Sanskrit literature

સૃષ્ટિ-સર્જન વિષયક પૌરાણિક કથાઓ

સૃષ્ટિ–સર્જન વિષયક પૌરાણિક કથાઓ : પુરાણોમાં આવતી સૃષ્ટિની ઉત્પત્તિ વિશેની કથાઓ. પૃથ્વીના નકશા ઉપર નજર નાખતાં જણાય છે કે એક કાળે બધા ભૂમિભાગો જોડાયેલા હશે. ધ્રુવનાં સ્થળો પણ બદલાઈ ચૂક્યાં છે. નૅશનલ જિયૉફિઝિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના પ્રાધ્યાપક ડૉ. જે. જી. નેગી અને તેમના શોધછાત્ર શ્રી આર. કે. તિવારીએ તારવ્યું છે કે…

વધુ વાંચો >

સેશ્વરવાદ

સેશ્વરવાદ : જુઓ ઈશ્વર.

વધુ વાંચો >

સોમસિદ્ધાંત

સોમસિદ્ધાંત : પ્રભાસપાટણમાં સોમશર્માએ પુનર્જીવિત કરેલી શૈવધર્મની એક શાખા. પુરાણોમાં સોમશર્મા રુદ્ર–શિવના સત્તાવીસમા અને લકુલીશ અઠ્ઠાવીસમા અવતાર તરીકે ઉલ્લેખાયા છે. કાલગણનાની દૃષ્ટિએ લકુલીશ(લગુડીશ)ના પિતામહ સોમશર્મા અને સોમસિદ્ધાંતના પ્રસારક સોમેશ્વર એક હોવાની સંભાવના છે. કુમારપાળના વલભી(સં. 850 : ઈ. સ. 1169)ના પ્રભાસપાટણના, ભીમદેવ બીજાના વેરાવળના અને વિષ્ણુગુપ્તના ચંદ્રેશ્વર(નેપાળ)ના શિલાલેખોમાં આ સંપ્રદાયનો…

વધુ વાંચો >

સોમેશ્વર

સોમેશ્વર : સોલંકીકાળના ગુજરાતી વિદ્વાન મહાકવિ. તેમનું વતન આનંદપુર એટલે વડનગર હતું. તેઓ વસિષ્ઠ ગોત્રના અને ગુલેચા કુળના હતા. તેમના પૂર્વજો અને તેઓ પોતે ગુર્જરેશ્વરના પુરોહિત હતા. સોલંકી વંશના સ્થાપક રાજા મૂળરાજ સોલંકીના રાજપુરોહિત સોલશર્મા સોમેશ્વરના પૂર્વજ હતા. સોલશર્માએ વાજપેય યજ્ઞ અને પ્રયાગમાં પિતૃપિંડદાન કરેલું. ઋગ્વેદના જ્ઞાતા અને સો યજ્ઞો…

વધુ વાંચો >

સોલોમન એસ્તેર

સોલોમન, એસ્તેર (જ. 11 મે 1927, રાજકોટ; અ. 29 જૂન 2005, અમદાવાદ) : સંસ્કૃતનાં વિદ્વાન પ્રાધ્યાપિકા. રાજકોટમાં વસતા એક યહૂદી કુટુંબમાં તેમનો જન્મ થયો હતો. માતાનું નામ મરિયમ અને પિતાનું નામ અબ્રાહમ સોલોમન. તેમને એક નાની બહેન હતી હાન્નાહ્. સંતાનમાં આ બે જ બહેનો. એસ્તેરે પ્રાથમિક શિક્ષણથી માંડીને એમ.એ. સુધીનું…

વધુ વાંચો >

સૌંદરનંદ

સૌંદરનંદ : સંસ્કૃત ભાષામાં રચાયેલું મહાકાવ્ય. બૌદ્ધ મહાકવિ અશ્વઘોષે રચેલું આ મહાકાવ્ય 18 સર્ગોનું બનેલું છે. તેમાં બુદ્ધના પિતરાઈ ભાઈ નંદના નિર્વાણની વાર્તા વર્ણવવામાં આવી છે. આ મહાકાવ્યના પ્રથમ સર્ગમાં આરંભમાં બુદ્ધને નમસ્કાર કરી કપિલવસ્તુ નગરીનું વર્ણન કરવામાં આવ્યું છે. એમાં શાસન કરતા શાક્ય વંશનું વર્ણન પણ છે. બીજા સર્ગમાં…

