Political science
શી જિનપિંગ
શી જિનપિંગ (જ. 15 જૂન 1953, ફુપિંગ કાઉન્ટી, શાનક્સી પ્રાંત, ચીન) : ચીનના રાષ્ટ્રપતિ. તેઓ ચીનમાં પીપલ્સ રિપબ્લિક ઑફ ચાઇનાના ઉપપ્રમુખ તરીકે, ચાઇનીઝ કૉમ્યુનિસ્ટ પાર્ટી (સીસીપી)ના જનરલ સેક્રેટરી અને પ્રમુખ તરીકે સેવા આપી ચૂક્યા છે. શી જિનપિંગ શી ઝોંગક્સનના પુત્ર હતા, જેમણે એક સમયે ચીનના નાયબ વડાપ્રધાન તરીકે સેવા આપી…
વધુ વાંચો >શીલ્સ, એડ્વર્ડ
શીલ્સ, એડ્વર્ડ (જ. 1910; અ. 1995) : રાજ્યશાસ્ત્ર, કાયદા અને સમાજશાસ્ત્રનાં ક્ષેત્રોના વીસમી સદીના બૌદ્ધિક. ‘શિક્ષણના સમર્થ જીવ’ (Energizer Bunny of Education) તરીકે તેમની ઓળખ શિકાગો યુનિવર્સિટીના વર્તુળમાં સ્થાયી થઈ હતી. તેમના પિતા સિગારેટના ઉત્પાદક હતા અને રશિયામાંથી આવીને અમેરિકામાં સ્થિર થયા હતા. 1933માં વ્હાર્ટન ખાતે તેમણે વિદ્યાર્થી તરીકે નોંધણી…
વધુ વાંચો >શુમેન રૉબર્ટ
શુમેન રૉબર્ટ (જ. 29 જૂન 1886, લક્ઝમબર્ગ; અ. 4 સપ્ટેમ્બર 1963, મેટ્ઝ, ફ્રાન્સ) : ફ્રેંચ રાજનીતિજ્ઞ, યુરોપિયન કૉલ ઍન્ડ સ્ટીલ કંપનીના સ્થાપક અને યુનાઇટેડ સ્ટેટ્સ ઑવ્ યુરોપના સ્વપ્નશિલ્પી. તેઓ જર્મન અને ફ્રેંચ ભાષા તથા સંસ્કૃતિ વચ્ચે ઊછર્યા હતા. બોન, મ્યુનિક, બર્લિન અને સ્ટ્રેસબર્ગમાં તેમણે 1904થી 1910 દરમિયાન અભ્યાસ કર્યો અને…
વધુ વાંચો >શેખ, મહમૂદ ઈરજી
શેખ, મહમૂદ ઈરજી (અ. ઈ. સ. 1458) : ગુજરાતમાં આવીને વસેલા સૂફી સંત. તે શેખ અહમદ ખટ્ટૂ ગંજબક્ષના ભાવિક મુરીદ (શિષ્ય) હતા. તેમણે તેમના ‘તૌહ્ફતુલ્મજાલિસ’ (મજલિસોને ભેટ) નામના ગ્રંથમાં એમના ધર્મગુરુ (પીર) હજરત શેખ અહમદના અવસાન સુધીનાં રોજિંદાં કથનો તથા તેમના જીવનનાં છેલ્લાં વરસોમાં તેમના થયેલા ચમત્કારો સાદી તથા સરલ…
વધુ વાંચો >શેખ, મુજીબુર રહેમાન
શેખ, મુજીબુર રહેમાન (જ. 17 માર્ચ 1920, તાન્જીપુરા, ઢાકા, અખંડ ભારત; અ. 15 ઑગસ્ટ 1975, ઢાકા, બાંગ્લાદેશ) : બંગાળી રાજકીય નેતા, બાંગ્લાદેશના રાષ્ટ્રપિતા અને પ્રથમ વડાપ્રધાન તથા પ્રમુખ. તેઓ મધ્યમવર્ગીય જમીનદાર કુટુંબનું સંતાન હતા. પ્રારંભિક ઉચ્ચ શિક્ષણ કોલકાતાની ઇસ્લામિયા કૉલેજમાંથી મેળવ્યું અને સ્નાતક થયા. ત્યારબાદ ટૂંકા ગાળા માટે ઢાકા યુનિવર્સિટીમાં…
વધુ વાંચો >શેખ હસીના
