Sociology

શીલ્સ, એડ્વર્ડ

શીલ્સ, એડ્વર્ડ (જ. 1910; અ. 1995) : રાજ્યશાસ્ત્ર, કાયદા અને સમાજશાસ્ત્રનાં ક્ષેત્રોના વીસમી સદીના બૌદ્ધિક. ‘શિક્ષણના સમર્થ જીવ’ (Energizer Bunny of Education) તરીકે તેમની ઓળખ શિકાગો યુનિવર્સિટીના વર્તુળમાં સ્થાયી થઈ હતી. તેમના પિતા સિગારેટના ઉત્પાદક હતા અને રશિયામાંથી આવીને અમેરિકામાં સ્થિર થયા હતા. 1933માં વ્હાર્ટન ખાતે તેમણે વિદ્યાર્થી તરીકે નોંધણી…

વધુ વાંચો >

શુક્લ, ચંદ્રશંકર પ્રાણશંકર

શુક્લ, ચંદ્રશંકર પ્રાણશંકર (જ. 1901, ગોધરા, પંચમહાલ; અ. 16 ઑક્ટોબર 1953) : ગાંધીયુગના ઉત્તમ અનુવાદકોમાંના એક. મૅટ્રિક 1919માં. 18 વર્ષની ઉંમરે ગાંધીજીથી પ્રભાવિત થઈ ગોધરાના હરિજન આશ્રમમાં જઈને એના સંચાલક મામાસાહેબ ફડકેના કામમાં તેઓ મદદ કરવા લાગ્યા. ‘હરિજનબંધુ’ના પહેલા તંત્રી. તેઓ ‘હિંદુસ્તાન’ના તંત્રીપદે તેમજ ભારતીય વિદ્યાભવનના મહામાત્રપદે પણ હતા. ગાંધી…

વધુ વાંચો >

શુમાકર ઈ. એફ.

શુમાકર ઈ. એફ. (જ. 1911, જર્મની; અ. 6 સપ્ટેમ્બર 1977, સ્વિટ્ઝર્લૅન્ડ) :  વિકાસશીલ દેશો માટે મધ્યવર્તી તકનીકોની હિમાયત કરનાર સ્વતંત્ર વિચારક તથા ‘બુદ્ધિસ્ટ ઇકોનૉમિસ્ટ’ની આર્થિક વિચારસરણીના પ્રવર્તક. આખું નામ અર્ન્સ્ટ ફ્રેડરિક શુમાકર. 1930ના અરસામાં ઇંગ્લૅન્ડની ઑક્સફોર્ડ યુનિવર્સિટીમાં ‘રોડસ સ્કૉલર’ તરીકે અધ્યયન કર્યું અને ત્યારબાદ જર્મની પાછા ગયા ખરા, પરંતુ નાઝીવાદની…

વધુ વાંચો >

શૂદ્ર

શૂદ્ર : હિંદુ ધર્મના ચાર વર્ણોમાંનો એક. પુરુષસૂક્તમાં વિરાટ પુરુષના ચરણમાંથી શૂદ્રને ઉત્પન્ન થયેલો ગણાવાયો છે. અર્થાત્ સમાજસેવાનો ભાર શૂદ્રોને સોંપાયો હતો, પણ તેથી તે નીચ કે હલકો ગણાતો ન હતો; પરંતુ પ્રથમ ત્રણ વર્ણના કામ માટે અયોગ્ય ગણાતો હતો. પુરુષસૂક્ત અનુસાર સમાજના ચારેય વર્ણ ચાર વર્ગો રૂપે અલગ અલગ…

વધુ વાંચો >

શેઠ, હીરાબહેન કેશવલાલ

શેઠ, હીરાબહેન કેશવલાલ (જ. 15 ડિસેમ્બર 1915, પાટણવાવ, જિ. રાજકોટ) : સ્ત્રીઓ અને બાળકો માટેનાં સમાજસેવિકા. સાધનસંપન્ન સેવાભાવી કુટુંબમાં જન્મ. એસ. એન. ડી. ટી. યુનિવર્સિટીનાં સ્નાતિકા. આઝાદીની ચળવળમાં ભાગ લઈ જેલવાસ. 1930-32ની સવિનય કાનૂનભંગની ચળવળ વખતે દારૂ તેમજ વિદેશી કાપડ વેચતી દુકાનો ઉપર પિકેટિંગમાં ભાગ લીધો હતો. રાજકોટ સત્યાગ્રહ વખતે…

