Sanskrit literature
પાઠક જગન્નાથ
પાઠક, જગન્નાથ (જ. 1934, સહસરામ, બિહાર) : સંસ્કૃત ભાષાના બિહારી કવિ અને પંડિત. તેમના કાવ્યસંગ્રહ ‘કપિશાયની’ને 1981ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો. ‘કપિશાયની’ સંસ્કૃતમાં લખાયેલ મૌલિક રચના છે. તેમણે બનારસ હિંદુ યુનિવર્સિટીમાંથી 1965માં સંસ્કૃતમાં એમ.એ.ની અને 1968માં પીએચ.ડી.ની ડિગ્રી મેળવી. તેઓ અલ્લાહાબાદ ખાતેની ગંગામઠ ઝા સેન્ટ્રલ સંસ્કૃત વિદ્યાપીઠ…
વધુ વાંચો >પાણિનિ (ઈ. પૂ. ચોથી સદી)
પાણિનિ (ઈ. પૂ. ચોથી સદી) : સંસ્કૃત ભાષાના મહાન વ્યાકરણશાસ્ત્રી. પાણિનિ શલાતુર (હાલનું લાહોર) ગામમાં જન્મ્યા હોવાથી ‘શાલાતુરીય’ એવા નામે ઓળખાય છે. તેમની માતાનું નામ દાક્ષી હતું. ‘મહાભાષ્ય- પ્રદીપ’ ટીકાના લેખક કૈયટના મત મુજબ તેમના દાદાનું નામ ‘પણિન્’ અને તેમના પિતાનું નામ ‘પાણિન્’ હોવાથી તેમનું નામ ‘પાણિનિ’ પડેલું. ‘આહિક’ અને…
વધુ વાંચો >પારસ્કર ગૃહ્યસૂત્ર
પારસ્કર ગૃહ્યસૂત્ર : જુઓ કલ્પ.
વધુ વાંચો >પારાશર શ્યામદેવ
પારાશર, શ્યામદેવ (જ. 1922, સતનૌર, જિ. હોશિયાપુર, પંજાબ) : અનેક ભાષાઓના વિદ્વાન અને કવિ. તેમણે લખેલા તેમના સંસ્કૃત કાવ્યસંગ્રહ ‘ત્રિવેણી’ માટે 1997ના વર્ષનો સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો છે. તેમણે સંસ્કૃત વિષય સાથે એમ.એ. અને પીએચ.ડી.ની પદવી મેળવ્યા બાદ લગભગ 30 વર્ષ સુધી પંજાબની શાળા-કૉલેજોમાં અધ્યાપન કર્યું. તેઓ સંસ્કૃત, હિંદી, પંજાબી,…
વધુ વાંચો >પારિજાતનાટક (17મી સદી)
પારિજાતનાટક (17મી સદી) : કુમાર તાતાચાર્ય-રચિત સંસ્કૃત નાટક. તાંજોરના ગ્રંથાલયમાંથી મળેલ ગ્રંથ અને આંધ્રલિપિની બે પ્રતોને આધારે એનું સંપાદન દેવનાથાચારિયરે કર્યું છે. ભાગવત, હરિવંશ અને વિષ્ણુપુરાણને આધારે એનું કથાવસ્તુ ઘડાયું છે. કવિએ કરેલાં નાટકોચિત સુરેખ પરિવર્તનોને લીધે નાટકનો કાર્યવેગ અને રસ ચરમ કક્ષાએ પહોંચ્યાં છે. અન્વિતિ પણ મોટે ભાગે જળવાઈ…
વધુ વાંચો >પારિજાતહરણ (16મી સદી)
