Religious mythology
પારસીઓનો કાયદો
પારસીઓનો કાયદો : જરથોસ્તી ધર્મના અનુયાયીઓ એટલે કે પારસીઓના સમાજમાં લગ્ન, લગ્નવિચ્છેદ, ઉત્તરાધિકાર આદિ બાબતોનું નિયમન કરતો કાયદો. તેમનાં ધર્મ, વતન અને પરંપરા પ્રમાણે તેમાં જરથોસ્તી સમાજની વિશેષતાઓ જોવા મળે છે. તે ‘પારસી લગ્ન અને લગ્નવિચ્છેદ ધારો 1936’ એ નામે ઓળખાય છે. જમ્મુ અને કાશ્મીર રાજ્યના વિસ્તાર સિવાયના દેશના અન્ય…
વધુ વાંચો >પાર્વતી
પાર્વતી : હિંદુ ધર્મ-પુરાણઅનુસાર હિમાલય પર્વતની પુત્રી અને શિવની પત્ની. પાર્વતી તે પૂર્વજન્મમાં, બ્રહ્માના માનસપુત્ર દક્ષ-પ્રજાપતિનાં પુત્રી સતી. સંહારના દેવ તરીકે શંકર પ્રત્યે દક્ષને પહેલેથી જ તિરસ્કાર હતો અને પોતાની ઇચ્છા વિરુદ્ધ સતી શંકરને પરણ્યાં, તેથી તે દુર્ભાવ દૃઢતર બન્યો. પોતે આરંભેલા મહાયજ્ઞમાં દક્ષે, એકમાત્ર મહાદેવ સિવાય, સહુને નિમંત્ર્યા. પિતાને…
વધુ વાંચો >પાર્શ્વનાથ
પાર્શ્વનાથ (જ. ઈ. પૂ. 877, વારાસણી; અ. ઈ. પૂ. 777, બિહાર) : જૈનોના તેવીસમા તીર્થંકર. તેમની માતા વામાદેવી હતાં અને પિતા કાશી રાજ્યના રાજા અશ્ર્વસેન હતા. તે ઉરગવંશના કાશ્યપ ગોત્રના હતા. આર્યેતર વ્રાત્યક્ષત્રિયોની નાગજાતિની સંભવત: એક શાખા ઉરગવંશ હતી. નાની વયમાં જ પાર્શ્ર્વે પોતાના પરાક્રમ અને વીરત્વનો પરિચય કરાવી દીધો…
વધુ વાંચો >પાર્શ્વનાથ (મૂર્તિવિધાન)
પાર્શ્વનાથ (મૂર્તિવિધાન) : ત્રેવીસમા તીર્થંકર પાર્શ્વનાથ જૈન ધર્મના સૌથી મોટા તીર્થંકરોમાંના એક છે. એમની મૂર્તિઓ લગભગ દરેક દેરાસરમાં દૃષ્ટિગોચર થાય છે. પૂજન માટેની ધાતુમૂર્તિઓ તો સેંકડોની સંખ્યામાં પ્રાપ્ત થાય છે. એમાં પરિકરયુક્ત બેઠેલી એટલે કે આસનસ્થ અન પરિકર સહિત કે પરિકર –રહિત પણ સર્પના છત્રવટાવાળી કાયોત્સર્ગ મુદ્રામાં ઊભેલી પ્રતિમાઓ પણ…
વધુ વાંચો >પાર્શ્વયક્ષ (ધરણેન્દ્ર) (મૂર્તિવિધાન)
પાર્શ્વયક્ષ (ધરણેન્દ્ર) (મૂર્તિવિધાન) : 23મા તીર્થંકર પાર્શ્વનાથનો યક્ષ. આ યક્ષ સમગ્ર યક્ષસૃષ્ટિમાં મહત્વનું સ્થાન ધરાવે છે. શ્વેતાંબર અને દિંગબર બંને સંપ્રદાયો પ્રમાણે તેનું પ્રતીક સર્પ અને સર્પની ફણાનું છત્ર છે. કૂર્મ તેનું વાહન છે. શ્વેતાંબર પ્રમાણે તેના ચાર હાથમાં નકુલ, સર્પ, બિજોરું અને સર્પ હોય છે. દિગંબર પ્રમાણે સર્પ, પાશ…
