Religious mythology

શિક્ષાપત્રી

શિક્ષાપત્રી : સ્વામિનારાયણ સંપ્રદાયનો પ્રધાન ગ્રંથ. સં. 1882ના મહા સુદ પાંચમે (વસંતપંચમીએ) ભગવાન સ્વામિનારાયણે (સહજાનંદ સ્વામીએ) સ્વયં શિક્ષાપત્રી લખી છે. શિક્ષાપત્રી સ્વામિનારાયણ સંપ્રદાયનું ધર્મશાસ્ત્ર છે. ભગવાન સ્વામિનારાયણે સર્વ ધર્મશાસ્ત્રોનો સાર શિક્ષાપત્રીમાં સુસ્પષ્ટપણે ગ્રથિત કર્યો છે. આથી આ ગ્રંથનું લાઘવસૂચક ‘શિક્ષાપત્રી’ એવું નામ અન્વર્થક છે. ભગવાન સ્વામિનારાયણે પોતાના આશ્રિત સત્સંગીઓને ઉદ્દેશીને…

વધુ વાંચો >

શિખર

શિખર : મંદિરના ગર્ભગૃહની ઉપર થતું શાસ્ત્રોક્ત બાંધકામ. શિખરોના બાંધકામના વૈવિધ્યને કારણે જુદી જુદી શિખરશૈલીઓ અસ્તિત્વમાં આવી. ભારતીય વાસ્તુવિદ્યાના ગ્રંથોમાં આ શૈલીઓનું વિવરણ જોવા મળે છે. આમાં મુખ્યત્વે નાગર અને દ્રાવિડ પણ ઓળખાય છે. તલમાનની ષ્ટિએ આ બે શૈલીઓ વચ્ચે ભાગ્યે શિખરશૈલીઓ જાણીતી છે. નાગરશૈલી ઉત્તરભારતીય શૈલી કે ઇન્ડો-આર્યન શૈલી…

વધુ વાંચો >

શિન્તો ધર્મ

શિન્તો ધર્મ : જાપાની પ્રજાનો પ્રાચીન ધર્મ. ‘શિન્તો’ મૂળ ચીની ભાષાનો શબ્દ છે. જેનો અર્થ ‘દેવોનો માર્ગ’ એવો છે. શિન્તો ધર્મનું જાપાની નામ કમી-નો-મીચી છે. ‘કમી’ એટલે દેવો અને ‘મીચી’ એટલે માર્ગ. ઈ. પૂ. છઠ્ઠા સૈકાથી ‘શિન્તો’ – એ નામ જાપાનના ધર્મને લગાડવામાં આવ્યું. જાપાનમાં ઈ. સ. 600થી તાઓ તેમજ…

વધુ વાંચો >

શિબિ

શિબિ : વેદોના સમયની એક જાતિ અને તે નામનું પ્રાચીન ગણરાજ્ય. ઘણુંખરું ઋગ્વેદના શિવ જાતિના લોકો, તે જ શિબિ હતા. તેમનું પાટનગર શિબિપુર પંજાબના ઝંગ (Jhang) જિલ્લામાં આધુનિક શોરકોટ હતું. શિબિઓ ઉશિનર લોકો સાથે ઘણો સંબંધ ધરાવતા હતા. ‘ઐતરેય બ્રાહ્મણ’માં શિબિઓના રાજા અમૃતતાપણનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. શિવપુરને શિબિપુર તરીકે…

વધુ વાંચો >

શિમૂક

શિમૂક : દક્ષિણ હિંદની આંધ્ર જાતિના સાતવાહન રાજવંશનો સ્થાપક અને પ્રથમ રાજવી. કણ્વ વંશના છેલ્લા રાજવી સુશર્મનને હરાવીને શિમૂકે દક્ષિણ હિંદમાં પોતાના સાતવાહન કુળના રાજવંશની સ્થાપના ઈ. પૂ. 30માં કરી હતી. અભિલેખોમાં એનો ઉલ્લેખ ‘શિમૂક’ તરીકે, જ્યારે પુરાણોમાં એનો ઉલ્લેખ ‘શિશૂક’ ‘શિપ્રક’ અને ‘સિન્ધુક’ તરીકે થયેલો છે. નાનાઘાટ, નાસિક, સાંચી…