વધુ વાંચો >

શેવડે, અનંત ગોપાળ

શેવડે, અનંત ગોપાળ (જ. 1911, સૌસર, જિ. છિંદવાડા, મધ્યપ્રદેશ; અ. 10 જાન્યુઆરી 1979, કોલકાતા) : સ્વાતંત્ર્યસેનાની. વિચક્ષણ સાહિત્યકાર, પત્રકાર. પ્રાથમિક શિક્ષણ વતનમાં. નાગપુર યુનિવર્સિટીમાંથી અંગ્રેજી સાહિત્યમાં એમ.એ.. 1942ની ભારતની આઝાદીના આંદોલનમાં જોડાયા અને 3 વર્ષનો કારાવાસ ભોગવ્યો. ગાંધીજીના કાર્યક્રમથી ખૂબ આકર્ષાયા, તેમનું શિષ્યત્વ સ્વીકાર્યું અને તેમના સૂચનથી માતૃભાષા મરાઠી હોવા…

વધુ વાંચો >

શેષાદ્રિ, એચ. વી.

શેષાદ્રિ, એચ. વી. (જ. 26 મે 1926, બૅંગાલુરુ, કર્ણાટક; અ. 14 ઑગસ્ટ 2005, બૅંગાલુરુ) : રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના અખિલ ભારતીય પ્રચારક, પૂર્વ સહસરકાર્યવાહ, પૂર્વ સરકાર્યવાહ, ભાષાવિદ તથા લેખક. મૂળ વતન બૅંગાલુરુ. પૂરું નામ હોંગસાન્દ્ર વેંકટરમય્યા શેષાદ્રિ. વિદ્યાવ્યાસંગી પરિવારમાં જન્મ. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ વતનમાં લીધું હતું. મૈસૂર યુનિવર્સિટીમાંથી રસાયણશાસ્ત્રમાં બી.એસસી.…

વધુ વાંચો >

શોધન, પ્રવીણલતા હરિપ્રસાદ

શોધન, પ્રવીણલતા હરિપ્રસાદ (જ. 21 જૂન 1915, મુંબઈ; અ. 4 માર્ચ 1998, અમદાવાદ) : પ્રખર સામાજિક મહિલા-કાર્યકર્તા. પિતા ચુનીલાલ ગુલાબદાસ મુનીમ અને માતા રતનગૌરી મુનીમ. સંયુક્ત કુટુંબમાં રહેવાના કારણે સંયમ, સહનશીલતા અને ધીરજના ગુણો ઉછેરની સાથે સાથે કેળવાતા ગયા. નાનપણમાં વિવિધ વ્રતો દ્વારા ધર્મસંસ્કારનું સિંચન પણ થતું રહ્યું. ધાર્મિક અને…

વધુ વાંચો >

શોષણ (exploitation)

શોષણ (exploitation) : શ્રમિકને તેણે ઉત્પાદનમાં આપેલા ફાળાના મૂલ્ય કરતાં સભાન રીતે ઓછું વેતન ચૂકવવામાં આવે તે. શોષણનો આ અર્થશાસ્ત્રીય અર્થ છે. આ અર્થમાં ‘શોષણ’ શબ્દનો ઉપયોગ કાર્લ માર્ક્સે સર્વપ્રથમ કરેલો. તેમના સિદ્ધાંત પ્રમાણે વસ્તુનું વિનિમય-મૂલ્ય વસ્તુ પાછળ ખર્ચાયેલા શ્રમના મૂલ્ય બરાબર હોય છે. તેથી ઉત્પાદકો દ્વારા જે કુલ ઉત્પાદન…

વધુ વાંચો >

શૌચાલય (Lavatory Block)

શૌચાલય (Lavatory Block) : મનુષ્યના મળમૂત્ર-ત્યાગ માટે જરૂરિયાત મુજબ અલાયદું બાંધવામાં આવતું સ્થાન. શૌચ એટલે શુચિતા, સ્વચ્છતા, પવિત્રતા. શૌચાલય એટલે સ્વચ્છતા, પવિત્રતા પ્રાપ્ત કરવાનું સ્થાન. મનની શુદ્ધિ માટે મંદિર અને તનની શુદ્ધિ માટે શૌચાલય. શૌચક્રિયા સ્વાસ્થ્યની જાળવણીમાં મહત્વની ભૂમિકા ભજવે છે તેથી શૌચક્રિયા ક્યાં અને કેવી રીતે કરવી તે માટે…

વધુ વાંચો >