Space science

ઓઝમા પ્રૉજેક્ટ

ઓઝમા પ્રૉજેક્ટ : લાંબા અંતરે આવેલા ગ્રહો ઉપરના રહેવાસીઓ વચ્ચે એકબીજાના સંપર્ક અર્થે, જો કોઈ રેડિયો-સંદેશાઓની આપલે થતી હોય, તો તેમને ઝીલવા માટેનો એક પ્રૉજેક્ટ. અમેરિકન લેખક એલ. ફ્રૅન્ક બૌમની વાર્તાના અતિ દૂર આવેલા એક સુંદર કાલ્પનિક સ્થળ ‘ઓઝ’(Oz)ના નામ પરથી આ પ્રૉજેક્ટના નિયામક ફ્રેન્કે-ડી-ડ્રેડે પ્રૉજેક્ટનું નામ ‘ઓઝમા પ્રૉજેક્ટ’ આપ્યું.…

વધુ વાંચો >

ઑટોમૅટિક પિક્ચર ટ્રાન્સમિશન સિસ્ટમ

ઑટોમૅટિક પિક્ચર ટ્રાન્સમિશન સિસ્ટમ : ભૂમિ પરના રેડિયો મથકેથી, ઉપગ્રહ દ્વારા અથવા તો રેડિયો અને કેબલ દ્વારા કોઈ તસવીર કે ચિત્રનો દૂરસંચાર કરવા માટેની પદ્ધતિ. અવકાશયાન (space craft) અથવા કૃત્રિમ ઉપગ્રહમાં ગોઠવેલા કૅમેરાની મદદથી પૃથ્વીની સપાટીની તસવીર તથા પૃથ્વીના વાયુમંડળમાં સર્જાતાં વાદળોનાં વમળો, તેમના આકાર અને પ્રવહન દર્શાવતી તસવીરો લઈને,…

વધુ વાંચો >

ઓબર્થ હર્મન

ઓબર્થ હર્મન (જૂલિયસ) (જ. 25 જૂન 1894, નાગ્યસ્ઝબેન ઑસ્ટ્રિયા, હંગેરી; અ. 28 ડિસેમ્બર 1990 પશ્ચિમ જર્મની) : અર્વાચીન અંતરીક્ષયાનવિદ્યા-(astronautics)ના સ્થાપકોમાંના એક જર્મન વૈજ્ઞાનિક. સુખી તબીબના પુત્ર. ઓબર્થે ન્યૂનિકમાં આયુર્વિજ્ઞાનનો અભ્યાસ શરૂ કર્યો, પણ પ્રથમ વિશ્વયુદ્ધ સમયે સૈન્યમાં જોડાવાને કારણે તેમાં વિક્ષેપ પડ્યો. યુદ્ધમાં ઘાયલ થવાને કારણે અંતરીક્ષયાનવિદ્યા અંગેના સંશોધન માટેનો…

વધુ વાંચો >

ઑલ-સ્કાય કૅમેરા

ઑલ-સ્કાય કૅમેરા (all-sky camera) : આકાશીય ગુંબજ અને ક્ષિતિજવર્તુળને એક જ છબીમાં આવરી લેતો કૅમેરા. આકાશ અને પૃથ્વી જ્યાં મળતાં દેખાય એ હદરેખાને આપણે ક્ષિતિજ કહીએ છીએ. ઉત્તર તરફ મોં રાખીને જમણી તરફ ઘૂમતા જઈએ તો અનુક્રમે પૂર્વ, દક્ષિણ, પશ્ચિમ અને છેલ્લે ઉત્તર દિશા આવે. આ રીતે બધી જ દિશાઓને…

વધુ વાંચો >

કાગોશિમા અંતરીક્ષમથક : જુઓ અંતરીક્ષયાન પ્રમોચન મથકો

કાગોશિમા અંતરીક્ષમથક : જુઓ અંતરીક્ષયાન પ્રમોચન મથકો.

