી હતી. 1960માં તેમણે લેખનકાર્યનો…
વધુ વાંચો >‘ઝૌક’, શેખ મોહંમદ ઇબ્રાહીમ
‘ઝૌક’, શેખ મોહંમદ ઇબ્રાહીમ (જ. 1787; અ. 1854) : પ્રતિષ્ઠિત ઉર્દૂ કવિ. તેઓ આખરી મુઘલ બાદશાહ બહાદુરશાહ ‘ઝફર’ના ઉસ્તાદ હતા. ‘ઝૌક’ તેમનું તખલ્લુસ અને ‘ખાકાનીએ હિન્દ’, ‘મલિકુશ્શોરા’, અને ‘ઉમદતુલ ઉસ્તાઝીન ખાન બહાદુર’ તેમના ખિતાબો હતા. તેમના નામની આગળ સામાન્ય રીતે લખાતો-બોલાતો શબ્દ ‘શેખ’ સૂચવે છે કે તેઓ ઉચ્ચ કુટુંબના હતા.…
વધુ વાંચો >તફસીર
તફસીર : ઇસ્લામના ધર્મગ્રંથ કુરાનની વિસ્તૃત સમજૂતી. કુરાનની તફસીર કરનાર ‘મુફસ્સિર’ કહેવાય છે. તેના માધ્યમથી મુખ્યત્વે અરબી ભાષાના વ્યાકરણ તથા શબ્દશાસ્ત્ર અને અન્ય પંદર જેટલાં સંબંધિત શાસ્ત્રોની સહાયથી પવિત્ર કુરાનના અર્થની ચર્ચા કરવામાં આવે છે. તફસીર-શાસ્ત્રને બીજાં બધાં ઇસ્લામી શાસ્ત્રોમાં પ્રાધાન્ય આપવામાં આવે છે. તેનો સંબંધ દિવ્ય વાણી સાથે છે…
વધુ વાંચો >