Political science
બૅર, રેમન્ડ
બૅર, રેમન્ડ (જ. 1924, સેંટ ડેનિસ, રિયુનિયન) : ફ્રાન્સના રાજકારણી અને વડાપ્રધાન. તેઓ સૉબૉર્નમાં એક પ્રભાવશાળી અને નવઉદારમતવાદી અર્થશાસ્ત્રી તરીકે પ્રતિષ્ઠા પામ્યા હતા. 1967થી 1972 દરમિયાન તેઓ યુરોપિયન કમિશનમાં ઉપાધ્યક્ષ હતા અને ત્યાં પણ તેઓ એવી જ નામના પામ્યા હતા. રાષ્ટ્રપ્રમુખ ગિસ્કાર્ડના શાસન દરમિયાન તેઓ વિદેશવ્યાપાર વિભાગના પ્રધાન બન્યા. જૅક્સ…
વધુ વાંચો >બેરેટો, ફ્રાંસિસ્કો
બેરેટો, ફ્રાંસિસ્કો (જ. 1520, ફેરો, પૉર્ટુગીઝ; અ. 9 જુલાઈ 1573, મોઝાંબિક) : પૉર્ટુગીઝ સેનાપતિ અને ભારતનાં સંસ્થાનોમાં ગવર્નર. વસાઈના કૅપ્ટન ફ્રાંસિસ્કો બેરેટો 1555માં ભારતમાં પૉર્ટુગીઝ સંસ્થાનોના ગવર્નર બન્યા. તેમણે સપ્ટેમ્બર 1558 સુધી આ હોદ્દો ભોગવ્યો. આ દરમિયાન ચાર ખ્રિસ્તી ધર્મગુરુઓ તેમને મળ્યા અને કહ્યું કે તે પોતાના પ્રદેશોના બધા લોકોને…
વધુ વાંચો >બેવાન, એનાયરિન
બેવાન, એનાયરિન (જ. 15 નવેમ્બર 1897, ટ્રેડગર; અ. 6 જુલાઈ 1960, ચેશામ) : ઇંગ્લૅન્ડના અગ્રણી મજૂર નેતા તથા રાજકારણી. તેઓ એક ખાણિયાના પુત્ર હતા. તેમણે સેરહોઈ એલિમેન્ટરી સ્કૂલ અને સેન્ટ્રલ લેબર કૉલેજમાં શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું. 13 વર્ષની વયે ખાણમાં મજૂરી કરવાની શરૂઆત કરી અને ટૂંકસમયમાં જ આક્રમક મજૂર-સંગઠનના નેતા…
વધુ વાંચો >બેવિન, અર્નેસ્ટ
બેવિન, અર્નેસ્ટ (જ. 9 માર્ચ 1881, વિન્સફર્ડ, સમરસેટ પરગણું; અ. 14 એપ્રિલ 1951, લંડન) : બ્રિટનના ખ્યાતનામ રાજપુરુષ તથા બ્રિટનની મજૂર ચળવળના એક અગ્રગણ્ય નેતા. બીજા વિશ્વયુદ્ધ(1939–45)માં મજૂર અને રાષ્ટ્રીય સેવાના કૅબિનેટ કક્ષાના પ્રધાન તરીકે અને ત્યારપછી વિદેશ ખાતાના પ્રધાન તરીકે એમણે કામગીરી બજાવી હતી. તેમનો ઉછેર ગરીબ કુટુંબમાં થયેલો.…
વધુ વાંચો >બોઝ, આનંદમોહન
બોઝ, આનંદમોહન (જ. 23 સપ્ટેમ્બર 1847, જયસિદ્ધિ, મયમનસિંગ, બંગાળ; અ. 20 ઑગસ્ટ 1906, કૉલકાતા) : ભારતના પ્રથમ રૅંગ્લર, બ્રહ્મોસમાજના અગ્રણી, મવાળ કૉંગ્રેસી અને સમાજસુધારક. આનંદમોહનનો જન્મ ઉપલા મધ્યમ વર્ગના પરિવારમાં થયો હતો. માતા ઉમાકિશોરીદેવીનો તેમના ઉપર ઊંડો પ્રભાવ પડ્યો હતો. તેથી આનંદમોહન સર્વધર્મસમાનતામાં માનતા હતા. પોતાનાં સંતાનો સારી કેળવણી મેળવી…
વધુ વાંચો >બોઝ, ભૂપેન્દ્રનાથ
