Science general
ફૂલોની ગોઠવણી
ફૂલોની ગોઠવણી : ઘર કે અન્ય સ્થાનોની સુંદરતા વધારવા માટે ફૂલોની ચોક્કસ પદ્ધતિએ થતી ગોઠવણી. સામાન્ય રીતે ફૂલને ઘરમાં રાખવા માટે ફૂલદાનીનો ઉપયોગ થાય છે. હવે તો એ ફૂલદાનીના ઘાટ અને જેમાંથી એ ફૂલદાની બને છે તે વસ્તુઓ(સ્ટીલ, કાંસું, પિત્તળ, પ્લાસ્ટિક, કાચ વગેરે)ની પુષ્કળ વિવિધતા જોવા મળે છે. ક્યારેક તો…
વધુ વાંચો >બાબા રામદેવ
બાબા રામદેવ (જ. 25 ડિસેમ્બર 1965, મહેન્દ્રગઢ, હરિયાણા) : યોગગુરુ તરીકે વિશ્વભરમાં જાણીતા. રાજકારણમાં પણ સક્રિય રસ લઈ રહ્યા છે. લોકોમાં દેશદાઝની ભાવના જગાડી ભારતીય સંસ્કૃતિનો પ્રચાર અને પ્રસાર કરી રહ્યા છે. તેમનું મૂળ નામ તો રામકિશન યાદવ. તેમનાં માતાનું નામ ગુલાબદેવી અને પિતાનું નામ રામનિવાસ યાદવ છે. કહેવાય છે…
વધુ વાંચો >બુફોન, જ્યૉર્જિસ – લૂઈ લકલેર્ક
બુફોન, જ્યૉર્જિસ – લૂઈ લકલેર્ક (જ. 7 સપ્ટેમ્બર 1707, મૉન્ટબાર્ડ, ફ્રાન્સ; અ. 16 એપ્રિલ 1788, પૅરિસ) : ફ્રેન્ચ પ્રકૃતિવિજ્ઞાની. તેમને પ્રકૃતિવિજ્ઞાન પરના વિસ્તીર્ણ લેખો અને પરાગવાહિની પરનાં સંશોધનો માટે યાદ કરવામાં આવે છે. કાયદાકીય કારકિર્દીની નિષ્ફળ શરૂઆત કર્યા પછી તેઓ પ્રકૃતિવિજ્ઞાન અને ગણિતની દિશામાં વળ્યા. 1739થી તેમણે જાર્ડીન ડ્યુ રૉય…
વધુ વાંચો >બેકન, રૉજર
બેકન, રૉજર [જ. 1214 (?), ઇલ્ચેસ્ટર, સમરસેટ, ઇંગ્લૅન્ડ; અ. 1292, ઑક્સફર્ડ (?)] : અંગ્રેજ ફિલસૂફ, કીમિયાગર (alchemist) અને વિજ્ઞાનમાં પ્રાયોગિક પદ્ધતિઓના સમર્થક. મધ્યયુગમાં વિજ્ઞાનના વિકાસમાં ફાળો આપનાર એક અગ્રગણ્ય વ્યક્તિ તરીકે તેમની ગણના થાય છે. તેઓ પ્રાયોગિક વિજ્ઞાનના સ્થાપક અને ભૌતિકશાસ્ત્રમાં પ્રકાશિકી(optics)ના અભ્યાસમાં શરૂઆતના સંશોધકો પૈકીના એક તરીકે જાણીતા છે.…
વધુ વાંચો >બૉલ, ચાર્લ્સ ઑલિન
બૉલ, ચાર્લ્સ ઑલિન (જ. 1893, ઍબિલિન, કૅન્સાસ; અ. 1970) : નામાંકિત અને નિષ્ણાત આહારવિષયક ટૅકનૉલૉજિસ્ટ. 1919થી 1922 દરમિયાન તેઓ જ્યૉર્જ વૉશિંગ્ટન યુનિવર્સિટીમાં ગ્રેજ્યુએટ સ્કૂલમાં હતા ત્યારે જ નૅશનલ કૅનર્સ એસોસિયેશન માટે, કૅનમાં ભરેલી ખાદ્ય સામગ્રીને જીવાણુરહિત બનાવવાની પ્રક્રિયાની શોધ કરી હતી. 1922થી 1941 દરમિયાન ઇલિનૉઇસ તથા ન્યૂયૉર્ક ખાતે આવેલી અમેરિકન…
વધુ વાંચો >બ્યુરેટ
