Political science

સ્વરાજ સુષમા

સ્વરાજ, સુષમા (જ. 14 ફેબ્રુઆરી 1952, અંબાલા કૅન્ટોનમેન્ટ, હરિયાણા; અ. 6 ઑગસ્ટ 2019) : દિલ્હીનાં સૌપ્રથમ મહિલા મુખ્યમંત્રી, જાણીતાં મહિલા રાજકારણી અને ભારતીય જનતા પક્ષનાં પ્રથમ હરોળનાં નેત્રી. પિતા હરદેવ શર્મા અને માતા લક્ષ્મીદેવી. તેઓ ચંડીગઢની પંજાબ યુનિવર્સિટીમાંથી વિનયન વિદ્યાશાખા અને કાયદાની વિદ્યાશાખાનાં સ્નાતક છે. કૉલેજની શૈક્ષણિક કારર્કિદી દરમિયાન વક્તૃત્વસ્પર્ધા,…

વધુ વાંચો >

સ્વરાજ્ય પક્ષ

સ્વરાજ્ય પક્ષ : ધારાસભાઓમાં ચૂંટાઈને સરકારને ‘અંદરથી’ બંધારણીય લડત આપવા કૉંગ્રેસની અંદર જ દેશબંધુ ચિત્તરંજન દાસ તથા મોતીલાલ નેહરુએ જાન્યુઆરી, 1923માં સ્થાપેલો રાજકીય પક્ષ. ગાંધીજીએ અસહકારનું આંદોલન ફેબ્રુઆરી 1922માં બંધ રાખ્યું અને તે પછી તેમની ધરપકડ થઈ. ત્યાર બાદ દેશ સમક્ષ કોઈ કાર્યક્રમ રહ્યો નહિ. તેથી લોકોમાં હતાશા ફેલાઈ અને…

વધુ વાંચો >

સ્વર્ણસિંગ

સ્વર્ણસિંગ (જ. 19 ઑગસ્ટ 1907; અ. 30 ઑક્ટોબર 1994, નવી દિલ્હી) : સ્વાતંત્ર્યસેનાની તથા સ્વાતંત્ર્યોત્તર કાળના ભારતના રાજદ્વારી મુત્સદ્દી. 1926માં મૅટ્રિકની પરીક્ષા પાસ કર્યા પછી લાહોરની સરકારી કૉલેજમાં વિજ્ઞાન વિદ્યાશાખામાં ઉચ્ચ અભ્યાસાર્થે દાખલ થયા. 1930માં બી.એસસી.ની સ્નાતક પદવી, 1932માં ભૌતિકશાસ્ત્ર સાથે એમ.એસસી.ની અનુસ્નાતક પદવી પ્રાપ્ત કર્યા પછી કાયદાશાસ્ત્રનો અભ્યાસ કર્યો…

વધુ વાંચો >

સ્વાતંત્ર્યદિન

સ્વાતંત્ર્યદિન : કોઈ પણ રાષ્ટ્રનો જન્મદિન, જ્યારે તે અન્ય વિદેશી શાસકથી સ્વતંત્ર બને છે અથવા સ્વયંસમજ કે ક્રાંતિ દ્વારા જૂની રાજ્યવ્યવસ્થા ફગાવી દઈ નવી રાજ્યવ્યવસ્થાનો સ્વીકાર કરે છે. કેટલાક દેશો કે જ્યાં રાજા બંધારણીય વડો કે વાસ્તવિક વડો હોય છે ત્યાં રાજાનો તાજ ધારણ કરવાનો દિવસ સ્વાતંત્ર્યદિન તરીકે ઊજવવાની પ્રથા…

વધુ વાંચો >

સ્વામીનાથન અમ્મુ

સ્વામીનાથન, અમ્મુ (જ. ? 1894, અનક્કારા, કુટ્ટીપુરમ્, ચેન્નાઈ; અ. ? 1978) : દક્ષિણ ભારતનાં જાણીતાં મહિલા નેત્રી. પિતા પી. ગોવિંદ મેનન ઉત્તર કેરળના નાયર હતા અને મુનસફ તરીકે કામગીરી બજાવેલી. 1908માં ચેન્નાઈના જાણીતા ઍડ્વોકેટ ડૉ. સ્વામીનાથન સાથે તેમનાં લગ્ન થયાં હતાં. તેમનાં ચારે સંતાનો પોતપોતાનાં ક્ષેત્રોમાં નામાંકિત બન્યાં. પુત્ર ગોવિંદ…

વધુ વાંચો >

સ્વામીનાથન ટી.