બોઝ, ભૂપેન્દ્રનાથ (જ. 1859, કૃશનગર, બંગાળ; અ. 1924, કૉલકાતા) : સ્વાતંત્ર્યસેનાની, કૉંગ્રેસપ્રમુખ, મવાળવાદી નેતા. પિતા રામરતન એક જમીનદારના કારકુન હતા. તેઓ કાયસ્થ જ્ઞાતિના હતા. ભૂપેન્દ્રનાથે કૃશનગર અને કૉલકાતામાં અભ્યાસ કર્યો હતો. 1875માં માધ્યમિક શિક્ષણ પૂરું કરી તેમણે કૉલકાતાની પ્રેસિડન્સી કૉલેજમાંથી 1880માં બી.એ., 1881માં એમ.એ. તથા 1883માં એલએલ.બી.ની ડિગ્રી મેળવી. સંસ્કૃત…
વધુ વાંચો >બોઝ, રાસબિહારી
બોઝ, રાસબિહારી (જ. 25 મે 1886, પરલા-બિગાતી, જિ. હૂગલી, પશ્ચિમ બંગાળ; અ. 21 જાન્યુઆરી 1945, ટોકિયો, જાપાન) : ભારતના જાણીતા ક્રાંતિકારી. રાસબિહારીના પિતા વિનોદબિહારી બસુ સિમલાના સરકારી મુદ્રણાલયમાં નોકરી કરતા હતા. રાસબિહારીએ પ્રાથમિક શિક્ષણ પોતાના દાદા કાલીચરણ સાથે રહીને ચન્દ્રનગરમાં લીધું. ચન્દ્રનગરમાં તેઓ યુગાન્તર જૂથના ક્રાંતિકારીઓના સંપર્કમાં આવ્યા હતા. એમના…
વધુ વાંચો >બોઝ, સત્યેન્દ્રનાથ
બોઝ, સત્યેન્દ્રનાથ (1) (જ. 30 જુલાઈ 1882, મિદનાપુર, બંગાળ; અ. 21 નવેમ્બર 1908, અલીપુર) : ભારતીય ક્રાંતિકારી. તેમના પિતા અભયચરણ મિદનાપુર કૉલેજિયેટ સ્કૂલના આચાર્ય હતા. સત્યેને 1897માં પ્રવેશ પરીક્ષા પ્રથમ વર્ગમાં પસાર કરી અને કૉલકાતાની સિટી કૉલેજમાં જોડાયા, પરતુ માંદગીને કારણે તેઓ આખરી પરીક્ષા આપી શક્યા નહિ. તેમના કાકા રાજનારાયણ…
વધુ વાંચો >બોઝ, સુભાષચંદ્ર (નેતાજી)
બોઝ, સુભાષચંદ્ર (નેતાજી) (જ. 23 જાન્યુઆરી 1897, કટક, ઓરિસા; અ. 18 ઑગસ્ટ 1945, તાઇપેઇ, ફૉર્મોસા ?) : ભારતના અગ્રગણ્ય સ્વાતંત્ર્યસેનાની. સુભાષચંદ્રનો જન્મ ધનિક પરિવારમાં થયો હતો. તેમના પિતા જાનકીનાથ બંગાળના ચોવીસ પરગણા જિલ્લાના મહાનગરના વતની અને કટકમાં સરકારી વકીલ હતા. માતા પ્રભાવતી રામકૃષ્ણ પરમહંસનાં ભક્ત હતાં. સરકારી અમલદાર હોવા છતાં…
વધુ વાંચો >બૉડલે, ટૉમસ (સર)
બૉડલે, ટૉમસ (સર) (જ. 1545, ઍક્સ્ટર, ડેવૉન, ઇંગ્લૅન્ડ; અ. 1613) : વિદ્વાન તેમજ રાજકારણી. તેમણે જિનીવામાં ભાષાઓ તથા ધર્મમીમાંસાનો અભ્યાસ કર્યો. તેમનો પરિવાર પ્રૉટેસ્ટન્ટપંથી હતો, આથી રાણી મેરી પહેલીની સામેના મુકદ્દમા દરમિયાન તેમના પરિવારને અને તેમને પોતાને જિનીવામાં આશ્રય લેવો પડ્યો હતો. અભ્યાસ બાદ તેઓ 1558માં ઑક્સફર્ડની મૅગ્ડલન કૉલેજમાં જોડાયા…
વધુ વાંચો >