Political science
ઑપરેશન બ્લૂ સ્ટાર
ઑપરેશન બ્લૂ સ્ટાર : પંજાબમાં આતંકવાદ બેકાબૂ બનતાં 6 જૂન 1984ના રોજ ઇન્દિરા સરકારે અમૃતસરના સુવર્ણમંદિરમાં કરેલી લશ્કરી કારવાઈ. 10 જુલાઈ, 1984ના રોજ પ્રકાશિત કરવામાં આવેલા ભારત સરકારના શ્વેતપત્ર અનુસાર આ પગલાને લીધે 92 જેટલા સૈનિકો માર્યા ગયા હતા અને 287 જેટલા ઘવાયા હતા, જ્યારે 554 જેટલા આતંકવાદીઓ માર્યા ગયા…
વધુ વાંચો >ઑપરેશન બ્લૅક થંડર
ઑપરેશન બ્લૅક થંડર : સ્વતંત્ર શીખ રાજ્યની જાહેરાત કરનાર અલગતાવાદી પરિબળોને સુવર્ણમંદિર સંકુલમાંથી દૂર કરવા 30 એપ્રિલ, 1986ના રોજ અર્ધલશ્કરી દળોએ લીધેલું પગલું. ડિસેમ્બર, 1984ની લોકસભાની ચૂંટણીઓ બાદ રાજીવ ગાંધીની સરકારે પંજાબ પ્રશ્નના ઉકેલને પ્રાધાન્ય આપવાનું નક્કી કર્યું. 11 માર્ચ 1985ના રોજ આઠ જેટલા મુખ્ય શીખ નેતાઓ – જેમાં સંત…
વધુ વાંચો >ઑફિસ ઑવ્ ધ યુનાઇટેડ નૅશન્સ હાઇકમિશનર રેફ્યુઝિઝ (જિનીવા)
ઑફિસ ઑવ્ ધ યુનાઇટેડ નૅશન્સ હાઇકમિશનર રેફ્યુઝિઝ (જિનીવા) : નિર્વાસિતોના પુનર્વસવાટ માટેની આંતરરાષ્ટ્રીય સંસ્થા. આ સંસ્થાને 1954નું શાંતિનું નોબેલ પારિતોષિક એનાયત કરવામાં આવ્યું હતું. પ્રથમ તેમજ બીજા વિશ્વયુદ્ધ દરમિયાન અને પછી નિર્વાસિતોના પુનર્વસવાટના પ્રશ્ને ગંભીર સ્વરૂપ લીધું હતું. આ માટે 194૩માં સંયુક્ત રાષ્ટ્રસંઘે યુ. એન. રિલીફ ઍન્ડ રીહેબિલિટેશન એજન્સી(U.N.R.R.A.)ની સ્થાપના…
વધુ વાંચો >ઓબામા, બરાક હુસેન
ઓબામા, બરાક હુસેન (જ. 4 ઑગસ્ટ 1961, હોનોલુલુ, હવાઈ રાજ્ય, અમેરિકા) : અમેરિકાના 44મા અને સૌપ્રથમ શ્યામવર્ણા (‘બ્લૅક’) પ્રમુખ. અમેરિકાના 230 વર્ષના ઇતિહાસમાં પ્રમુખપદ માટેની 56મી ચૂંટણીમાં એક આફ્રિકન–અમેરિકન સૌપ્રથમ વાર પ્રમુખપદના હોદ્દા પર ચૂંટાઈ આવ્યા છે. દેશના સર્વોચ્ચ સુકાનીપદે શ્યામવર્ણા નાગરિકને ચૂંટીને ઐતિહાસિક કદમ ઉઠાવવા સાથે અમેરિકા(યુ.એસ.)એ નવા રાજકીય…
વધુ વાંચો >ઓબોટે, ઍપોલો મિલ્ટન
ઓબોટે, ઍપોલો મિલ્ટન (જ. 28 ડિસેમ્બર 1924, યુગાન્ડા; અ. 10 ઑક્ટોબર 2005, જોહાનીસબર્ગ, દક્ષિણ આફ્રિકા) : યુગાન્ડાના રાષ્ટ્રવાદી નેતા, સ્વાધીનતા સેનાની, પ્રધાનમંત્રી તથા રાષ્ટ્રપ્રમુખ. તેમની રાજકીય પ્રવૃત્તિઓને લીધે કૉલેજમાંથી બરતરફ થયા. 1950માં કેન્યામાં જઈ કેનિયા આફ્રિકન યુનિયનના સ્થાપક સભ્ય બન્યા. 1952માં નૅશનલ કૉંગ્રેસ પાર્ટીની સ્થાપના થતાં તેમાં જોડાયા. 1957માં યુગાન્ડા…