વધુ વાંચો >

સ્કન્દસ્વામી

સ્કન્દસ્વામી : ઋગ્વેદના એક પ્રાચીન ભાષ્યકાર. તેઓ ગુજરાતી હતા. તેમનું ભાષ્ય ઉપલબ્ધ ભાષ્યોમાં સર્વપ્રથમ છે; એટલું જ નહિ, પણ તે અત્યંત વિશદ હોઈને વૈદિક સાહિત્યમાં તેને આદરપૂર્ણ સ્થાન પ્રાપ્ત થયું છે. સ્કન્દસ્વામીનું ભાષ્ય ઋગ્વેદના અર્ધા ભાગ ઉપર જ એટલે કે ચાર અષ્ટક સુધીનું જ મળે છે. એટલા ભાગ ઉપર જ…

વધુ વાંચો >

સ્તોત્ર (વૈદિક અને કાવ્ય)

સ્તોત્ર (વૈદિક અને કાવ્ય) : પ્રાચીન ભારતમાં દેવ કે દેવીની સ્તુતિ કરતો કાવ્યપ્રકાર. સમરસતા : જેના વડે ઈશ્વરના મહિમાનું વર્ણન કરાય તે સ્તોત્ર, સ્તુતિ કે સ્તવન. તેમાં ઈશ્વરનું ગુણગાન કરીને કવિ પોતાના હૃદયની વ્યથા, વેદના અને આકાંક્ષા શ્રદ્ધાપૂર્વક વ્યક્ત કરે છે; જેને પ્રાર્થના કહે છે. તે દરેક ધર્મમાં હોય; પરંતુ…

વધુ વાંચો >

સ્ફોટ

સ્ફોટ : પાણિનીય વ્યાકરણશાસ્ત્રનો એક વાદ અથવા સિદ્ધાન્ત. પ્રાતિશાખ્ય ગ્રંથોમાં સ્ફોટની વાત આપી નથી. પાણિનિએ પણ સ્ફોટની વાત કરી નથી, પરંતુ પોતાની ‘અષ્ટાધ્યાયી’માં ‘સ્ફોટાયન’ નામના આચાર્યનો ઉલ્લેખ કર્યો છે. આથી ‘પદમંજરી’ના કર્તા હરદત્તે સ્ફોટનો સિદ્ધાંત સ્ફોટાયને સ્થાપ્યો છે એમ કહ્યું છે. સ્ફોટનો સિદ્ધાન્ત પાણિનીય ‘અષ્ટાધ્યાયી’માંથી અનુમિત કરવામાં આવ્યો છે. ભર્તૃહરિએ…

વધુ વાંચો >

સ્વભાવવાદ

સ્વભાવવાદ : પ્રાચીન ભારતીય તત્વજ્ઞાનનો એક સિદ્ધાન્ત. ‘શ્વેતાશ્વતરોપનિષદ’માં (1.2) કાલવાદ, યચ્છાવાદ આદિ સાથે સ્વભાવવાદનો ઉલ્લેખ છે. ‘સૂત્રકૃતાંગ’ની શીલાંકકૃત ટીકામાં (1.1.2.2), અશ્વઘોષરચિત ‘બુદ્ધચરિત’માં, આચાર્ય મલ્લવાદીકૃત ‘નયચક્ર’ તથા તેની સિંહસૂરિલિખિત વૃત્તિમાં, આચાર્ય હરિભદ્રસૂરિના ‘શાસ્ત્રવાર્તાસમુચ્ચય’માં અને ‘ષડ્દર્શનસમુચ્ચય’ની ગુણરત્ન-વિરચિત ‘તર્કરહસ્યદીપિકા’ ટીકામાં સ્વભાવવાદની સમજૂતી આપવામાં આવી છે. જૈન કર્તાઓએ જ ખાસ કરીને સ્વભાવવાદની નોંધ લીધી…

વધુ વાંચો >