Political science

ઇન્ડો તિબેટન બોર્ડર પોલીસ

ઇન્ડો તિબેટન બોર્ડર પોલીસ : ભારતનાં અર્ધલશ્કરી દળોમાંનું એક. તેની સ્થાપના ભારત પરના ચીનના આક્રમણના પરિપ્રેક્ષ્યમાં ઑક્ટોબર, 1962માં કરવામાં આવી હતી. તે ચાર પ્રકારની જવાબદારીઓ વહન કરે છે : (1) ભારતની સરહદોનું રક્ષણ કરવું તથા ભારતના સરહદી વિસ્તારોમાં રહેતા લોકોમાં સુરક્ષિતતાની ભાવના પ્રસ્થાપિત કરવી. (2) સરહદ પારથી થતા ગુનાઓ, દાણચોરી,…

વધુ વાંચો >

ઇમેન્યુઅલ વિક્ટર

ઇમેન્યુઅલ વિક્ટર : ઇટાલીનો શાણો અને વ્યવહારુ રાજવી. તે પ્રથમ ઇટાલીના એક આગેવાન રાજ્ય પિડમોન્ડનો શાસક હતો. ઇટાલીના રાષ્ટ્રવાદના પયગંબર મેઝીની તથા તેની ‘યુવા ઇટાલી’ નામે સંસ્થાને તેણે ઇટાલીના એકીકરણની પ્રક્રિયા શરૂ કરવામાં સક્રિય સાથ આપ્યો. પિડમોન્ડના વડાપ્રધાન, પ્રખર દેશભક્ત તથા મહામુત્સદ્દી કાવૂરને ઑસ્ટ્રિયા હસ્તકનું ઇટાલીનું વેનિશિયા તથા ઉત્કૃષ્ટ દેશભક્ત…

વધુ વાંચો >

ઇરાક

ઇરાક મધ્યપૂર્વનો લોકશાહી આરબ દેશ. તે 29o 20´ થી 37o 33´ ઉ. અ. અને 38o 53´ થી 48o 16´ પૂ. રે. વચ્ચેનો 4,38,446 ચોકિમી.નો વિસ્તાર આવરી લે છે. પ્રાચીન સમયમાં યુફ્રેટિસ અને ટાઇગ્રિસ નદી વચ્ચેના ‘મેસોપોટેમિયા’ (‘મોસે’ એટલે વચ્ચે અને ‘પોટામિયા’ એટલે નદીઓ) નામે ઓળખાતા આ પ્રદેશમાં ઉચ્ચ કોટિની વિશ્વસંસ્કૃતિ…

વધુ વાંચો >

ઇલ્બર્ટ બિલ

ઇલ્બર્ટ બિલ : ભારતના વાઇસરૉય લૉર્ડ રિપને (1880-1884) શિક્ષિત હિંદીઓ તરફ અખત્યાર કરવામાં આવતી ભેદભાવની નીતિને દૂર કરવા માટે તેની કારોબારીમાં કાનૂન-સભ્ય ઇલ્બર્ટ દ્વારા 1882માં રજૂ કરાવેલું બિલ. હિંદી સેશન્સ જજ કે મૅજિસ્ટ્રેટ, પ્રેસિડેન્સી શહેરો સિવાયના વિસ્તારોમાં પણ યુરોપિયન પર ફોજદારી મુકદ્દમો ચલાવી શકે એવી જોગવાઈ આ બિલમાં રાખેલી હતી.…

વધુ વાંચો >

ઇવાકુરા, ટોમોમી

ઇવાકુરા, ટોમોમી (જ. 26 ઑક્ટોબર 1825, ક્યોટો; અ. 20 જુલાઈ 1883 ટોક્યો સિટી) : ઓગણીસમી સદીના જાપાનનો અત્યંત પ્રભાવશાળી રાજનીતિજ્ઞ તથા મુત્સદ્દી. શક્તિસંપન્ન ઇવાકુરમા કુટુંબમાં દત્તકપુત્ર તથા વારસદાર તરીકે આવેલા ટોમોમીએ પોતાની આગવી પ્રતિભાને લીધે રાજદ્વારી વર્તુળોમાં ટૂંક સમયમાં પોતાનું સ્થાન જમાવ્યું. ઓગણીસમી સદીના મધ્યમાં જાપાનમાં મોટાભાગની રાજકીય સત્તા શોગુનના…

