Religious mythology

કરબલા

કરબલા : મુસ્લિમોનું – વિશેષ કરીને શિયા પંથીઓનું પવિત્ર સ્થળ. ભૌગોલિક સ્થાન : 32o 36′ ઉ. અ. અને 44o 02′ પૂ. રે. અર્વાચીન ઇરાકમાં બગદાદથી નૈર્ઋત્ય ખૂણે આશરે એકસો કિલોમિટર દૂર સીરિયાના રણને છેડે અને ફુરાત નદીના કાંઠે વસેલું કરબલા નામના પ્રાંતનું મુખ્ય શહેર. ત્યાં હજરત મહંમદ પેગમ્બર સાહેબના દોહિત્ર…

વધુ વાંચો >

કરામિતા (પંથ)

કરામિતા (પંથ) : મુસ્લિમોના શિયા પંથના એક પેટા-પંથનો ઉપપેટા-પંથ. અબ્દુલ્લા નામના એક ઇસ્માઇલી પ્રચારકે ઇરાકના હમ્દાન કરમત નામના એક કિસાનને નવમી સદીમાં પોતાના પંથના પ્રચારક તરીકે તૈયાર કર્યો હતો. આ કરમતે એક નવા સામાજિક-ધાર્મિક પંથની શરૂઆત કરી હતી. તેના અનુયાયીઓ કરામિતા (‘કરમત’નું બહુવચન) કહેવાય છે. આ પંથની પ્રવૃત્તિઓ સ્થાનિક ખેડૂતો…

વધુ વાંચો >

કર્ણ

કર્ણ : વ્યાસકૃત મહાકાવ્ય ‘મહાભારત’નું એક પાત્ર. કુંતીનો સૂર્યથી ઉત્પન્ન પુત્ર. એકાન્તિક સૂર્યભક્ત. સૂત અધિરથ અને તેની પત્ની રાધાએ પુત્ર તરીકે ઉછેર્યો. દુર્યોધનનો ગાઢ મિત્ર અને મંત્રી. સુવર્ણના તાડ જેવો ઊંચો, સિંહ જેવો પ્રતિભાશાળી, દાનવીર, પરાક્રમી અને તેજસ્વી. કુંતીએ પિતૃગૃહે દુર્વાસાની પરિચર્યા કરી. પ્રસન્ન દુર્વાસાએ વશીકરણ-મંત્ર આપ્યો. કુંતીએ મંત્રની પ્રતીતિ…

વધુ વાંચો >

કર્દમ

કર્દમ : એક પ્રજાપતિ. પિતાનું નામ કીર્તિભાનુ અને પુત્રનું નામ અનેગ હતું. બ્રહ્મની છાયામાંથી કર્દમની ઉત્પત્તિ મનાય છે. કર્દમનાં લગ્ન સ્વાયંભુવ મનુની પુત્રી દેવહૂતિ સાથે થયાં હતાં, દેવહૂતિએ કપિલમુનિને જન્મ આપેલો. આ કપિલમુનિ સાંખ્યદર્શનના રચયિતા હતા. કહેવાય છે કે આવો સમર્થ પુત્ર પ્રાપ્ત કરવા માટે કર્દમ ઋષિએ વર્ષો સુધી વિકટ…

વધુ વાંચો >

કર્મપ્રકૃતિ

કર્મપ્રકૃતિ : જૈન મત અનુસાર કર્મનું સ્વરૂપ. જૈન કર્મશાસ્ત્રમાં ‘કર્મ’ એટલે કે મનુષ્યની પ્રવૃત્તિના આઠ પ્રકારો છે : 1. જ્ઞાનાવરણ, 2. દર્શનાવરણ, 3. વેદનીય, 4. મોહનીય, 5. આયુ, 6. નામ, 7. ગોત્ર અને 8. અંતરાય. જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મોહનીય અને અંતરાય એ ચાર ઘાતી કર્મો છે. એમને લીધે આત્માના ચાર મૂલ…

વધુ વાંચો >

કર્મયોગ (ભગવદગીતા)

