Philosophy

ઍમ્પિડૉક્લીઝ

ઍમ્પિડૉક્લીઝ (ઈ. પૂ. 490-430) : ગ્રીક ડૉક્ટર, કવિ અને તત્વજ્ઞાની. તેમના મતાનુસાર પદાર્થ, પૃથ્વી, વાયુ, અગ્નિ અને જળ તત્વનો બનેલ છે. પ્રેમ અને તિરસ્કારની ભાવના તેના સંમિલન અને વિભાજન માટે કારણભૂત છે. તેમણે ‘નેચરલ સિલેક્શન’ના સિદ્ધાંતને કવિતા રૂપે રજૂ કર્યો હતો. સિસિલિયન ગ્રીક પદ્ધતિના પાશ્ચાત્ય વૈદકશાસ્ત્રમાં તેમણે સારો ફાળો આપ્યો…

વધુ વાંચો >

એયર એ. જે.

એયર એ. જે. (જ. 10 ઑક્ટોબર 1910, લંડન; અ. 27 જૂન 1989, લંડન, યુ. કે.) : અંગ્રેજ ફિલસૂફ. 1929માં ઑક્સફર્ડ યુનિવર્સિટીમાં તેમણે પ્રવેશ મેળવ્યો. 1932માં તેઓ સ્નાતક થયા. સુવિખ્યાત ફિલસૂફ ગિલબર્ટ રાઇલ ઑક્સફર્ડમાં તેમના ટ્યૂટર હતા. ઑક્સફર્ડમાં ગિલબર્ટ રાઇલ, તથા એ. એચ. પ્રાઇસ અને આર. જી. કોલિંગવૂડના વિચારોથી એયર ખૂબ…

વધુ વાંચો >

ઍરિસ્ટાર્કસ ઑવ્ સામોસ

ઍરિસ્ટાર્કસ ઑવ્ સામોસ (Aristarchus of Samos) : ઍલેક્ઝાન્ડ્રિયન વિચારધારા(School)નો, ઈ. પૂર્વે ત્રીજી સદી(310-230)માં થઈ ગયેલો વિખ્યાત ગ્રીક તત્વવેત્તા. ગણિતશાસ્ત્રી અને ખગોળશાસ્ત્રી. સ્થિર પૃથ્વીની આસપાસ સૂર્ય, ચંદ્ર, ગ્રહો અને તારા પરિભ્રમણ કરે છે એ માન્યતાને નકારી કાઢીને તેણે એમ જાહેર કર્યું કે પૃથ્વી પોતાની ધરી પરના ભ્રમણ ઉપરાંત સૂર્યની આસપાસ પણ…

વધુ વાંચો >

ઍરિસ્ટોટલ

ઍરિસ્ટોટલ : (ઈ. પૂ. 384, સ્ટેગિરસ, મેસેડોનિયા; અ. 322, ચાલ્કિસ, યુબિયા, ગ્રીસ) : ગ્રીક દાર્શનિક. પ્લેટોનો શિષ્ય અને મહાન ઍલેક્ઝાન્ડરનો ગુરુ. પશ્ચિમમાં વિકસેલી અનેક વિદ્યાશાખાઓનો તે આદ્ય પિતા ગણાય છે. વૈજ્ઞાનિક અભ્યાસપદ્ધતિના વિકાસમાં તેનો ફાળો અનન્ય છે. તર્કશાસ્ત્ર અને જીવશાસ્ત્રનો તો તેણે પાયો નાંખ્યો. ઉપરાંત રાજ્યશાસ્ત્ર, નીતિશાસ્ત્ર, ખગોળશાસ્ત્ર, ભૌતિકશાસ્ત્ર વગેરે…

વધુ વાંચો >

ઍરિસ્ટૉફનીઝ ઑવ્ બાઇઝેન્ટિયમ

ઍરિસ્ટૉફનીઝ ઑવ્ બાઇઝેન્ટિયમ (ઈ. પૂર્વે આશરે 260-180) : ગ્રીક વિવેચક, કોશકાર તથા વૈયાકરણ. મોટા ભાગનું જીવન ઍૅલેક્ઝાન્ડ્રિયામાં વિતાવ્યું. તે જમાનાના મહાન વિદ્વાનો પાસે શરૂઆતનું શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું. ઈ. પૂ. 195ના અરસામાં તે ઍલેક્ઝાન્ડ્રિયાના સુવિખ્યાત ગ્રંથાલયના પ્રમુખ ગ્રંથપાલ નિમાયા હતા. આ ગ્રંથાલય મહાન સિકંદરના સેનાપતિ તથા તે પછી ઇજિપ્તના રાજા…

વધુ વાંચો >

ઐતરેય ઉપનિષદ

ઐતરેય ઉપનિષદ : જુઓ ઉપનિષદ.