વધુ વાંચો >ઓમાન
ઓમાન : અરબી દ્વીપકલ્પના અગ્નિખૂણામાં આવેલો દેશ. ભૌગોલિક સ્થાન : 220 00′ ઉ. અ. અને 580 00′ પૂ. રે.. ભૂતકાળમાં તે મસ્કત અને ઓમાનના સંયુક્ત નામથી ઓળખાતું હતી. હોરમુઝની સામુદ્રધુનીમાં તે વ્યૂહાત્મક સ્થાને છે. તેની નૈર્ઋત્યે યેમેન (એડન), પશ્ચિમમાં સાઉદી અરેબિયા, વાયવ્યમાં સંયુક્ત આરબ અમીરાત (UAE), ઉત્તરમાં ઓમાનનો અખાત તથા…
વધુ વાંચો >ઑમ્બડુઝમૅન
ઑમ્બડુઝમૅન : જાહેર ફરિયાદોના સરળ અને ઝડપી નિવારણ માટેની સંસ્થા અને તેનો અધિકારી. સરકારનાં કાર્યો અને વહીવટી તંત્રની ગેરરીતિઓની તપાસ કરવા તેમજ સરકારના પેચીદા તંત્રમાં સામાન્ય નાગરિક વતી દરમિયાનગીરી કરવાની ખાસ કામગીરી આ સંસ્થા બજાવે છે. મૂળ સ્વીડિશ ભાષાનો આ શબ્દ લોકપાલ કે લોકાયુક્તની નિકટનો ‘કમિશનર’નો અર્થ ધરાવે છે. 18મી…
વધુ વાંચો >ઑરબૉઇડ ઑવ્ બ્રેચીન, લૉર્ડ જૉન
ઑરબૉઇડ ઑવ્ બ્રેચીન, લૉર્ડ જૉન (જ. 21 સપ્ટેમ્બર 1880, કીલમોર્સ, આયર-શાયર; અ. 25 જૂન 1971, એડઝલ, એન્ગસ) : 1949નો શાન્તિ માટેનો નોબેલ પુરસ્કાર પ્રાપ્ત કરનાર આહાર અને પોષણના વિષયના નિષ્ણાત બ્રિટિશ વૈજ્ઞાનિક. ગ્લાસગો યુનિવર્સિટીમાં શિક્ષણ લીધા પછી 1914માં એબર્ડીન યુનિવર્સિટીના પ્રાણી-પોષણ વિભાગના તેઓ અધ્યક્ષ નિમાયા હતા. 1929માં તે જ સ્થળે…
વધુ વાંચો >ઑરવેલ, જ્યૉર્જ
ઑરવેલ, જ્યૉર્જ (જ. 25 જૂન 190૩, મોતીહારી, બંગાળ; અ. 21 જાન્યુઆરી 1950, લંડન) : અંગ્રેજી નવલકથાકાર, નિબંધકાર અને વિવેચક. મૂળ નામ એરિક આર્થર બ્લેર. ઈસ્ટ એંગ્લિયામાં આવેલી ઑરવેલ નામની સુંદર નદી પરથી આ તખલ્લુસ અપનાવ્યું. તેમના પિતા ઇન્ડિયન સિવિલ સર્વિસમાં અધિકારી હતા; ડોળદ્યાલુ વાતાવરણમાં તેમનો ઉછેર થયો. નાની વયે માતાપિતા…
વધુ વાંચો >ઑર્ગેનિઝેશન ઑવ્ અમેરિકન સ્ટેટ્સ (OAS)
ઑર્ગેનિઝેશન ઑવ્ અમેરિકન સ્ટેટ્સ (OAS) : પશ્ચિમ ગોળાર્ધના દેશોએ સામૂહિક આત્મરક્ષણ, પ્રાદેશિક સહકાર અને પરસ્પરના વિવાદોનું શાંતિપૂર્ણ પદ્ધતિ દ્વારા નિરાકરણ લાવવાના હેતુથી રચેલું સંગઠન. 14 એપ્રિલ 1890ના રોજ અમેરિકા ખંડના દેશોના પ્રતિનિધિઓ વૉશિંગ્ટન ખાતે ફર્સ્ટ ઇન્ટરનૅશનલ કૉન્ફરન્સ ઑવ્ અમેરિકન સ્ટેટ્સના નિમિત્તે એકત્ર થયા ત્યારે આ સંસ્થાનાં બીજ રોપાયાં હતાં. આ…
વધુ વાંચો >