Sociology
સોરોકિન મિતિરિમ એ
સોરોકિન મિતિરિમ એ. (જ. 1899; અ. 1968) : મૂળ રશિયાના પણ અમેરિકામાં સ્થાયી થયેલા સમાજશાસ્ત્રી. સોરોકિનનો જન્મ ઉત્તર રશિયાના એક નાના ગામડામાં થયો હતો. પૂર્વજોનો વ્યવસાય ખેતીનો હતો. પિતા શ્રમજીવી હતા. ત્રણ વર્ષની ઉંમરે માતાનું મૃત્યુ થયા પછી માસીને ત્યાં ઊછર્યા. વીસ વર્ષે ઝાર સામેની ક્રાંતિમાં ઝંપલાવ્યું. સ્વાધ્યાયનાં પચાસ વર્ષના…
વધુ વાંચો >સોસાયટી ફૉર ઇન્ટરનૅશનલ ડેવલપમૅન્ટ (SID) (1957)
સોસાયટી ફૉર ઇન્ટરનૅશનલ ડેવલપમૅન્ટ (SID) (1957) : એક બિનસરકારી આંતરરાષ્ટ્રીય સંસ્થા. તેમાં વ્યક્તિઓ અને સંસ્થાઓ સભ્યપદ મેળવે છે. આ સંસ્થાનો મુખ્ય હેતુ સામાજિક ન્યાય માટે તેમજ લોકશાહીકરણ માટે પ્રયત્નશીલ રહેવાનો છે. વિશ્વભરમાં જ્ઞાનવિતરણ તથા સંવાદની ભૂમિકા સર્જવામાં અને સમૂહોની સંઘર્ષશક્તિમાં બળ પૂરવાનું કામ કરવાનો આ સંસ્થાનો ઉદ્દેશ છે. બહુમુખી ક્ષેત્રોના…
વધુ વાંચો >સ્ટૅમ્ફર્ડ થૉમસ રૅફલ (સર)
સ્ટૅમ્ફર્ડ, થૉમસ રૅફલ (સર) (જ. 5 જુલાઈ 1781; અ. 5 જુલાઈ 1826) : સિંગાપોરના આદ્યસ્થાપક. 14 વર્ષની નાની ઉંમરે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની લંડન ખાતેની મધ્યસ્થ કચેરીમાં કારકુન તરીકે જોડાયા. કેટલાંક વર્ષો પછી જાવા(ઇન્ડોનેશિયા)ના ગવર્નર બન્યા. ત્યાં રહીને તેમણે ત્યાંના સમાજજીવનમાં ઘણા વિકાસલક્ષી સુધારા કર્યા. ડચ લોકોને હંફાવવા કંપનીના નિર્ણયની પરવા…
વધુ વાંચો >સ્પર્ધા (સમાજશાસ્ત્ર)
સ્પર્ધા (સમાજશાસ્ત્ર) : વ્યક્તિઓ કે સમૂહોના એકાધિક પક્ષો વચ્ચે અછત ધરાવતા મૂર્ત કે અમૂર્ત લક્ષ્યની પ્રાપ્તિ માટેનો સંઘર્ષ. સમાજશાસ્ત્ર અને સામાજિક મનોવિજ્ઞાન જેવાં સામાજિક વિજ્ઞાનોમાં એક ઘણી મહત્વની વિભાવના ‘સામાજિક આંતરક્રિયા’ છે. તેનું જ એક લગભગ સાર્વત્રિક સ્વરૂપ છે સ્પર્ધા. ગુજરાતીમાં હોડ અને શરત જેવા સ્પર્ધાના સમાનાર્થી શબ્દો પણ વપરાય…
વધુ વાંચો >સ્પેન્સર હર્બર્ટ
સ્પેન્સર, હર્બર્ટ (જ. 27 એપ્રિલ 1820, ડર્બી, ઇંગ્લૅન્ડ; અ. 1903) : વિક્ટોરિયન યુગના બહુમુખી પ્રતિભા ધરાવતા ચિંતક. સ્પેન્સરે વિક્ટોરિયન યુગ તરીકે જાણીતા સમયમાં જીવવિજ્ઞાન, મનોવિજ્ઞાન, રાજ્યશાસ્ત્ર, સમાજશાસ્ત્ર અને માનવશાસ્ત્રના વિકાસમાં મહત્વની ભૂમિકા ખૂબ અસરકારક રીતે ભજવી પોતાની બહુમુખી પ્રતિભાનો પરિચય કરાવ્યો હતો. એ રીતે તેઓ 19મી સદીના એક ઉત્કૃષ્ટ પ્રતિભાવંત…
