Sports
સહા, આરતી
સહા, આરતી (જ. 1940, કોલકાતા; અ. 23 ઑગસ્ટ, 1994, કોલકાતા) : ભારતની લાંબા અંતરની અગ્રણી મહિલા-તરવૈયા. નાનપણથી જ તેમને તરવાનો શોખ હતો. તેઓ ભારતનાં જ નહિ, પરંતુ ‘ઇંગ્લિશ ચૅનલ’ તરનારાં એશિયા ખંડનાં પ્રથમ મહિલા-તરવૈયા બનવાનું ગૌરવ મેળવી શક્યાં. ફ્રાન્સ અને ઇંગ્લૅન્ડ વચ્ચેના સમુદ્રના ભાગને ‘ઇંગ્લિશ ચૅનલ’ કહેવામાં આવે છે અને…
વધુ વાંચો >સંતાકૂકડી
સંતાકૂકડી : સંતાઈ ગયેલા બાળકને શોધવાની એક ભારતીય રમત. બાળક જ્યારે સમજણું થાય છે ત્યારે મા પોતાના બાળકને ઘરમાં એકલું મૂકીને બારણાં, સોફા કે તિજોરી પાછળ સંતાઈ જાય છે, પછી ‘કૂકડે કૂક’નો અવાજ કરીને પોતાને શોધવા માટે જણાવે છે અને બાળક પણ અવાજ આવે તે દિશામાં જઈને પોતાની માતાને શોધી…
વધુ વાંચો >સંતોષ ટ્રૉફી
સંતોષ ટ્રૉફી : ફૂટબૉલની રમતની ભાઈઓની અખિલ ભારતીય સ્પર્ધાઓ માટેની રાષ્ટ્રીય ટ્રૉફી. શરૂઆત 1841માં. ટ્રૉફી માટેની સ્પર્ધાઓનું આયોજન દર વર્ષે ભારતનાં જુદાં જુદાં રાજ્યોમાં કરવામાં આવે છે. એનો સમગ્ર વહીવટ ‘ઑલ ઇન્ડિયા ફૂટબૉલ ફેડરેશન’ (AIFF) કરે છે. ભારતમાં 1893માં ‘ઇન્ડિયન ફૂટબૉલ ઍસોસિયેશન’-(IFA)ની સ્થાપના થઈ હતી તે પાછળથી 1937માં ‘ઑલ ઇન્ડિયા…
વધુ વાંચો >સાઇકલ-દોડ
સાઇકલ–દોડ : વિશ્વવ્યાપી લોકપ્રિય રમત. યુરોપના દેશોમાં વિશેષ લોકપ્રિય છે. તેની સ્પર્ધાઓ 1868માં પૅરિસમાં શરૂ થઈ. 1896માં ઑલિમ્પિકમાં તેને પ્રારંભથી જ સ્થાન મળ્યું. પ્રારંભે તે દોડ 83.67 કિમીની હતી. હવે 205 કિલોમીટરની છે. 1921થી તે ધંધાદારી સ્વરૂપે રમાતી થઈ. આ સ્પર્ધાના મુખ્ય ત્રણ પ્રકારો છે : ટ્રૅક, માર્ગ અને મોટો…
વધુ વાંચો >સાતતાળી
સાતતાળી : પીછો કરવાની – પીછો પકડવાની બાળકોની ભારતીય રમત. સાતતાળી ફક્ત એક જ રમત નથી; પરંતુ પીછો કરવાની રમતોનો સમૂહ છે. સાતતાળીની રમતોમાં ખાસ કરીને પીછો પકડવાની પ્રવૃત્તિ હોય છે. એક અથવા તેથી વધારે જણ બાકીનાઓમાંથી એક અથવા વધારે જણની પાછળ પકડવા માટે અથવા તો કોરડાથી મારવા માટે દોડે…
વધુ વાંચો >સાનિયા મિર્ઝા
