Sociology
ગ્રામપંચાયત
ગ્રામપંચાયત : પંચાયતીરાજનો પાયાનો એકમ. પંચવર્ષીય યોજનાના ભાગ રૂપે ગ્રામવિસ્તારના વિકાસ માટે સામૂહિક વિકાસ યોજના શરૂ કરવામાં આવી. ગામડાંના લોકોનો સહકાર મળી રહે તે માટે ઑક્ટોબર 1952થી સમગ્ર દેશમાં આ યોજના શરૂ કરવામાં આવી; પરંતુ સામૂહિક વિકાસયોજના ધાર્યાં પરિણામ લાવી શકી નહિ. તેનું મૂલ્યાંકન કરવા માટે એક પેટાસમિતિ ‘કમિટી ઑન…
વધુ વાંચો >ગ્રામવીજળીકરણ
ગ્રામવીજળીકરણ : ગ્રામવિકાસ માટે વીજશક્તિ પૂરી પાડવાનું આયોજન. ભારત પરાપૂર્વથી ખેતીપ્રધાન દેશ રહેલો છે. તેથી દેશની મોટા ભાગની વસ્તી ખેતી અને તેને સંલગ્ન વ્યવસાયોમાં રોકાયેલી છે. ખેતીની પ્રગતિ પર લોકોના જીવનધોરણનો આધાર રહેલો હોઈ, આઝાદી બાદ ભારતે વિકાસશીલ અર્થતંત્રની નીતિ અપનાવી અને આયોજન દ્વારા દેશનાં ખેતી, સિંચાઈ, ઉદ્યોગ, માર્ગો અને…
વધુ વાંચો >ગ્રામીણ વિકાસ
ગ્રામીણ વિકાસ : દેશના ગ્રામીણ વિસ્તારોના સર્વાંગી વિકાસ માટેની વ્યૂહરચના તથા તેનો અમલ. ગ્રામીણ પ્રજાનાં આવક અને ઉત્પાદન વધે, તેમને સંતુલિત આહાર મળે, તે સુશિક્ષિત અને તંદુરસ્ત બને, જીવનની જરૂરિયાતો પર્યાપ્ત પ્રમાણમાં સંતોષી શકે અને સાથે સાથે તેના જીવનમાં ગુણાત્મક સુધારણા આવે એ માટેના પ્રયત્નોનો ગ્રામીણ વિકાસમાં સમાવેશ થાય છે.…
વધુ વાંચો >ગ્રામોદ્યોગ
ગ્રામોદ્યોગ : ગ્રામીણ વિસ્તારમાં મુખ્યત્વે સ્થાનિક જરૂરિયાત સંતોષવા માટે ચાલતા ઉદ્યોગો. ભારતમાં ગ્રામરચના એ પ્રકારની હતી કે તેના મુખ્ય ઉદ્યોગ ખેતી અને પશુપાલનના નિભાવ માટે બીજા કેટલાક ઉદ્યોગોની જરૂર રહેતી; જેમ કે, ખેતીઓજારોનું ઉત્પાદન અને મરામત; ખેતીના ઉત્પાદનનું રૂપાંતર કરતા ઉદ્યોગો જેવા કે વસ્ત્રઉત્પાદન, તેલીબિયાં, કઠોળ, ડાંગર જેવી ખેતપેદાશોનું રૂપાંતર.…
વધુ વાંચો >ગ્રાહક સહકારી મંડળી
ગ્રાહક સહકારી મંડળી : વેપારીઓ દ્વારા થતું ગ્રાહકોનું શોષણ અટકાવવા રચવામાં આવતા સહકારી પદ્ધતિના વેચાણ-એકમો. સમાજની દરેક વ્યક્તિ ગ્રાહકોપયોગી ચીજવસ્તુઓની વપરાશ કરે છે. ભારતમાં વસ્તીવિસ્ફોટના કારણે વસ્તુઓની માગ વધતી જતી હોય છે. તેથી ચીજવસ્તુઓના ઉત્પાદકો તેમજ બજાર – મધ્યસ્થીઓ ગ્રાહકોનું અનેક રીતે શોષણ કરતા હોય છે. ગ્રાહકોની સર્વોપરીતા હોય તેવું…
વધુ વાંચો >ગ્રાહક-સુરક્ષા
ગ્રાહક-સુરક્ષા : ઉત્પાદકો, વિતરકો અને વેપારીઓની રીતિનીતિ સામે વસ્તુઓ અને સેવાના ઉપભોક્તાઓનાં હિતોનું રક્ષણ કરવાની પ્રવૃત્તિ. મૂડીવાદી અર્થતંત્રમાં મજૂરોનાં હિતોનું રક્ષણ કરવા માટે જેમ ઓગણીસમી સદીના આરંભમાં મજૂરપ્રવૃત્તિની શરૂઆત થઈ તેમ વીસમી સદીના ઉત્તરાર્ધમાં ગ્રાહક સુરક્ષાની પ્રવૃત્તિનો મુક્ત બજારમાંના એક દબાવ-જૂથ તરીકે આરંભ થયો. સંપૂર્ણ હરીફાઈવાળું બજાર એક આદર્શ છે.…
વધુ વાંચો >ઘુર્યે, જી. એસ.