વધુ વાંચો >

ઑગસ્ટાઇન, સેન્ટ

ઑગસ્ટાઇન, સેન્ટ [જ. 13 નવેમ્બર 354, સોખારસ, અલ્જિરિયા (ન્યૂમીડિયા પ્રાચીન); અ. 28 ઑગસ્ટ 430, હીપો, અલ્જિરિયા] : ખ્રિસ્તી ધર્મપરંપરા અને ઈશ્વરમીમાંસામાં મોટો ફાળો આપનાર મધ્યયુગના અગ્રણી તત્વજ્ઞ. પ્રાચીન ગ્રીક સંસ્કૃતિના મધ્યયુગ તરફના સંક્રાન્તિકાળના તેઓ એક પ્રભાવશાળી પ્રતિનિધિ હતા. ગ્રીસના પ્રશિષ્ટ સાંસ્કૃતિક વારસાથી તેઓ સુપરિચિત હતા. પરંતુ તેનાથી વંચિત રહેલા મધ્યયુગમાં…

વધુ વાંચો >

ઓમ્ (ૐ)

ઓમ્ (ૐ) : ભારતીય પરંપરા અનુસાર પરમાત્માનો વાચક શબ્દ. સંસ્કૃતકોશ અનુસાર ‘ઓમ્’ શબ્દના, આરંભ, મંગલ, અનુમતિ, સ્વીકાર, અપાકૃતિ (નિરસન), શુભ અને જ્ઞેય બ્રહ્મ એટલા અર્થો છે. ઉપનિષદોમાં ઓમ્ શબ્દ મુખ્યત્વે જ્ઞેય બ્રહ્મ, પરમ બ્રહ્મ એવા અર્થોમાં પ્રયુક્ત થયો છે. કોશ અનુસારના અર્થો આ મુખ્ય અર્થના ફલિતાર્થો છે. ઓમ્ (ૐ) એ…

વધુ વાંચો >

ઓરેલિયસ, ઍન્ટોનિનસ માર્ક્સ

ઓરેલિયસ, ઍન્ટોનિનસ માર્ક્સ (જ. 26 એપ્રિલ 121, ઇટાલી; અ. 17 માર્ચ 180, વિયેના, ઑસ્ટ્રિયા) : નિગ્રહી (stoic) તત્ત્વચિંતક, રોમન બાદશાહ. તે ધનવાન કુટુંબમાં જન્મ્યો હતો અને બાદશાહ હેડ્રિયને તેને ભાવિ રોમન શાસક તરીકે પસંદ કર્યો હતો. વિવિધ વિષયના નિષ્ણાતો દ્વારા તેને વ્યવસ્થિત શિક્ષણ આપવામાં આવ્યું હતું. એપિક્ટેટસે ઉદબોધેલ નિગ્રહવાદ અને…

વધુ વાંચો >

ઓર્તેગા ય ગાસેત, યોઝ

ઓર્તેગા ય ગાસેત, યોઝ (જ. 9 મે 1883, મેડ્રિડ, સ્પેન; અ. 18 ઑક્ટોબર 1955, મેડ્રિડ, સ્પેન) : સ્પૅનિશ લેખક અને ચિંતક. જર્મનીમાં તત્વજ્ઞાનનો પાંચ વર્ષ અભ્યાસ. 1910-1936 સુધી મૅડ્રિડ યુનિવર્સિટીમાં અધ્યાત્મવાદ(metaphysics)ના અધ્યાપક. તે પ્રિમો દ રિવેરાની તાનાશાહીના વિરોધી હતા. સ્પેનના આંતરવિગ્રહ દરમિયાન તેમણે સ્વયં દેશવટો ભોગવ્યો હતો. 1945માં તે સ્પેન…

વધુ વાંચો >