પારિજાતહરણ (16મી સદી) : શેષકૃષ્ણનું રચેલું ચંપૂકાવ્ય. શેષકૃષ્ણ શેષનરસિંહના પુત્ર હતા. તેઓ 16મી સદીના પૂર્વાર્ધમાં બનારસના રાજા ગોવિંદચન્દ્ર તાંડવના આશ્રયે રહ્યા હતા. શેષકૃષ્ણના શેષવીરેશ્વર અને શેષનારાયણ નામના બે પુત્રો હતા. જેમાં શેષવીરેશ્વર પંડિતરાજ જગન્નાથ, ભટ્ટોજિ દીક્ષિત અને અન્નંભટ્ટના ગુરુ હતા. શેષકૃષ્ણના સંરક્ષક સમ્રાટ અકબરના વિત્તમંત્રી ટોડરમલ હતા. તેમનું મૃત્યુ ઈ.…
વધુ વાંચો >પાર્વતીપરિણય (1400)
પાર્વતીપરિણય (1400) : વામનભટ્ટ બાણે રચેલું સંસ્કૃત નાટક. લેખક વત્સગોત્રના બાણભટ્ટ એવું નામ ધરાવતા હોવાથી કાદંબરીના લેખક બાણભટ્ટ મનાઈ ગયેલા. પાછળથી તેમને આ મહાન લેખકથી જુદા પાડવા વામન એવો શબ્દ ઉમેરવામાં આવ્યો. આ નાટક પાંચ અંકોનું બનેલું છે અને તેમાં શિવ-પાર્વતીનાં લગ્નની વાર્તા વર્ણવાઈ છે. પ્રસ્તાવનામાં નાંદી પછી નાટક અને…
વધુ વાંચો >પાંડવપુરાણ
પાંડવપુરાણ : પાંડવોની વાર્તા જૈન પરંપરા મુજબ વર્ણવતો ગ્રંથ. તે સંસ્કૃતમાં રચાયેલી કૃતિ છે. તેના કર્તા ભટ્ટારક શુભચન્દ્ર છે. તેઓ ભટ્ટારક વિજયકીર્તિના શિષ્ય અને જ્ઞાનભૂષણના પ્રશિષ્ય હતા. પોતાના શિષ્ય શ્રીપાલવર્ણીની સહાયથી શુભચન્દ્રે આ કૃતિની રચના વાગડ પ્રાન્તના સાગવાડા નગરના આદિનાથ મંદિરમાં રહીને વિક્રમસંવત 1608(ઈ. સ. 1552)ના ભાદ્રપદ માસની બીજના દિવસે…
વધુ વાંચો >પિળ્ળે પી. કે. નારાયણ
પિળ્ળે, પી. કે. નારાયણ (જ. 25 ડિસેમ્બર 1910, તિરુવલ્લા, કેરળ; અ. 20 માર્ચ, 1990) : કેરળના સંસ્કૃતના કવિ અને પંડિત. તેમને તેમની કૃતિ ‘વિશ્વભાનુ’ (મહાકાવ્ય) માટે 1982ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ આપવામાં આવ્યો હતો. તેમણે સંસ્કૃત અને મલયાળમમાં એમ.એ.ની ડિગ્રી પ્રથમ વર્ગમાં મેળવી. તે પછી 1944માં મુંબઈ યુનિવર્સિટીમાંથી સંસ્કૃતમાં…
વધુ વાંચો >પી. શ્રી રામચન્દ્રુડુ
પી. શ્રી રામચન્દ્રુડુ (જ. 24 ઑક્ટોબર 1927, ઇંદુપલ્લી, આંધ્રપ્રદેશ; અ. જૂન 2015, હૈદરાબાદ આંધ્રપ્રદેશ) : સંસ્કૃત વ્યાકરણ, વેદાંત અને અલંકારશાસ્ત્રના નિષ્ણાત. તેમને તેમના નિબંધસંગ્રહ ‘को वै रस:’ માટે 2001ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો હતો. તેમણે બનારસ હિંદુ યુનિવર્સિટીમાંથી અંગ્રેજી, હિંદી અને સંસ્કૃતમાં એમ.એ. અને ઓસ્માનિયા યુનિવર્સિટીમાંથી પીએચ.ડી.ની…
વધુ વાંચો >