Religious mythology

વિષ્ણુપુરાણ

વિષ્ણુપુરાણ : પ્રાચીન ભારતીય પુરાણસાહિત્યનાં મુખ્ય 18 પુરાણોમાંનું એક. પૌરાણિક કથાઓ અને પુરાણનાં લક્ષણોના ઘડતરની દૃષ્ટિએ આ પુરાણ રસપ્રદ છે. મ. સ. યુનિવર્સિટી, વડોદરાના પ્રાચ્ય વિદ્યામંદિરે મહાભારત-રામાયણની સમીક્ષિત આવૃત્તિની પરંપરાને અનુસરી વિષ્ણુપુરાણની સમીક્ષિત આવૃત્તિ તૈયાર કરી છે. વિષ્ણુપુરાણ છ અંશોમાં વિભક્ત છે : પ્રથમ અંશના બાવીસ અધ્યાયોમાં ગ્રંથનો ઉપોદ્ઘાત, સાંખ્યાનુસાર…

વધુ વાંચો >

વિષ્ણુસહસ્રનામ

વિષ્ણુસહસ્રનામ : મહાભારતમાં રજૂ થયેલું હિંદુ ધર્મનું એક અતિપ્રસિદ્ધ સ્તોત્ર. મહાભારતના અનુશાસનપર્વમાં આ પ્રસંગ છે : ભીષ્મ બાણશય્યા પર સૂતેલા છે. યુધિષ્ઠિર એમની પાસે આવે છે. તેઓ પોતાના ચિત્તનું સમાધાન કરવા છ પ્રશ્નો કરે છે. તેમાં છેલ્લો આ પ્રમાણે છે : ‘કોનો જાપ કરવાથી મનુષ્ય જન્મ અને સંસારનાં બંધનોથી છૂટી…

વધુ વાંચો >

વિષ્ણુસ્વામી

વિષ્ણુસ્વામી : દ્વૈતવાદી વૈષ્ણવ અને ભક્તિમાર્ગી સંત. કૃષ્ણભક્તિના સંદર્ભમાં બે પ્રકારના ભક્તિમાર્ગીઓ ઉલ્લેખનીય છે : 1. કૃષ્ણ-રુક્મિણીના ભક્તો અને 2. કૃષ્ણ-રાધાના ભક્તો. જ્ઞાનેશ્વર, નામદેવ, એકનાથ અને તુકારામ જેવા મહારાષ્ટ્રના સંતો પહેલા પ્રકારમાં આવે છે, જ્યારે જેમના દ્વારા અન્ય પ્રદેશોમાં વિવિધ પંથો સ્થપાયા તે નિમ્બાર્ક, વિષ્ણુસ્વામી, વલ્લભાચાર્ય અને શ્રી ચૈતન્ય મહાપ્રભુ…

વધુ વાંચો >

વિહાર (વિભાવના)

વિહાર (વિભાવના) : બૌદ્ધ ભિક્ષુઓનું નિવાસસ્થાન. ‘વિહાર’ શબ્દનો એક અર્થ થાય છે ‘એક સ્થળેથી બીજે સ્થળે જવું’ અને બીજો અર્થ થાય છે ‘નિવાસસ્થાન’. આજનું ‘બિહાર’ રાજ્ય એ શબ્દ બૌદ્ધ ‘વિહાર’ સાથે સંબંધિત છે. બુદ્ધપદ પ્રાપ્ત કર્યા પછી ગૌતમબુદ્ધે ધર્મ-ચક્ર-પ્રવર્તનને માટે ઉરૂવેલા (બોધિગયા), ઋષિપત્તન (સારનાથ), રાજગૃહ, કપિલવસ્તુ, શ્રાવસ્તી, વૈશાલી વગેરે સ્થળોએ…

વધુ વાંચો >

વિંદ

વિંદ : કેકય નરેશ જયસેનનો પાટવી કુંવર. વસુદેવની બહેન રાધિકાદેવીનાં લગ્ન જયસેન સાથે થયાં હતાં. એને વિંદ અને અનુવિંદ નામે બે પુત્રો અને મિત્રવિંદા નામે એક પુત્રી હતાં. વિંદા જરાસંધ અને દુર્યોધનનો પક્ષ ધરાવતો હતો અને તે પોતાની બહેન મિત્રવિંદાને દુર્યોધન વેરે પરણાવવા માગતો હતો. મિત્રવૃંદાને શ્રીકૃષ્ણ પ્રત્યે આકર્ષણ હોવાથી…

