Sports
પૅટરસન, ફ્લૉઇડ
પૅટરસન, ફ્લૉઇડ (જ. 4 જાન્યુઆરી 1935, વૅકો, ટૅક્સાસ; અ. 11 મે 2006, ન્યૂયૉર્ક, યુ.એસ.એ.) : અમેરિકાના વ્યવસાયી મુક્કાબાજ (boxer). તેમનો ઉછેર બ્રુકલિનમાં થયો હતો. ત્યાં માનસિક અસંતુલન ભોગવતાં બાળકોની શાળામાં રહેવાનું થયું; એ શાળામાં તેમણે મુક્કાબાજીમાં નિપુણતા મેળવી. નાનાં-મોટાં વિજેતાપદ મેળવ્યા બાદ, તેમણે 1952માં ઑલિમ્પિક રમતોમાં મિડલવેટ ક્લાસમાં સુવર્ણચંદ્રક મેળવ્યો.…
વધુ વાંચો >પેનલ્ટી-કિક
પેનલ્ટી–કિક : પેનલ્ટી-કિક એ ફૂટબૉલની રમતમાં પેનલ્ટી-પ્રદેશમાં, બચાવપક્ષના ખેલાડીઓ દ્વારા, પંચ-અધિકારીના(referee)ના મંતવ્ય મુજબ, ઇરાદાપૂર્વક નવ ભૂલોમાંથી કોઈ પણ એક ભૂલ કરે તો પંચ-અધિકારી દ્વારા શિક્ષા તરીકે આક્રમણ-પક્ષને મળતા લાભરૂપ કિક. નવ ભૂલો આ મુજબ છે : (1) આક્રમણ કરનાર ખેલાડીને લાત મારવી, (2) આંટી મારીને ગબડાવવો, (3) ઉપર કૂદકો મારવો,…
વધુ વાંચો >પેનલ્ટી-કૉર્નર
પેનલ્ટી–કૉર્નર : હૉકીની રમત દરમિયાન બચાવપક્ષના ખેલાડીઓ નીચે દર્શાવેલી ભૂલો કરે ત્યારે આક્રમણ -પક્ષને આપવામાં આવતો લાભરૂપ પેનલ્ટી-કૉર્નર. બચાવપક્ષના ખેલાડીઓ : (1) ઇરાદાપૂર્વક 22.9 મી. રેખાની અંદર નિયમભંગ કરે, (2) ઇરાદાપૂર્વક દડાને ગોલલાઇનની બહાર ફટકારે, (3) કૉર્નર-હિટ દરમિયાન વારંવાર 4.6 મી.ની અંદર આવી જાય અને (4) સ્ટ્રાઇકિંગ સર્કલની અંદર સામાન્ય…
વધુ વાંચો >પેનિગર એરિક
પેનિગર, એરિક (જ. 28 ડિસેમ્બર 1904, સહારનપુર, ઉત્તરપ્રદેશ; અ. 30 ડિસેમ્બર 1996, એડિનબર્ગ, ગ્રેટબ્રિટન) : ભારતના મહાન હૉકી-ખેલાડી. એમ તો 1928માં ઑલિમ્પિક રમતોત્સવમાં ભાગ લેવા ગયેલી ભારતીય હૉકી-ટીમના ઉપસુકાની તરીકે તેમની પસંદગી થઈ હતી; પરંતુ સુકાની જયપાલસિંહને રમતોત્સવ દરમિયાન ઇંગ્લૅન્ડ જવાનું હોવાથી સેમિફાઇનલ તેમજ ફાઇનલ સ્પર્ધાઓમાં સુકાની તરીકે આગેવાની એરિક…
વધુ વાંચો >પેન્ટૅથ્લૉન
પેન્ટૅથ્લૉન : પાંચ રમતોની સ્પર્ધા. દરેક રમતમાં ભાગ લેવો હરીફ માટે ફરજિયાત હોય છે. ગુજરાતીમાં આને ‘પંચ રમત સમૂહસ્પર્ધા’ કહેવામાં આવે છે. પ્રાચીન ગ્રીસમાં ઑલિમ્પિક રમતોત્સવમાં આ રમત રમાતી હતી, જેમાં 192 મી. દોડ (સ્ટેડિયમ દોડ), લાંબો કૂદકો, ચક્રફેંક, ભાલાફેંક અને કુસ્તીની રમતોનો સમાવેશ થતો હતો. પ્રથમ ચાર રમતોમાં પ્રથમ…