ઘુર્યે, જી. એસ. (જ. 12 ડિસેમ્બર 1893, માલવણ, રત્નાગિરિ જિલ્લો; અ. 28 ડિસેમ્બર 1983, મુંબઈ) : આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતા ભારતીય સમાજશાસ્ત્રી. તેમનું આખું નામ ગોવિંદ સદાશિવ ઘુર્યે હતું. શરૂઆતનું શિક્ષણ મહારાષ્ટ્રના રત્નાગિરિ જિલ્લાના માલવણ ખાતે તથા ઉચ્ચ શિક્ષણ મુંબઈ અને જૂનાગઢમાં લીધું. મુંબઈ યુનિવર્સિટીની બી.એ.ની પરીક્ષામાં પ્રથમ વર્ગ પ્રાપ્ત કરી…
વધુ વાંચો >ચંદાવરકર, સર નારાયણ ગણેશ
ચંદાવરકર, સર નારાયણ ગણેશ (જ. 2 ડિસેમ્બર 1855, હોનાવર, કર્ણાટક; અ. 14 મે 1923, બૅંગાલુરુ) : અગ્રણી સમાજસુધારક, ધારાશાસ્ત્રી તથા રાજનીતિજ્ઞ. 1871માં મુંબઈની એલ્ફિન્સ્ટન હાઈસ્કૂલમાંથી મૅટ્રિક તથા 1876માં એલ્ફિન્સ્ટન કૉલેજમાંથી બી.એ.ની પરીક્ષા પાસ કરી. તે જ કૉલેજમાં દક્ષિણા ફેલો નિમાયા. 1881માં સરકારી લૉ કૉલેજમાંથી એલએલ.બી. થયા અને વકીલાત શરૂ કરી.…
વધુ વાંચો >છૂટાછેડા
છૂટાછેડા : લગ્નવિચ્છેદ. ધાર્મિક પ્રથા મુજબ અગર કાયદેસર લગ્નગ્રંથિથી રચાયેલ દાંપત્યજીવનનો વિચ્છેદ. તે અંગેની પરિસ્થિતિનું નિર્માણ દાંપત્યજીવનમાં તિરાડ, અન્યત્ર જાતીય સંબંધ, શારીરિક અગર માનસિક કજોડાં હોવા અંગેની ગ્રંથિ, અહંકારી સ્વમાનભાવના વગેરે દ્વારા થતું હોય છે. તેને કારણે લગ્નજીવનમાં દુ:ખ, કલહ-કંકાસ-કટુતા ઉત્પન્ન થાય છે. આ કારણો સિવાય ખોટી રજૂઆત કે હકીકતો…
વધુ વાંચો >જત
જત : કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં વસતી એક વિશિષ્ટ જાતિ. જત લોકો ઑક્સસ નદી ઉપર વસતા હતા. તેમનો જર્ત્રિકો તરીકે ઉલ્લેખ થયો છે. કચ્છનો જર્ત્રદેશ તરીકે ઉલ્લેખ થયો છે. તે તેમના કચ્છના વસવાટને કારણે હશે. ઈ. પૂ. 150થી 100 દરમિયાન તેઓ કુશાણો સાથે આવ્યા હતા. તેઓ પ્રથમ બલૂચિસ્તાનમાં બોલનઘાટ…
વધુ વાંચો >