કર્મયોગ (ભગવદગીતા) : સ્વધર્મને નક્કી કરવાની અને તેને બજાવતાં બંધનમુક્ત રહેવાની યુક્તિ કે કુશળતા. સ્વજનોનો નાશ કરવાનો હોવાથી ભયંકર લાગતા યુદ્ધકર્મથી નિવૃત્ત થવા ઇચ્છતા અર્જુનને ભગવદગીતામાં શ્રીકૃષ્ણે યુદ્ધકર્મમાં પ્રવૃત્ત થવાનો ઉપદેશ આપ્યો અને કહ્યું કે ‘તું યોગમાં રહીને કર્મ કર.’ યોગની સમજૂતી આપતાં ત્યાં જણાવ્યું કે સિદ્ધિ અને અસિદ્ધિ –…

વધુ વાંચો >

કર્મસિદ્ધાન્ત

કર્મસિદ્ધાન્ત : કર્મનું ફળ ભોગવવું જ પડે છે એ તથ્યને આધારે નિષ્પન્ન થયેલો સિદ્ધાન્ત. કર્મ અને તેનું ફળ એ કાર્યકારણ-સંબંધ અટલ છે. આ કાર્યકારણ-સંબંધ તર્કાશ્રિત છે. ચાર્વાક સિવાયનાં સર્વ ભારતીય દર્શનો – અનાત્મવાદી બૌદ્ધદર્શન સુધ્ધાં – કર્મસિદ્ધાન્તને પોતપોતાની રીતે સ્વીકારે છે. અહીં કર્મ એટલે ‘ફલની આકાંક્ષાથી થતી ધર્માધર્માત્મક પ્રવૃત્તિ’. વિભિન્ન…

વધુ વાંચો >

કર્મસિદ્ધાન્ત અને કર્મના પ્રકારો (જૈન)

કર્મસિદ્ધાન્ત અને કર્મના પ્રકારો (જૈન) : સાધકના આત્મવિકાસમાં જે શક્તિને કારણે વિઘ્ન ઉપસ્થિત થાય છે તે. સંસારી આત્માઓની સુખ, દુ:ખ, સંપત્તિ, આપત્તિ અને ઊંચનીચ આદિ જે કોઈ વિભિન્ન અવસ્થાઓ ર્દષ્ટિગોચર થાય છે તે સર્વમાં કાલ તેમજ સ્વભાવ આદિની જેમ કર્મ પણ એક પ્રબલ કારણ છે. જૈનદર્શન જીવોની આ વિભિન્ન પરિણતિઓમાં…

વધુ વાંચો >

કલા (દૈવી)

કલા (દૈવી) : કલાશક્તિ કે વિભૂતિનું વ્યક્ત સ્વરૂપ. કોઈ પણ દેવતાની શક્તિ સોળ કળાઓમાં વિભાજિત હોય છે. જે દેવતામાં બધી કળાઓ વિદ્યામાન હોય તેમને ‘પૂર્ણકલા-મૂર્તિ’ કહેવામાં આવે છે. જે દેવતામાં 16 કરતાં એક-બે કળા ઓછી હોય તેમને ‘કલામૂર્તિ’ કહે છે, જ્યારે કલામૂર્તિ કરતાં પણ ઓછી કલા ધરાવનાર દેવતા ‘અંશમૂર્તિ’ અને…

વધુ વાંચો >

કલ્કિ/કલ્કી

કલ્કિ/કલ્કી : પૌરાણિક માન્યતા અનુસાર કલિયુગના અંતે હવે પછી થનારો ભગવાન વિષ્ણુનો અંતિમ અવતાર. અવતારો અનેક છે, તેમાં બહુમાન્ય દસ. તે પૈકી આ અંતિમ અવતાર શ્રાવણ સુદ છઠના દિવસે એટલે કે ઈ.સ. 1944 પછી 4,26,136 વર્ષો પૂરાં થયા બાદ કલ્કીનો અવતાર થશે એવો કેટલાકનો અંદાજ છે, કલિયુગના અંતભાગમાં અધર્મની અત્યંત…

વધુ વાંચો >