Religious mythology
બલભદ્રપુરાણ
બલભદ્રપુરાણ : જૈનોનું પુરાણ. દિગંબર જૈનોનાં આગમોનાં ચાર જૂથમાંના પ્રથમાનુયોગમાં આવતાં પાંચ પુરાણોમાંનું એક. તેમાં જૈન રામકથા કહેલી હોવાથી અને રામને જૈનો ‘પદ્મ’ કહેતા હોવાથી આનું પ્રચલિત નામ ‘પદ્મપુરાણ (પઉમપુરાણ)’ છે; જોકે પુષ્પિકાઓમાં ‘બલહદ્દ પુરાણ’ એવું સ્પષ્ટ લખ્યું છે. જૈન પરંપરામાં રામ આઠમા બલભદ્ર ગણાતા હોવાથી આ નામ યથાર્થ છે.…
વધુ વાંચો >બલરામ
બલરામ : મહાભારતનું પાત્ર. તેઓ શ્રીકૃષ્ણના મોટાભાઈ અને વસુદેવ–દેવકીના સાતમા પુત્ર; પરંતુ કંસથી બચાવવા માટે, ગોકુળમાં રહેતી વસુદેવ-પત્ની રોહિણીના ગર્ભમાં તેમને સંક્રાન્ત કરવામાં આવ્યા હતા. તેમનો ઉછેર વ્રજ–વૃંદાવનમાં થયો હતો, જ્યાં તેમણે ધેનુક–પ્રલંબ જેવા દાનવોને હણ્યા હતા. શાસ્ત્રાધ્યયન માટે, સાંદીપનિના આશ્રમમાં પણ કૃષ્ણ સાથે તેઓ રહ્યા હતા. ‘બલરામ’ નામકરણની પાછળ…
વધુ વાંચો >બલિ
બલિ : ભારતીય પૌરાણિક પરંપરાનો પ્રસિદ્ધ દૈત્યરાજ. તે પ્રહલાદનો પૌત્ર અને વિરોચનનો પુત્ર હતો. તેની પત્નીનું નામ વિન્ધ્યાવલી હતું. ઉગ્ર તપસ્યા કરીને પ્રાપ્ત કરેલી શક્તિ વડે તેણે ઇંદ્રને પરાજિત કરી ત્રિલોક પર પ્રભુત્વ સ્થાપ્યું હતું અને એના ઉપલક્ષ્યમાં નર્મદાકાંઠે ભૃગુક્ષેત્રમાં અશ્વેમેધ યજ્ઞનું આયોજન કરી તે નિમિત્તે દાન દેવાનું શરૂ કર્યું.…
વધુ વાંચો >બહાઈ પંથ
બહાઈ પંથ : ઈરાન-ઇરાકમાં ઇસ્લામમાંથી અલગ પડીને સ્થપાયેલો એક પંથ. મૂળમાં બાબી પંથ તરીકે ઓળખાતો આ પંથ મહાત્મા બહાઉલ્લાહે (1817–1892) દેશવિદેશમાં તેનો પ્રચાર કર્યો તે કારણે તેમના નામ પરથી ‘બહાઈ પંથ’ તરીકે ઓળખાયો. ‘બહાઉલ્લાહ’ એ નામ નથી, પણ ઉપાધિ છે, જેનો અર્થ થાય છે ‘ઈશ્વરની જયોતિ’. ‘બહા’ (જ્યોતિ) પરથી ‘બહાઈ’…
વધુ વાંચો >બહિણાબાઈ
બહિણાબાઈ (જ. 1629, દેવગાવ; અ. 1700) : સત્તરમી સદીનાં મરાઠીનાં પારંપરિક સંત કવયિત્રી. પિતાનું નામ આઊજી અને માતાનું નામ જાનકી. પિતા વતન દેવગાવના મહેસૂલ-અધિકારી હતા. દેવું કરવાના ગુના હેઠળ તેમને જેલવાસ ભોગવવો પડ્યો હતો, પરંતુ એક રાત્રે તેઓ જેલમાંથી નાસી છૂટ્યા હતા અને રહિમતપુર ખાતે બે વર્ષ ભૂગર્ભ અવસ્થામાં રહ્યા…