વધુ વાંચો >

કેપ કેનેડી અંતરીક્ષ કેન્દ્ર : જુઓ અંતરીક્ષયાન પ્રમોચન-મથકો

કેપ કેનેડી અંતરીક્ષ કેન્દ્ર : જુઓ અંતરીક્ષયાન પ્રમોચન-મથકો.

વધુ વાંચો >

કૉસ-બી ઉપગ્રહ

કૉસ-બી ઉપગ્રહ : યુરોપનો આઠમો અને યુરોપિયન અંતરીક્ષ સંસ્થા(ESA)નો પહેલો કૃત્રિમ ઉપગ્રહ. Cosmic Satelliteનું ટૂંકું નામ Cos-B. તે બેલ્જિયમ, ડેનમાર્ક, ફ્રાન્સ, પશ્ચિમ જર્મની, ઇટાલી, સ્પેન અને બ્રિટનના સંયુક્ત પ્રયાસ દ્વારા તૈયાર કરવામાં આવ્યો હતો. તેની દ્વારા આકાશગંગામાં આવેલાં ગૅમા-કિરણોનું સર્વેક્ષણ અને પલ્સાર તથા ક્વૉસાર જેવા શક્તિશાળી ગૅમા-કિરણી બિંદુસ્રોતોનો અભ્યાસ કરવામાં…

વધુ વાંચો >

કૉસ્મૉસ

કૉસ્મૉસ : પૃથ્વીના હવામાનને લગતી માહિતી પ્રાપ્ત કરવા માટે સોવિયેટ રશિયાએ શરૂ કરેલી ઉપગ્રહોની શ્રેણી. તેમાં ધરતીથી ઊંચે છવાયેલાં વાદળો, તેમાંનાં બરફ પાણી અને બાષ્પની ઘનતા, તેમની ગતિ, ઊંચાઈ સાથે તાપમાન, આર્દ્રતા, વાયુદબાણ અને પવનનો વેગ વગેરેના દરરોજના માપનની જોગવાઈ હતી. એ પૈકીના કેટલાક ઉપગ્રહોની વિગતો નીચે મુજબ છે :…

વધુ વાંચો >

ગુરુત્વ-સહાયી ઉડ્ડયન (gravity assisted flight)

ગુરુત્વ-સહાયી ઉડ્ડયન (gravity assisted flight) : સૂર્ય-મંડળમાંના ગ્રહ કે તેના ઉપગ્રહ કે કોઈ મોટા લઘુગ્રહ જેવા ગ્રહીય પિંડ(planetary body)ના ગુરુત્વાકર્ષણક્ષેત્રના અથવા સૂર્યના ગુરુત્વાકર્ષણક્ષેત્રના ઉપયોગ દ્વારા અંતરીક્ષયાનની ઝડપ વધારવા તથા તેની દિશા કે તેનો પથ બદલવા માટે પ્રયોજાતી એક તકનીક. યાનને તેના નિર્ધારિત પ્રક્ષેપ-પથ (trajectory) પર લઈ જવા માટેની નજીવી હિલચાલ…

વધુ વાંચો >

ગેગેરીન, યુરી

ગેગેરીન, યુરી (જ. 9 માર્ચ 1934, ક્લુશિનો, રશિયન એસએફએસઆર, રશિયા: અ. 27 માર્ચ 1968, કિરઝાક, રશિયન એસએફએસઆર, રશિયા) : સોવિયેટ રશિયાનો સામાન્ય નાગરિક અને દુનિયાનો પ્રથમ અંતરીક્ષયાત્રી. 12 એપ્રિલ 1961ના રોજ સોવિયેટ રશિયાના વૉસ્ટોક અંતરીક્ષયાનમાં પૃથ્વીની એક પ્રદક્ષિણા પૂરી કરી તે પૃથ્વી પર સુરક્ષિત પાછા આવ્યા હતા. માધ્યમિક તથા વ્યવસાયલક્ષી…

વધુ વાંચો >