વધુ વાંચો >સ્વામી વિરજાનંદ
સ્વામી વિરજાનંદ (જ. 1778; અ. 14 સપ્ટેમ્બર 1868) : મથુરાના નેત્રહીન સંત. આર્યસમાજના સંસ્થાપક સ્વામી દયાનંદ સરસ્વતીના સુપ્રસિદ્ધ ગુરુ સ્વામી વિરજાનંદનો જન્મ જાલંધર પાસેના ગંગાપુર નામના ગામમાં એક ભારદ્વાજ ગોત્રીય સારસ્વત બ્રાહ્મણ પરિવારમાં ઈ. સ. 1778માં થયો હતો. તેમનું નામ વ્રજલાલ હતું. તેમને ધર્મચંદ નામે ભાઈ હતો. પાંચ વર્ષની વયે…
વધુ વાંચો >હજારે અણ્ણા
હજારે, અણ્ણા (જ. 15 જાન્યુઆરી 1940, ભિંગર, અહમદનગર, જિ. મહારાષ્ટ્ર) : ભારતના અગ્રણી સામાજિક કાર્યકર અને આદર્શ ગ્રામવ્યવસ્થાના શિલ્પી. મૂળ નામ કિસન બાબુરાવ હજારે. અણ્ણાનું પ્રાથમિક શિક્ષણ રાળેગાંવ સિદ્ધિમાં થયું. પરિવારની આર્થિક હાલાકીને કારણે તથા તેમનાં ફોઈને પોતાનું સંતાન ન હોવાથી તેઓ અણ્ણાને મુંબઈ લઈ ગયાં, જ્યાં સાત ધોરણ સુધી…
વધુ વાંચો >હરકુંવર શેઠાણી
હરકુંવર શેઠાણી (જ. 1820, ઘોઘા, જિ. ભાવનગર; અ. 5 ઑક્ટોબર 1876, અમદાવાદ) : ગુજરાતનાં પ્રથમ મહિલા કેળવણીકાર, સ્ત્રી-ઉત્કર્ષનાં હિમાયતી અને સમાજસુધારક. તેઓ ગુજરાતના સમાજસુધારાની પ્રથમ પેઢીનાં પ્રતિનિધિ હતાં. ભાવનગર પાસેના ઘોઘા બંદરમાં એક ગરીબ જૈન કુટુંબમાં જન્મેલાં હરકુંવર શાળામાં માત્ર બેત્રણ ધોરણો સુધી જ ભણ્યાં હતાં. આમ છતાં તેઓ સંસ્કારસંપન્ન…
વધુ વાંચો >હેડગેવાર (ડૉ.) કેશવ બળિરામ
હેડગેવાર, (ડૉ.) કેશવ બળિરામ (જ. 1 એપ્રિલ 1889, નાગપુર; અ. 21 જૂન 1940, નાગપુર) : ભારતના રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્થાપક અને હિંદુ રાષ્ટ્રની વિચારધારાના પ્રખર સમર્થક. તેમણે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને મજબૂત બનાવી ભારતને સ્વબળ અને વૈભવ સાથે સમગ્ર વિશ્વમાં ટોચના સ્થાને લઈ જવાના પ્રયત્નો જીવનભર કર્યા. સમાજમાં રહેતી સામાન્ય વ્યક્તિઓ…
વધુ વાંચો >હૉબહાઉસ લિયોનાર્ડ ટ્રિલાનવે
હૉબહાઉસ, લિયોનાર્ડ ટ્રિલાનવે (જ. 8 સપ્ટેમ્બર 1864, સેંટ આઇવ્સ કોર્નવાલ, ઇંગ્લૅન્ડ; અ. 21 જૂન 1929, એવેન્કોન, ઇંગ્લૅન્ડ) : અંગ્રેજ સમાજશાસ્ત્રી અને ચિંતક. નૂતન ઉદારમતવાદના વિચારો વ્યક્ત કર્યા. તેમણે ઉદારમતવાદના ચિંતનમાં કેટલાંક નવાં પરિમાણો ઉમેરી નૂતન ઉદારમતવાદનું ચિંતન રજૂ કર્યું. ઉદારમતવાદી સામાજિક સુધારાઓને વિશેષ રૂપે તેમણે રજૂ કર્યા. સામાજિક પ્રગતિને અનિવાર્ય…
વધુ વાંચો >