વધુ વાંચો >બાઇબલ
બાઇબલ : ખ્રિસ્તીઓનો ધર્મગ્રંથ. પૂરું નામ ‘હોલી બાઇબલ’ એટલે કે પવિત્ર શાસ્ત્ર. ગ્રીક ભાષાના તેના મૂળ શબ્દનો અર્થ ‘પોથીસંગ્રહ’ એવો થાય છે. બાઇબલ કુલ 73 નાનામોટા ગ્રંથોનો સમૂહ છે. તેના બે મુખ્ય ગ્રંથો ‘જૂનો કરાર’ (Old Testament) અને ‘નવો કરાર’ (New Testament) છે. લખાણ અધ્યાય તથા કાવ્યપંકિતઓમાં છે. જૂનો કરાર…
વધુ વાંચો >બાતિની (બાતિનિયા)
બાતિની (બાતિનિયા) : શિયાપંથી મુસ્લિમોમાંથી ‘ઇસ્માઇલીઓ’ કહેવાતો એક સમૂહ. બાતિની અરબી ભાષાનો શબ્દ છે; તે ‘બાતિન’ ઉપરથી બન્યો છે. તેનો અર્થ આત્મા થાય છે. કેટલાક ઇસ્માઇલી શિયાઓ પવિત્ર કુરાન તથા પયગંબર સાહેબનાં પવિત્ર વચનો(હદીસ)ના આંતરિક અર્થ ઉપર ભાર મૂકતા હતા તેથી તેઓ ‘બાતિની’ કહેવાયા. જે વ્યક્તિ કુરાન તથા હદીસના બાહ્ય…
વધુ વાંચો >બાપ્ટિસ્ટ્રી
બાપ્ટિસ્ટ્રી : ખ્રિસ્તી ધર્મદીક્ષાના સંસ્કારો (બાપ્ટિઝમ) આપવાની વિધિ માટે વપરાતું મકાન. ઘણી વાર આ મકાન ચર્ચનો અંતર્ગત ભાગ હોય છે. ધર્મના જે પંથોમાં આખા શરીરને પાણીમાં બોળીને દીક્ષા આપવી જરૂરી હોય છે તે પંથોના ચર્ચમાં નેવને ટ્રાન્સેપ્ટ્સ જ્યાં છેદે ત્યાંથી શરૂ કરીને પૂર્વમાં વેદિ (alter) સુધીના ભૂતળ (chancel floor) નીચે…
વધુ વાંચો >બાપ્તિસ્મા
બાપ્તિસ્મા : ખ્રિસ્તી ધર્મમાં પ્રવેશવા માટેનો સ્નાનવિધિ. ‘બાપ્તિસ્મા’ શબ્દ મૂળ ગ્રીકમાંથી આવેલ છે અને ગ્રીકમાં એનો અર્થ ‘સ્નાન’ થાય છે. તેથી બાપ્તિસ્મા એટલે ‘સ્નાનસંસ્કાર’. આ સંસ્કાર સ્વીકાર્યાથી ભક્ત ખ્રિસ્તી ધર્મસંઘમાં પ્રવેશ પામે છે. ખ્રિસ્તી ધર્મસંઘમાં કુલ 7 સંસ્કારો છે, તેમાંનો સૌથી પહેલો તે સ્નાનસંસ્કાર. આ સંસ્કાર સ્વીકાર્યા પછી જ ખ્રિસ્તી…
વધુ વાંચો >બાબિઝમ
બાબિઝમ : શીરાઝ(ઈરાન)ના મીરઝા અલી મહંમદે સ્થાપેલ ધાર્મિક જૂથ. 1844માં તેમણે જાહેરાત કરી કે તેમની બાબ તરીકે દૈવી પસંદગી થઈ છે. આ પદવીનો અર્થ ‘જ્ઞાનનું દ્વાર’ એવો થતો હતો. મોટાભાગના લોકોના મનમાં એવી છાપ ઊભી થઈ કે શીરાઝના વતની મહંમદને પયગંબર મહંમદને થયેલા જ્ઞાન કરતાંય ચડિયાતું જ્ઞાન પ્રાપ્ત થયું છે…
વધુ વાંચો >