સ્વામીનાથન, ટી. (જ. 18 જૂન 1912, સઇદાપેઠ, ચિંગલપુટ, તામિલનાડુ; અ. ?) : ભારત સરકારના મુખ્ય ચૂંટણી કમિશનર અને ઉચ્ચ વહીવટી અધિકારી. પિતા થરુમાલરાયા આયર અને માતા અન્નપૂર્ણી અમ્મા. પત્ની ગણસુંદરી. એમ.એ. સુધીનું શિક્ષણ મેળવ્યા બાદ આઝાદ ભારતમાં તેઓ છેલ્લા જૂથના સભ્ય હતા જેમણે ભારતીય સનદી સેવાની વહીવટી પરીક્ષા પાસ કરી…

વધુ વાંચો >

સ્વિટ્ઝર્લૅન્ડ

સ્વિટ્ઝર્લૅન્ડ યુરોપના મધ્યભાગમાં આવેલો નાનો ભૂમિબંદિસ્ત, સમવાયતંત્રી દેશ. ભૌગોલિક સ્થાન : તે 45° 45´થી 47° 45´ ઉ. અ. અને 6° 00´થી 10° 30´ પૂ. રે. વચ્ચેનો 1,355 ચોકિમી.ના આંતરિક જળવિસ્તાર સહિત કુલ 41,284 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. આ દેશ તેના ખૂબ જ સુંદર, રમણીય હિમાચ્છાદિત પર્વતો તેમજ સ્વાતંત્ર્યપ્રેમી…

વધુ વાંચો >

સ્વોબોડા લુડવિક

સ્વોબોડા, લુડવિક (જ. 25 નવેમ્બર 1895, રોઝનેતિન, મોરાવિયા, ઑસ્ટ્રિયન સામ્રાજ્ય; અ. 20 સપ્ટેમ્બર 1979, પ્રાગ) : ચેકોસ્લોવાકિયાના રાજકારણી, સૈનિક અને પ્રમુખ. યુવાવયથી સામ્યવાદી વિચારધારાના રંગે રંગાયા હતા. 1917માં તેમણે રશિયાની ક્રાંતિમાં ભાગ લીધો અને ત્યાર બાદ ચેકોસ્લોવાકિયાના લશ્કરમાં જોડાઈ સૈનિક બનવાનું પસંદ કર્યું. દરમિયાન નવા સ્થપાયેલા ચેકોસ્લોવાકિયાના પ્રજાસત્તાકમાં તેઓ લશ્કરી…

વધુ વાંચો >

હક ઝિયા-ઉલ

હક, ઝિયા-ઉલ [જ. 12 ઑગસ્ટ 1924, જાલંધર; અ. 17 ઑગસ્ટ 1988, ભાવલપુર, પંજાબ (પાકિસ્તાન)] : પાકિસ્તાનના લશ્કરી વડા અને પ્રમુખ. પિતા મોહમ્મદ અક્રમ બ્રિટિશ લશ્કરી શાળામાં શિક્ષક હતા. સિમલામાં શાલેય શિક્ષણ મેળવી તેમણે દિલ્હીમાં કૉલેજ શિક્ષણ મેળવ્યું. 1943માં બ્રિટિશ લશ્કરમાં ભરતી થયા, બીજા વિશ્વયુદ્ધ (1939–1945) દરમિયાન બર્મા (હવે મ્યાનમાર), મલાયા…

વધુ વાંચો >

હક્ક ફઝલુલ

હક્ક, ફઝલુલ (જ. 26 ઑક્ટોબર 1873, ચખાર, જિ. બારિસાલ, બાંગલાદેશ; અ. 27 એપ્રિલ 1962, ઢાકા, બાંગલાદેશ) : ઑલ ઇન્ડિયા મુસ્લિમ લીગના સ્થાપક, પાકિસ્તાનના ગૃહમંત્રી, પૂર્વ પાકિસ્તાનના ગવર્નર, કૃષક પ્રજા પાર્ટીના (1937) અને કૃષક શ્રમિક પાર્ટી(1954)ના સ્થાપક. અબ્દુલ કાસમ ફઝલુલ હક્ક, તેમના પિતા કાજી મોહંમદ વાજેદના એકમાત્ર પુત્ર હતા. ફઝલુલ હક્કના…

વધુ વાંચો >