વધુ વાંચો >પાશુપત સંપ્રદાય
પાશુપત સંપ્રદાય : શૈવ ધર્મની મુખ્ય શાખા. પાશુપત (માહેશ્વર) સંપ્રદાયના સ્થાપક તરીકે શ્રીકંઠનો ઉલ્લેખ મળે છે. એમાંથી કાલાંતરે લકુલીશ અને વીરશૈવ જેવી કેટલીક શાખાઓ નીકળી. એમાં લકુલીશે જે શાખા શરૂ કરી તે જતે દિવસે ‘લકુલીશ પાશુપત સંપ્રદાય’ને નામે ઓળખાઈ. પાશુપત સંપ્રદાયના અનુયાયીઓ શિવને લિંગસ્વરૂપે પૂજે છે, પરંતુ વિષ્ણુથી શાપિત ભૃગુએ…
વધુ વાંચો >પાંડરા
પાંડરા : ચોથા ધ્યાની બુદ્ધ અમિતાભની બુદ્ધશક્તિ. જેમ ધ્યાની બુદ્ધ અમિતાભને વર્તમાન કલ્પના અધિષ્ઠાતા માનવામાં આવે છે તેમ તેની બુદ્ધશક્તિ પાંડરાને વર્તમાન કલ્પની અધિષ્ઠાત્રી માનવામાં આવે છે. તે રક્તવર્ણની, એક મુખવાળી અને દ્વિભુજ છે. જમણો હાથ લટકતો અને ડાબો હાથ અભય મુદ્રામાં છે. બંને હાથમાં કમળ ધારણ કરેલાં છે. મસ્તકે…
વધુ વાંચો >પાંડુ
પાંડુ : મહાભારતનું એક પ્રસિદ્ધ પાત્ર. યુધિષ્ઠિર વગેરે પાંચ ભાઈઓ પાંડુના પુત્રો હોવાથી ‘પાંડવો’ કહેવાયા. હસ્તિનાપુરના રાજા શાંતનુ યમુનાતીરના ધીવરરાજની પુત્રી મત્સ્યગંધાને પરણ્યા. તેના બે પુત્રોમાંથી મોટા ચિત્રાંગદનું યુદ્ધમાં મૃત્યુ થયું. નાના પુત્ર વિચિત્રવીર્યનો રાજ્યાભિષેક કર્યા પછી, પુત્રીઓ માટે કાશીરાજે યોજેલા સ્વયંવરમાંથી એ ત્રણેયને ભીષ્મ, વિચિત્રવીર્ય માટે, અપહરણ કરીને લઈ…
વધુ વાંચો >પિંડારક
પિંડારક : ગુજરાતનું પ્રાચીન તીર્થધામ અને લઘુ બંદર. તે સૌરાષ્ટ્રના જામનગર જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં કચ્છના અખાતના દક્ષિણ કાંઠે આજના દ્વારકા નગરથી 28 કિમી. દૂર આવેલ છે. કચ્છના અખાતના પ્રવેશદ્વાર નજીક આવેલા શંખોદ્ધર બેટની બરોબર સામે આવેલ આ તીર્થધામ તાલુકામથક કલ્યાણપુરથી 26 કિમી. દૂર 22o 15′ ઉ. અ. અને 69o 15′…
વધુ વાંચો >પીપાજી (14મી સદીનો ઉત્તરાર્ધ)
પીપાજી (14મી સદીનો ઉત્તરાર્ધ) : રામાનંદની શિષ્યપરંપરાના સંત. કબીર અને રૈદાસે પણ એમનો ઉલ્લેખ કરેલો છે. ભક્તમાલના ટીકાકાર પ્રિયદાસે ‘પીપાજી કી કથા’ નામે કાવ્ય લખીને પીપાજીના જીવન વિશે માહિતી આપી છે. તેઓ ગાગારૌનગઢ()ના ખીમી ચૌહાણ વંશના ચોથા રાજા હતા. મૂળમાં તેઓ શાક્ત ધર્મના પાલક અને કાલીના પૂજક હતા. એક વાર…
વધુ વાંચો >