વધુ વાંચો >

વીરભદ્ર

વીરભદ્ર : શિવનો મુખ્ય ગણ અને સેનાપતિ. શિવના સસરા દક્ષે યજ્ઞ કર્યો જેમાં શિવ અને સતીને નિમંત્રણ અપાયું નહિ આથી અપમાનિત થવાથી ક્રોધે ભરાયેલા શિવે પોતાની જટા પછાડી જેનાથી વીરભદ્ર પ્રગટ થયા. શિવના આદેશથી વીરભદ્રે પણ  દક્ષના યજ્ઞનો ધ્વંશ કર્યો અને ઉપસ્થિત થયેલા ઋષિઓ વગેરેની પણ દુર્દશા કરી. યજ્ઞ ધ્વંસ…

વધુ વાંચો >

વીરશૈવ દર્શન

વીરશૈવ દર્શન : દક્ષિણમાં કલ્યાણના રાજા બિજ્જલ કે વિજ્જલ(ઈ. સ. 1157-1167)ના મંત્રી આચાર્ય બસવે સ્થાપેલ સંપ્રદાય જે લિંગાયતને નામે પ્રસિદ્ધ થયેલો તેનું ‘શક્તિવિશિષ્ટાદ્વૈત’ દર્શન. આચાર્ય બસવ અને તેમના સમકાલીન રામય્યા તેમજ બીજા આચાર્યોએ વીરશૈવ સંપ્રદાયના વિકાસમાં મહત્વનો ફાળો આપ્યો હતો. બસવે આ સંપ્રદાયના આચાર અને સિદ્ધાંતને વ્યવસ્થિત સ્વરૂપ આપી એના…

વધુ વાંચો >

વેદાંત દેશિકાર

વેદાંત દેશિકાર (જ. 1269, થુપ્પુલ, કાંચિવરમ્, તમિલનાડુ; અ. 1369) : દક્ષિણ ભારતમાં વૈષ્ણવ સંપ્રદાયના એક મહાન આચાર્ય. તેમના જન્મ સમયે તેમને વેંકટનાથન્ નામ આપવામાં આવ્યું. 20 વર્ષની વય સુધીમાં તેમણે તમામ શાસ્ત્રો અને કલામાં પારંગતતા પ્રાપ્ત કરી તથા તમિળ અને સંસ્કૃત એમ બંને ભાષામાં તત્કાળ કાવ્યરચના કરવાની ક્ષમતા મેળવી. તેમની…

વધુ વાંચો >

વૈદિક ભૂગોળ

વૈદિક ભૂગોળ : વેદકાલીન ભૌગોલિક માહિતી. વેદ ભારતીય સંસ્કૃતિના પ્રાચીન ગ્રંથો છે. વેદનાં સ્વરૂપ, મહત્વ અને સિદ્ધાંતોની જાણકારી મેળવવી એ પ્રત્યેક ભારતીય નાગરિકની ફરજ લેખાય છે. વેદો ભારતીય સંસ્કૃતિના સ્રોત છે. વેદોમાં સાહિત્ય, વિજ્ઞાન, ઇતિહાસ, રાજનીતિ, ભૂગોળ વગેરે અનેક વિષયોનું વર્ણન જોવા મળે છે. વૈદિક યુગની ભૌગોલિક બાબતોથી સામાન્ય જનસમાજ…

વધુ વાંચો >

વૈદ્યનાથ (જ્યોતિર્લિંગ)

વૈદ્યનાથ (જ્યોતિર્લિંગ) : બિહારમાં સંથાલ પરગણામાં આ દ્વાદશ જ્યોતિર્લિંગ પૈકીનું એક જ્યોતિર્લિંગ. 51 શક્તિપીઠોમાં પણ આ સ્થાનની ગણના છે. અહીં સતીનું હૃદય પડેલું હોવાનું મનાય છે. આ મહાદેવનું એક નામ દેવધર પણ છે. રાવણ દ્વારા લવાયેલ શિવલિંગ વૈદ્યનાથ મહાદેવના મંદિરમાં સ્થાપિત છે. આ મંદિરના પરિસરમાં બીજાં 21 મંદિરો આવેલાં છે…

વધુ વાંચો >