Space science

ગૅલિલિયો શોધયાત્રા

ગૅલિલિયો શોધયાત્રા : સૌરમંડળના સૌથી મોટા ગ્રહ ગુરુ અંગે લાંબા ગાળાના તલસ્પર્શી અભ્યાસ માટેનું અમેરિકાનું અંતરિક્ષયાન. સત્તરમી સદીમાં ઇટાલીના જગવિખ્યાત ખગોળશાસ્ત્રી ગૅલિલિયો ગૅલિલીએ દૂરબીનની મદદથી ગુરુ ગ્રહના ચાર ઉપગ્રહો શોધી કાઢ્યા હતા. તેની સ્મૃતિમાં આ અંતરિક્ષયાનને ગૅલિલિયો નામ આપવામાં આવ્યું હતું. 1970ના દાયકામાં અમેરિકાનાં ચાર જુદાં જુદાં અંતરિક્ષયાનો – પાયોનિયર–10,…

વધુ વાંચો >

ચન્દ્રયાન 3

ચન્દ્રયાન 3 : ચન્દ્રયાન 2નું અનુગામી અભિયાન ચન્દ્રયાન 3 છે. તેનો મુખ્ય હેતુ ચંદ્રની સપાટી પર હળવેકથી ઉતરાણ કરવાની સુવાંગ ટેકનોલોજીનું નિર્દેશન કરવાનો તેમજ ચાલણગાડીને (Rover) ચાંદ પર લટાર મારવાની ટેકનોલૉજીનું નિર્દેશન કરવાનો હતો જેમાં 100% સફળતા મળી છે. તેમાં વિક્રમ લેંડર અને પ્રજ્ઞાન રોવર હતા. ચન્દ્રયાન 3નું પ્રક્ષેપણ એલવીએમ-3…

વધુ વાંચો >

ચાવલા, કલ્પના

ચાવલા, કલ્પના (જ. 17 માર્ચ 1962, કર્નાલ; અ. 1 ફેબ્રુઆરી 2003, અંતરિક્ષ) : ભારતીય-અમેરિકન અવકાશયાત્રી અને સ્પેસ-શટલ મિશનનાં વિશેષજ્ઞ. સ્પેસ-શટલ કોલંબિયાની વિનાશક આફત દરમિયાન માર્યા ગયેલાં સાત સંચાલક સભ્યોમાંનાં એક. કર્નાલ(હરિયાણા)ની શાળા ટાગોર પબ્લિક સ્કૂલમાં શિક્ષણ લીધું. 1982માં ચંડીગઢની પંજાબ એન્જિનિયરિંગ કૉલેજમાંથી ઍરૉનૉટિકલ ઇજનેરીનું શિક્ષણ લઈ બી.એસસી.ની ઉપાધિ મેળવી. ત્યારબાદ…

વધુ વાંચો >

જાયરોસ્કોપ

જાયરોસ્કોપ : અવકાશમાં સ્થાયી દિશા પ્રાપ્ત કરવા માટે ભ્રમણનો ઉપયોગ કરતું સાધન. સાદા જાયરોસ્કોપમાં ચાકગતિ કરતું ચક્ર કે ગોળો હોય છે, જેને રોટર કહે છે. ઉપરાંત તેમાં આધારતંત્ર પણ હોય છે. એક વાર રોટરને ગતિમાન કરવામાં આવે પછી જાયરોસ્કોપ તેના ભ્રમણની દિશા બદલવાના પ્રયત્નનો વિરોધ કરે છે. આ ગુણધર્મના કારણે,…

વધુ વાંચો >

જીવનરક્ષક પ્રણાલી (અંતરિક્ષ) :

જીવનરક્ષક પ્રણાલી (અંતરિક્ષ) : જુઓ ‘અંતરિક્ષ અન્વેષણો’ (‘અંતરિક્ષમાં માનવયુક્ત કાર્યક્રમો’).