વધુ વાંચો >પેરી ફ્રેડ
પેરી, ફ્રેડ (જ. 18 મે 1909, સ્ટૉકપૉર્ટ, ઈશર, ઇંગ્લૅન્ડ; અ. 2 ફેબ્રુઆરી 1995, મેલબૉર્ન, ઑસ્ટ્રેલિયા) : બ્રિટનનો ટેનિસ રમતવીર. વિશ્વના નોંધપાત્ર ખેલાડીઓમાંનો એક. 1936માં તેણે રમતક્ષેત્રે પ્રવેશ કર્યો ત્યારથી 1998 સુધીમાં ગ્રાન્ડ સ્લૅમમાં આઠ વાર સિંગલ સ્પર્ધામાં શ્રેષ્ઠ ખેલાડીનું પદ પ્રાપ્ત કર્યું. બીજો કોઈ બ્રિટિશ પુરુષ આ સિદ્ધિ એકાદ વાર…
વધુ વાંચો >પેલે (મૂળ નામ એડસન અરાન્ટેસ ડા નાસિમેન્ટો)
પેલે (મૂળ નામ એડસન અરાન્ટેસ ડા નાસિમેન્ટો) (જ. 23 ઑક્ટોબર, 1940, ત્રે કોરાકોસ, મિનાસ જિરાઇસ) : બ્રાઝિલનો ફૂટબૉલ-રમતવીર. વિશ્વમાં સૌથી વધારે ખ્યાતિ ધરાવતા રમતવીરોમાંનો એક. રમતનાં કૌશલ્યોના તેના અદભુત સ્વામિત્વે પશ્ચિમી દેશોમાં તેને આદરભર્યું સ્થાન અપાવ્યું. પિતા રમોસ ફૂટબૉલના વ્યવસાયી ખેલાડી હતા. પિતાની પ્રેરણાથી એડસન પણ સમય મળ્યે આ રમત…
વધુ વાંચો >પોલો
પોલો : ‘હૉર્સ પોલો’ નામે ઓળખાતી અને દરેક ટુકડીમાં ચાર ઘોડેસવાર ખેલાડીઓ દ્વારા રમાતી મર્દાનગીભરી દડારમત. દરેક ટુકડી દડાને લાકડી વડે ફટકારી સામેની ટુકડીના ગોલમાં મોકલી, ગોલ કરવા પ્રયત્ન કરે છે. ખેલાડીઓ સામાન્યત: તેમના ઘોડાને ડાબા હાથ વડે નિયંત્રિત કરે છે; કારણ કે રમતની લાકડી જમણા હાથે પકડવાની હોય છે.…
વધુ વાંચો >પ્રવીણકુમાર
પ્રવીણકુમાર (જ. 6 ડિસેમ્બર 1947, સરહાલી, જિ. અમૃતસર, પંજાબ) : દૂરદર્શનની મહાભારત શ્રેણીના ભીમ તરીકે વધારે જાણીતા ભારતના વ્યાયામવીર. પિતા પોલીસ-અધિકારી અને હૉકી-ખેલાડી. સાત ભાઈઓમાં પ્રવીણ ભીમની જેમ વચેટ અને સૌથી કદાવર. પક્વ વયે તેમની ઊંચાઈ 201 સેમી. અને વજન 125 કિગ્રા. પર પહોંચ્યાં. પિતાના પ્રોત્સાહનથી ખેલકૂદમાં રસ લેતા થયા.…
વધુ વાંચો >પ્રસન્ના, એરાપલ્લી
પ્રસન્ના એરાપલ્લી (જ. 22 મે 1940, બૅંગ્લોર) : ક્રિકેટની રમતમાં ભારતના ઉત્કૃષ્ટ ઑફ-સ્પિનર. 1961–62માં મૈસૂર તરફથી પ્રથમ કક્ષાની ક્રિકેટમાં પ્રવેશ કર્યા બાદ 1961–62માં મદ્રાસ ખાતે પ્રવાસી ઇંગ્લૅન્ડ સામે પાંચમી ટેસ્ટમાં તેમણે ‘ટેસ્ટ-પ્રવેશ’ મેળવ્યો હતો : 1961–62થી 1978–79 સુધીમાં પ્રસન્નાએ 49 ટેસ્ટમૅચોમાં રમીને 30.39ની સરેરાશથી કુલ 189 વિકેટો ઝડપી હતી. પ્રસન્નાએ…
વધુ વાંચો >