વધુ વાંચો >

શિયા

શિયા : ઇસ્લામ ધર્મનો સંપ્રદાય. મુસલમાનોમાં એક પેટાવિભાગ (ફિરકો) શિયા નામથી ઓળખાય છે અને શિયા ફિરકાના પણ બીજા અનેક પેટાવિભાગો છે. આ પેટાવિભાગોમાં બાર ઇમામોને માનનારો ઇસ્ના અશરિયા ફિરકો સૌથી મોટો છે. બીજો મહત્વનો પેટાવિભાગ ઇસ્માઇલી શિયાઓનો છે જે સાત ઇમામોને માને છે. અરબી ભાષામાં ‘શિયા’નો અર્થ ‘ટેકેદાર’, ‘પક્ષકાર’ (supporter)…

વધુ વાંચો >

શિવ

શિવ : હિંદુ ધર્મના એક દેવ. ‘મહાદેવ’, ‘શંકર’, ‘શંભુ’, ‘ઈશ્વર’ જેવાં તેમનાં અન્ય નામો છે. તેઓ રુદ્ર રૂપે સૃષ્ટિસંહારનું મૂર્તિમંત સ્વરૂપ મનાય છે. ત્રિદેવની કલ્પનામાં બ્રહ્માને સૃષ્ટિના સર્જક, વિષ્ણુને સૃષ્ટિના પાલક તથા શિવ કે રુદ્રને સૃષ્ટિના સંહારક માનવામાં આવ્યા છે. વેદોમાં ‘શિવ’ નામ પ્રાપ્ત થતું નથી. જોકે ‘રુદ્ર’ માટે ‘શિવ’…

વધુ વાંચો >

શિવાનંદ સ્વામી

શિવાનંદ સ્વામી (જ. 8 સપ્ટેમ્બર 1887, પટ્ટામડાઈ; અ. 14 જુલાઈ 1963, હૃષીકેશ) : આધ્યાત્મિક સાધક અને ‘દિવ્ય જીવન સંઘ’ના સ્થાપક. શિવાનંદ સ્વામીનું મૂળ નામ કુપ્પુસ્વામી અય્યર. તેમનો જન્મ તમિલનાડુના તેરૂનેલવેલી નજીક પટ્ટામડાઈ ગામમાં બ્રાહ્મણ કુટુંબમાં થયો હતો. માતાનું નામ પાર્વતી અમ્મલ અને પિતાનું નામ વેંગુ અય્યર. પિતા ભગવાન શંકરના ભક્ત.…

વધુ વાંચો >

શિંગણાપુર-શનૈશ્ચર

શિંગણાપુર-શનૈશ્ચર : મહારાષ્ટ્ર રાજ્યના ઔરંગાબાદથી આશરે 72 કિમી. જેટલા અંતરે અહમદનગર જિલ્લાના નેવાસા તાલુકામાં આવેલું નાનકડું ગામ. આ ગામ નાનું છે પરંતુ ભારતમાં તે શનિદેવની અસીમ કૃપાના ભંડાર સમું ચમત્કારપૂર્ણ બની રહેલું છે. અહીં મંદિરના આવરણ વિના માત્ર એક ચબૂતરા પર શનિદેવની પૂર્ણ કદની, 1.72 મીટર ઊંચી તથા 45 સેમી.…

વધુ વાંચો >

શીખ ધર્મ

શીખ ધર્મ : શીખ એટલે શિષ્ય. ‘સિક્ખ’ શબ્દ સંસ્કૃત ‘શિષ્ય’ ઉપરથી ઊતરી આવેલો છે. કેટલાક માને છે કે પાલિ ‘સિખ’ (પસંદ કરેલા) પરથી એ બન્યો છે. – ઈશ્વરે પસંદ કરેલો, ભગવાનનો પોતાનો, ગુરુ ગોવિંદસિંહે ‘ખાલસા’ નામ આપ્યું – તેનો પણ આવો જ અર્થ ઘટાવી શકાય. ‘ખાલસા’ શબ્દ મૂળ ફારસી ‘ખાલીસહ’…

વધુ વાંચો >