બ્યુરેટ : ભારાત્મક (માત્રાત્મક) પૃથક્કરણ(quantitative analysis)માં પ્રવાહી(અથવા વાયુ)નું મેય (measurable) કદ નિયંત્રિત રીતે લેવા માટે પ્રયોગશાળામાં ઉપયોગમાં લેવાતું ઉપકરણ. તે કાચની એક એવી લાંબી અને પોલી, અંકિત નળીની બનેલી હોય છે કે જેનો અંતર્વ્યાસ (bore) સમગ્ર અંકિત ભાગમાં એકસરખો હોય છે. તેનો એક છેડો સાંકડો હોય છે. આ ભાગમાં કાચની,…
વધુ વાંચો >ભંગાર
ભંગાર : ઉપયોગમાં ન લઈ શકાતી વસ્તુઓ. ઉત્પન્ન થયેલ વસ્તુઓ અમુક સમયના વપરાશ પછી ઉપયોગમાં લઈ શકાય તેવી સ્થિતિમાં રહે નહિ અથવા તો ઉપયોગમાં ચાલુ રાખવી એ તેમાં થતા ખર્ચને લીધે મોંઘી પડતી હોય ત્યારે તેને ભંગાર તરીકે કાઢી નાખવામાં આવે. અમુક પ્રકારના ઉત્પાદનમાં જે કાચો માલ વપરાય તે કાચા…
વધુ વાંચો >ભારતમાં જૈવ તકનીકી
ભારતમાં જૈવ તકનીકી માનવહિતાર્થે જૈવિક તંત્રોના યોગ્ય સંચાલન માટે દુનિયામાં અને ખાસ કરીને ભારતમાં અપનાવવામાં આવેલી તકનીકી. માનવ-સ્વાસ્થ્ય, કૃષિવિજ્ઞાન, પશુપાલન, સજૈવ અણુઓનું ઉત્પાદન, પ્રદૂષણમુક્ત પર્યાવરણની જાળવણી જેવાં વિવિધ ક્ષેત્રોમાં જૈવ તકનીકી અગત્યની નીવડી છે. દૂધમાંથી પનીર અને માખણ જેવી ચીજોના નિર્માણથી માંડી ગુનામાં વિશિષ્ટ વ્યક્તિ અપરાધી હોવાની સાબિતી પુરવાર થાય…
વધુ વાંચો >માશેલકર, રઘુનાથ અનંત
માશેલકર, રઘુનાથ અનંત (જ. 1 જાન્યુઆરી 1943, માશેલ, ગોવા) : ભારતના અગ્રણી વૈજ્ઞાનિક, સાયન્ટિફિક ઍન્ડ ઇન્ડસ્ટ્રિયલ રિસર્ચ કાઉન્સિલના પૂર્વમહાસંચાલક, નૅશનલ કેમિકલ લૅબોરેટરીના પૂર્વસંચાલક તથા અમેરિકાની નૅશનલ અકાદમી ઑવ્ સાયન્સિઝના ફેલો. અત્યંત નિર્ધન પરિવારમાં જન્મ. નાનપણમાં છ વર્ષની ઉંમરે પિતાનું અવસાન થતાં માતાએ તેમનો ઉછેર કર્યો. માતા તદ્દન નિરક્ષર, છતાં રઘુનાથે…
વધુ વાંચો >મિસ્ત્રી, જયકિશન ફકીરભાઈ
મિસ્ત્રી, જયકિશન ફકીરભાઈ (જ. 7 એપ્રિલ 1931, લીલાપોર, જિ. વલસાડ) : વિશ્વવિખ્યાત સિંચાઈ તજ્જ્ઞ. અત્યંત ગરીબ પરિવારમાં જન્મ. ગામના રસ્તા પરની વીજળીના દીવાના અજવાળે માધ્યમિક શાળાનો અભ્યાસ પૂરો કર્યો. 1955માં તેમણે મુંબઈ યુનિવર્સિટીમાંથી ઇજનેરી વિદ્યાશાખાની સ્નાતકની પદવી પ્રથમ વર્ગમાં પ્રથમ આવીને વિશેષ યોગ્યતા સાથે મેળવી, તે પણ બબ્બે સુવર્ણચંદ્રકો સાથે.…
વધુ વાંચો >