શેખ હસીના (જ. 28 સપ્ટેમ્બર, 1947, ટુંગીપરા, બાંગ્લાદેશ) : બાંગ્લાદેશના વર્તમાન પ્રધાનમંત્રી અને અવામી લીગ રાજકીય પક્ષનાં સર્વેસર્વા શેખ હસીના દુનિયાના રાજકીય ઇતિહાસમાં કોઈ પણ દેશની સરકારના વડા તરીકે સૌથી લાંબો સમય શાસન કરનાર મહિલા શાસક. તાજેતરમાં જગપ્રસિદ્ધ મૅગેઝિન ‘ધ ઇકૉનૉમિસ્ટ’એ એશિયાનાં લોખંડી મહિલા ગણાવ્યાં છે તેમણે સૌપ્રથમ વર્ષ 1996થી…
વધુ વાંચો >શેખાવત, ભૈરોસિંગ
શેખાવત, ભૈરોસિંગ (જ. 23 ઑક્ટોબર 1923, ખાચરિયાવાસ ગામ, સિકર જિલ્લો, રાજસ્થાન) : ભારતના 11મા ઉપરાષ્ટ્રપ્રમુખ. ભારતીય જનતા પક્ષના અગ્રણી અને અનુભવી નેતા તેમજ 1977માં અને 1993માં રાજસ્થાનના પૂર્વમુખ્યમંત્રી. માધ્યમિક કક્ષા સુધીનું શિક્ષણ મેળવ્યા બાદ તેમના પિતાનું અવસાન થતાં અભ્યાસ છોડવો પડ્યો અને પોલીસ-કૉન્સ્ટેબલ તરીકે કારકિર્દીની શરૂઆત કરી હતી. નાની ઉંમરથી…
વધુ વાંચો >શેતોબ્રિયાં ફ્રાંસ્વા
શેતોબ્રિયાં ફ્રાંસ્વા (જ. 1768; અ. 1848) : ફ્રેન્ચ લેખક અને રાજનીતિજ્ઞ. ફ્રેન્ચ સાહિત્યમાં ઘણી વાર તેમને ‘Father of Romanticism’ કહેવામાં આવે છે. બ્રેટન (Breton) પરિવારમાં જન્મ. થોડા સમય માટે લશ્કરમાં જોડાયા. પછી 1791માં અમેરિકાનો પ્રવાસ કર્યો; જે ‘વૉયેજ ઍન અમેરિક’માં વર્ણવાયો છે. ફ્રાન્સ પાછા આવ્યા પછી નામુર પાસે લશ્કરમાં હતા…
વધુ વાંચો >શેપર્ડ, કેટ
શેપર્ડ, કેટ (જ. 1848, લિવરપૂલ, ઇંગ્લૅન્ડ; અ. 1934) : મહિલા-મતાધિકારના આંગ્લ આંદોલનકાર. 1869માં તે સ્થળાંતર કરીને ન્યૂઝીલૅન્ડ ગયાં. મહિલાઓની સામાજિક જવાબદારીઓ વિશે તેમનામાં તીવ્ર સભાનતા હતી. તેમની એવી પણ ઢ માન્યતા હતી કે મહિલાઓને રાજકીય બાબતોમાં પૂરેપૂરો ભાગ લેવા દેવો જોઈએ. 1887માં તેઓ ‘વિમેન્સ ક્રિશ્ચિયન ટેમ્પરન્સ યુનિયન’માં અધિકારી તરીકે જોડાયાં,…
વધુ વાંચો >શૅપિરો, ઍરિન પૅટ્રિયા માર્ગારેટ
શૅપિરો, ઍરિન પૅટ્રિયા માર્ગારેટ (જ. 1939) : મહિલા-હક માટેના આંગ્લ આંદોલનકાર. પતિના હાથે મારઝૂડ પામતી મહિલાઓ તથા તેમનાં બાળકો માટે તેમણે 1971માં લંડનમાં સર્વપ્રથમ આશ્રયગૃહની સ્થાપના કરી. આવા ક્રૂર કે કઠોર પુરુષોના હાથમાંથી સ્ત્રીઓને તથા બાળકોને ઉગારી લઈ તેમને કાનૂની રક્ષણ આપવા તથા નાણાકીય મદદ કરવા તેમણે ઝુંબેશ ઉપાડી. ‘સ્ક્રીમ…
વધુ વાંચો >