સાનિયા મિર્ઝા (જ. 15 નવેમ્બર 1986, મુંબઈ, મહારાષ્ટ્ર) : ભારતની મહિલા ટેનિસ-ખેલાડીઓમાં અત્યાર સુધીમાં સર્વોચ્ચ શ્રેષ્ઠતાક્રમ (ranking) હાંસલ કરી શકેલી અગ્રણી ખેલાડી. તેનો જન્મ ભલે મુંબઈમાં થયેલો હોય, પરંતુ તેનો ઉછેર હૈદરાબાદમાં થયો છે. પિતાનું નામ ઇમરાન મિર્ઝા, જેમની પાસેથી તેણે ટેનિસની તાલીમ લીધેલી. માત્ર છ વર્ષની ઉંમરે તેણે ટેનિસ…
વધુ વાંચો >સાબાટિની ગૅબ્રિયેલા
સાબાટિની, ગૅબ્રિયેલા (જ. 16 મે 1970, બ્યૂનોસ આઇરસ, આર્જેન્ટિના) : લૉન ટેનિસમાં મહિલાઓના વર્ગમાં ગ્રાન્ડ સ્લૅમ એકલ ખિતાબ હાંસલ કરનાર આર્જેન્ટિનાની વર્ષ 2006 સુધીની એકમાત્ર મહિલા ખેલાડી તથા 1966 પછીના ચાર દાયકામાં દક્ષિણ અમેરિકામાંથી પણ આ સિદ્ધિ હાંસલ કરનાર એકમાત્ર મહિલા ટેનિસ- ખેલાડી. માત્ર છ વર્ષની ઉંમરે તેણે ટેનિસ રમવાની…
વધુ વાંચો >સાયટો હિટોશી
સાયટો હિટોશી (જ. 2 જાન્યુઆરી 1961, ઓમોરી, જાપાન) : જાપાનના જૂડોના ખેલાડી. ઑલિમ્પિક રમતોત્સવ ખાતે જૂડોની સ્પર્ધામાં 2 સુવર્ણચંદ્રક જીતનાર કેવળ 3 વિજેતાઓ પૈકીના તેઓ એક હતા. તેઓ 1984 અને 1988માં 95 કિગ્રા.ની શ્રેણીમાં 2 સુવર્ણચંદ્રકના વિજેતા બન્યા. 1983માં તેઓ વિશ્વ ઓપન ચૅમ્પિયન પણ બન્યા. તેમનું વજન 140 કિગ્રા. અને…
વધુ વાંચો >સાવંત શિવાજીરાવ
સાવંત, શિવાજીરાવ (જ. 31 ઑગસ્ટ 1940, આગરા, જિલ્લો કોલ્હાપુર, મહારાષ્ટ્ર) : મરાઠીના પ્રતિભાવાન સાહિત્યકાર, રંગમંચ-અભિનેતા, ઉત્કૃષ્ટ વક્તા અને રમતવીર. પિતાનું નામ ગોવિંદરાવ અને માતાનું નામ રાધાબાઈ. મધ્યમવર્ગીય ખેડૂત-પરિવારમાં જન્મ. કુટુંબની આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાથી ઉચ્ચ શિક્ષણથી વંચિત રહ્યા. પર્યાય તરીકે મૅટ્રિક પછી કૉમર્સનો ડિપ્લોમા કોર્સ કર્યો. કોલ્હાપુરની સરકારી રાજારામ…
વધુ વાંચો >સિદ્ધુ, નવજ્યોત સિંગ
સિદ્ધુ, નવજ્યોત સિંગ (જ. 20 ઑક્ટોબર 1963, પતિયાળા, પંજાબ) : ભારતીય ટેસ્ટ ક્રિકેટ ટીમના બાહોશ પૂર્વ ખેલાડી અને લોકસભાના સભ્ય. 1983–1999ની આશરે સત્તર વર્ષની ક્રિકેટ કારકિર્દી દરમિયાન તેમણે પ્રથમ કક્ષાની 157 મૅચની 228 ઇનિંગોમાં (12 વાર નૉટ આઉટ) 9571 રન કર્યા હતા અને તેમનો કોઈ પણ એક દાવમાં સર્વાધિક જુમલો…
વધુ વાંચો >