વધુ વાંચો >

ઇંગ્લૅન્ડ

ઇંગ્લૅન્ડ યુ. કે.નું મહત્વનું રાજ્ય. ભૌગોલિક માહિતી : ઇંગ્લૅન્ડ આશરે 50o ઉ. અ.થી 55o 30´ ઉ. અ. અને 2o પૂ. રે.થી 6o પ. રે. વચ્ચે આવેલું છે. આ રાજ્યનો વિસ્તાર 1,30,439 ચોકિમી. છે. આ રાજ્યની ઉત્તર-દક્ષિણ લંબાઈ આશરે 580 કિમી. જ્યારે પૂર્વ-પશ્ચિમ પહોળાઈ 435 કિમી. છે. ત્રિકોણાકાર ધરાવતા આ રાજ્યની…

વધુ વાંચો >

ઈથિયોપિયા

ઈથિયોપિયા દક્ષિણ-પૂર્વ આફ્રિકામાં રાતા સમુદ્રને અડીને આવેલો પ્રાચીન પહાડી દેશ. આશરે 2oથી 18o ઉ. અક્ષાંશવૃત્ત અને 33oથી 48o પૂ. રેખાંશવૃત્ત વચ્ચે વિસ્તરેલા આ દેશનું કુલ ક્ષેત્રફળ લગભગ 12,21,905 ચોકિમી. જેટલું છે. તેને પશ્ચિમમાં સુદાન, પૂર્વમાં સોમાલી અને દક્ષિણમાં કેન્યાની સીમાઓ સ્પર્શે છે, જ્યારે તેની ઉત્તરની સીમા પર જીબુટી નામનો નાનકડો…

વધુ વાંચો >

ઈરાન

ઈરાન ક્ષેત્રફળ અને વસ્તીની દૃષ્ટિએ પશ્ચિમ એશિયાનો સૌથી મોટો દેશ. પેટ્રોલિયમ અને કુદરતી વાયુનો મોટો જથ્થો ધરાવતો આ દેશ વ્યૂહાત્મક ર્દષ્ટિએ પણ અગત્યનું સ્થાન ધરાવે છે. તે 25o ઉ. અ. અને 39o 30´ ઉ. અ. અને 44o પૂ.રે. તથા 63o પૂ.રે. વચ્ચે આવેલો છે. તેનું ક્ષેત્રફળ 16,48,000 ચો.કિમી. અને વસ્તી…

વધુ વાંચો >

ઈરાની, સ્મૃતિ

ઈરાની, સ્મૃતિ (જ. 23 માર્ચ, 1976, નવી દિલ્હી) : ભારત સરકારમાં હાલ મહિલા અને બાળવિકાસ તથા લઘુમતી બાબતોના મંત્રી. લઘુમતી બાબતોના મંત્રી તરીકે પ્રથમ બિનમુસ્લિમ મંત્રી. હાલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિશ્વાસુ. અગાઉ વાજપેયી અને પ્રમોદ મહાજન જૂથમાં સામેલ હતાં. મે, 2019થી અમેઠીના સાંસદ. પ્રસિદ્ધ ટેલિવિઝન અભિનેત્રી, ‘ક્યોંકી સાસ ભી કભી…

વધુ વાંચો >

ઈસ્ટન, ડૅવિડ

ઈસ્ટન, ડૅવિડ (જ. 24 જૂન 1917, ટોરૉન્ટો, કૅનેડા અ. 19 જુલાઈ 2014 કેલિફોર્નિયા, યુ. એસ.) : અમેરિકાના સુપ્રસિદ્ધ રાજ્યશાસ્ત્રી. 1947માં તેમણે હાર્વર્ડમાંથી ડૉક્ટરેટની પદવી મેળવી. ત્યારબાદ શિકાગો યુનિવર્સિટીમાં અધ્યાપનકાર્ય કર્યું. તેમના પુસ્તક ‘ધ પોલિટિકલ સિસ્ટમ’ (1953) દ્વારા તેમણે રાજ્યશાસ્ત્રના વિષયને સઘન સ્વરૂપ આપ્યું. રાજકીય પ્રથાના અભિગમથી તેઓ જાણીતા બન્યા અને…

વધુ વાંચો >