Space science

હાઈ એનર્જી ઍસ્ટ્રૉફિઝિકલ ઑબ્ઝર્વેટરી (HEAO) ઉપગ્રહ શ્રેણી

હાઈ એનર્જી ઍસ્ટ્રૉફિઝિકલ ઑબ્ઝર્વેટરી (HEAO) ઉપગ્રહ શ્રેણી : અધિક શક્તિ ધરાવતાં ક્ષ-કિરણો અને કૉસ્મિક કિરણોનો ખગોળ-ભૌતિકીય અભ્યાસ કરવા માટે તૈયાર કરવામાં આવેલા અમેરિકાના ઉપગ્રહોની શ્રેણી. તેને High Energy Astrophysical Observatory અથવા ટૂંકમાં HEAO નામ આપવામાં આવ્યું હતું. આ શ્રેણીમાં કુલ ત્રણ ઉપગ્રહો હતા, જેની વિગતો નીચે પ્રમાણે છે : HEAO-1…

વધુ વાંચો >

હીલિયોસ ઉપગ્રહ

હીલિયોસ ઉપગ્રહ : પશ્ચિમ જર્મની અને અમેરિકાની અંતરીક્ષ સંસ્થા ‘નાસા’ના સહકાર દ્વારા સૂર્યના અભ્યાસ માટે તૈયાર કરવામાં આવેલા હીલિયોસ નામના બે ઉપગ્રહો. પ્રાચીન ગ્રીસના સૂર્યદેવતાના નામ હીલિયોસ (Helios) ઉપરથી એ ઉપગ્રહોનાં નામ હીલિયોસ-1 અને હીલિયોસ-2 રાખવામાં આવ્યાં હતાં. હીલિયોસ સ્પેસક્રાફ્ટ હીલિયોસ-1 : નાસાના કેપ કેનાવરલ પ્રક્ષેપણ-કેન્દ્ર પરથી ટાઇટન-સેન્ટોર રૉકેટ દ્વારા…

વધુ વાંચો >

હેલી મિશન (Halley Mission)

હેલી મિશન (Halley Mission) : હેલી ધૂમકેતુના વૈજ્ઞાનિક અભ્યાસ માટેનો અંતરીક્ષ-કાર્યક્રમ. હેલીનો ધૂમકેતુ તેની કક્ષામાં 9 ફેબ્રુઆરી, 1986ના રોજ સૂર્યની ખૂબ નજીક આવ્યો હતો તથા 11 એપ્રિલ, 1986ના રોજ પૃથ્વીથી સૌથી વધારે નજીક આવ્યો હતો. એ સમયગાળામાં હેલીના ધૂમકેતુનાં વૈજ્ઞાનિક અવલોકનો મેળવવા માટે જુદાં જુદાં અંતરીક્ષયાનો પૃથ્વી પરથી પ્રક્ષેપિત કરવામાં…

વધુ વાંચો >

હોહમાન કક્ષાઓ

હોહમાન કક્ષાઓ : બે ગ્રહોની કક્ષાઓને જોડતો અંતરીક્ષયાનનો ઉડ્ડયન-માર્ગ તે હોહમાન માર્ગ. તેમાં ન્યૂનતમ વેગ અથવા ઈંધણની જરૂરિયાત હોય છે (અને મહત્તમ ભાર લઈ જવાની ક્ષમતા હોય છે). આ કક્ષાને ‘ન્યૂનતમ શક્તિ સ્થાનાંતરણ-કક્ષા (Minimum energy transfer orbit) પણ કહેવાય છે. આ સ્થાનાંતરણ-કક્ષા દીર્ઘવૃત્ત (ellipse) હોય છે અને સૂર્યની આજુબાજુ હોય…

વધુ વાંચો >

હ્યૂસ્ટન કંટ્રોલ સ્ટેશન હ્યૂસ્ટન (અમેરિકા)

હ્યૂસ્ટન કંટ્રોલ સ્ટેશન, હ્યૂસ્ટન (અમેરિકા) (જ્હૉનસન સ્પેસ સેન્ટર, હ્યૂસ્ટન) : ‘નાસા’(NASA) (અમેરિકા)ના સ-માનવ અંતરીક્ષયાનોનું મુખ્ય નિયંત્રણ-કેન્દ્ર. કેપ કેનાવરલ ખાતેથી સ-માનવ અંતરીક્ષયાનનું પ્રક્ષેપણ થયા પછી દસ સેકંડ બાદ તેનું સમગ્ર નિયંત્રણ હ્યુસ્ટન-(ટેક્સાસ)થી 32 કિમી. દૂર અગ્નિ દિશામાં આવેલા ‘જ્હૉનસન સ્પેસ સેન્ટર’ (પહેલાંના ‘સ-માનવ અંતરીક્ષ કેન્દ્ર’) ખાતે તબદીલ કરવામાં આવે છે. નાસાનું…

વધુ વાંચો >