વધુ વાંચો >

જેમિની (ઉપગ્રહશ્રેણી)

જેમિની (ઉપગ્રહશ્રેણી) : 1960ના દાયકાનો અમેરિકાનો ચંદ્ર ઉપરના સમાનવ સફળ ઉતરાણ માટેનો અંતરિક્ષ કાર્યક્રમ. તેનો મુખ્ય ઉદ્દેશ તે દાયકાના અંત સુધીમાં ચંદ્ર ઉપર માનવીને મોકલીને તેને સહીસલામત પાછો લાવવાનો હતો. આ ઉદ્દેશને પાર પાડવા માટે પહેલા તબક્કામાં, અમેરિકાએ મર્ક્યુરી ઉપગ્રહશ્રેણી દ્વારા સફળતાપૂર્વક શરૂઆત કરી હતી. જેમિની ઉપગ્રહશ્રેણી આ ઉદ્દેશને પાર…

વધુ વાંચો >

ઝૉન્ડ

ઝૉન્ડ (Zond) : સોવિયેત સંઘ(હવે રશિયા)ના સ્વયંસંચાલિત અન્વેષી યાનની એક શ્રેણી. એપ્રિલ, 1964થી ઑક્ટોબર, 1970 સુધીમાં આ શ્રેણીનાં કુલ આઠ અન્વેષી યાનોને ગહન અંતરિક્ષના અન્વેષણ માટે પ્રક્ષેપિત કરવામાં આવ્યાં. મોટા ભાગનાં ઝૉન્ડ અન્વેષી યાનને ચંદ્રની પ્રદક્ષિણા કરતી ભ્રમણકક્ષામાં મૂકવામાં આવ્યાં હતાં. તેમાં ગોઠવેલા કૅમેરા દ્વારા પૃથ્વી પરથી ન દેખાતી એવી…

વધુ વાંચો >

ટાઇરોસ (ઉપગ્રહો)

ટાઇરોસ (ઉપગ્રહો) : અમેરિકાના હવામાન ઉપગ્રહની સૌપ્રથમ શ્રેણી. 1 એપ્રિલ, 1960ના રોજ આ શ્રેણીના પહેલા ઉપગ્રહ ટાઇરોસ-1ને 1700 કિમી.ની ઊંચાઈ પર વર્તુળાકાર ભ્રમણકક્ષામાં પ્રક્ષેપિત કરવામાં આવ્યો. Television and Infra Red Observation Satelliteના પ્રત્યેક શબ્દના પ્રથમ અક્ષર ઉપરથી તેનું ટૂંકું નામ ‘TIROS’ –ટાઇરોસ રાખવામાં આવ્યું હતું. તેમાં રાખવામાં આવેલા નાજુક ટેલિવિઝન…

વધુ વાંચો >

ટી-વૃષભ તારકવૃંદ

ટી-વૃષભ તારકવૃંદ (T Tauri stars) : તારાઓના વિકાસક્રમની આરંભિક અવસ્થામાં રહેલા અને જેમાં સંકોચન(contraction)ની પ્રક્રિયા હજુ ચાલુ છે એવા અનિયમિત રૂપવિકાર દાખવતા અત્યંત યુવાન વર્ગના તારા. ‘ટી-વૃષભ તારકવૃંદ’ પ્રકારના આ તારકોનું નામ આ તારક વર્ગની વિશિષ્ટતા ધરાવતા સૌથી પ્રથમ વૃષભ તારા-મંડળમાં મળી આવેલા ‘ટી’ નામના તારા પરથી આપવામાં આવેલું છે.…

વધુ વાંચો >

ટેલ-કૉમ-સૅટ

ટેલ-કૉમ-સૅટ : ટેલિ કૉમ્યુનિકેશન સૅટેલાઇટ (ટૂંકમાં Tel-Com-Sat) સંદેશાવ્યવહાર માટેનો એક કૃત્રિમ ઉપગ્રહ. સંદેશાવ્યવહાર માટેના ઉપગ્રહની શોધ એ અંતરિક્ષયુગની એક સૌથી મોટામાં મોટી સિદ્ધિ છે. આવા ઉપગ્રહોની શોધથી બિનતારી (wireless) સંદેશાવ્યવહાર ક્ષેત્રે ઘણું ઝડપી પરિવર્તન આવ્યું છે અને વિશ્વભરમાં  એનો બહોળો ઉપયોગ થવા લાગ્યો છે. તેમની શોધથી આંતરરાષ્ટ્રીય સમાચાર કે રમતગમતનું…

વધુ વાંચો >