Philosophy
લૂકાચ, દ્યૉર્દ્ય (Lukcs, Gergy)
લૂકાચ, દ્યૉર્દ્ય (Lukcs, Gergy) (જ. 13 એપ્રિલ 1885, બુડાપેસ્ટ; અ. 4 જૂન 1971, બુડાપેસ્ટ) : હંગેરિયન, માર્કસવાદી તત્વજ્ઞાની, લેખક અને સાહિત્યવિવેચક. તેમનો જન્મ ધનાઢ્ય યહૂદી કુટુંબમાં થયો હતો. પિતા બૅંકર હતા. 1918માં તેઓ સામ્યવાદી પક્ષના સભ્ય થયેલા. હંગેરીની સામ્યવાદી સરકારમાં તેઓ સંસ્કૃતિ અને શિક્ષણખાતાના પ્રધાન હતા; પરંતુ બેલાકુનની વિવિધ પક્ષોના…
વધુ વાંચો >લેઓપાર્દી, જાકોમો
લેઓપાર્દી, જાકોમો (જ. 29 જૂન 1798, રીકાનાતી, પેપલ સ્ટેટ્સ, ઇટાલી; અ. 14 જૂન 1837, નેપલ્સ) : ઇટાલિયન કવિ, તત્વજ્ઞાની અને સાક્ષર. પોતાના વિદ્વત્તાપૂર્ણ ચિંતનશીલ ગ્રંથો અને ઉત્તમ ઊર્મિકાવ્યો થકી તેઓ ઓગણીસમી સદીના એક મૂર્ધન્ય સાહિત્યકારની પ્રતિષ્ઠા પામ્યા છે. ઉંમરના પ્રમાણમાં ઘણા સમજણા અને પીઢ, પરંતુ જન્મજાત ખોડખાંપણ ધરાવતા લેઓપાર્દીનો જન્મ…
વધુ વાંચો >લૉન્જાયનસ
લૉન્જાયનસ (આશરે જ. 213; અ. 273) : ગ્રીક નવ્યપ્લેટોવાદી અલંકારશાસ્ત્રી અને તત્વવેત્તા. તેઓ ડાયોનિસિયસ લૉન્જિનસ તરીકે પણ ઓળખાય છે. તેમણે વ્યાકરણ, ગદ્યશાસ્ત્ર, અલંકાર અને પૃથક્કરણીય વિવેચનનો ઊંડો અભ્યાસ કર્યો હતો. ઍથેન્સમાં તેમણે વર્ષો સુધી વક્તૃત્વ-કલા અને અલંકારશાસ્ત્ર વિષયનું અધ્યાપન કરેલું. વિશ્વસાહિત્યમાં ‘ઑન ધ સબ્લાઇમ’, મૂળ ગ્રીક ગ્રંથ ‘પેરી હિપ્સોસ’ના લેખક…
વધુ વાંચો >વાદ-પ્રતિવાદ
વાદ-પ્રતિવાદ : ભારતીય આસ્તિક અને નાસ્તિક તમામ દર્શનોમાં અને શાસ્ત્રગ્રંથોમાં સ્વમતના પ્રતિપાદન માટે અને પ્રતિપક્ષીના મતનું જુદી જુદી યુક્તિઓ એટલે કે દલીલો દ્વારા ખંડન કરવામાં તે તે દર્શન કે સંપ્રદાયના આચાર્યોએ વાક્ચાતુર્ય કે વક્તૃત્વકલાનો બહોળો ઉપયોગ કરેલો છે. વિવિધ ધર્મો અને તેમના સંપ્રદાયોને સ્થાપવા અને ટકાવવામાં તર્કશુદ્ધ અને અલંકારમંડિત વક્તૃત્વનો…
વધુ વાંચો >વાસ્તવવાદ (તત્વજ્ઞાન)
વાસ્તવવાદ (તત્વજ્ઞાન) : દેશકાળમાં ઉપસ્થિત જગતની ભૌતિક વસ્તુઓ તમામ જ્ઞાતાઓથી સ્વતંત્ર રીતે અસ્તિત્વ ધરાવે છે એવી માન્યતા ધરાવતો તત્વજ્ઞાનના ક્ષેત્રે પ્રચલિત મત. વાસ્તવવાદ (realism) પ્રમાણે આવી સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતી બાહ્ય વસ્તુઓના ગુણધર્મો કે તેના પરસ્પરના સંબંધો જ્ઞાતાના મનમાં તેને વિશેની વિભાવનાઓથી કે જ્ઞાતા તેને જે રીતે ભાષામાં વ્યક્ત કરે છે…
વધુ વાંચો >વાંગ યંગ
વાંગ યંગ : ચીન દેશના મિંગ વંશ (1368-1644) દરમિયાન થઈ ગયેલો (1472-1528) અગ્રગણ્ય તત્વચિંતક. સમકાલીનોની રૂઢિગત ચિંતન-પદ્ધતિ સામે અણગમો વ્યક્ત કરીને વ્યક્તિગત ચિંતન દ્વારા મૌલિક વિચારધારા રજૂ કરનાર નીડર વિચારક. માનવજીવનના મૂળભૂત પ્રશ્નોના ઉત્તરો વાંગ યંગે પરંપરાગત વિચારધારા કરતાં આત્મખોજ દ્વારા આપવા પ્રયત્નો કર્યા. આ જ કારણથી વાંગ યંગ મિંગ…
વધુ વાંચો >વિચારવાદ (વિજ્ઞાનવાદ, ચૈતન્યવાદ Idealism)
વિચારવાદ (વિજ્ઞાનવાદ, ચૈતન્યવાદ Idealism) : જ્ઞાનવિષયક અને તત્વવિષયક વિચારણાને લગતી વિભાવનાની સાંગોપાંગ ચર્ચા. પ્રારંભિક : Idealism શબ્દનો અહીં આદર્શવાદ એવો અર્થ થતો નથી, કારણ કે અહીં સામાજિક, નૈતિક કે રાજકીય કે ધાર્મિક idealsની – આદર્શોની રજૂઆત અપેક્ષિત નથી. અહીં જ્ઞાનવિષયક અને તત્વવિષયક (metaphysical) વિચારણા રજૂ થઈ છે અને તે સંદર્ભમાં…
વધુ વાંચો >વિજ્ઞાનવાદ
વિજ્ઞાનવાદ : બૌદ્ધ ધર્મના તત્વજ્ઞાનનો સિદ્ધાંત. અદ્વય શુદ્ધ વિજ્ઞાન જ પરમાર્થ સત્ છે. જગતના બધા પદાર્થો મિથ્યા છે. વિજ્ઞાનવાદનો મૂળભૂત સિદ્ધાંત આ છે. તે કેવળ વિજ્ઞાનને જ પરમાર્થ માનતું હોઈ તેને ‘વિજ્ઞાનવાદ’ નામ મળ્યું છે. તે વિજ્ઞાનને ગ્રાહ્ય-ગ્રાહકના દ્વૈતથી રહિત માનતું હોઈ, તેને અદ્વયવિજ્ઞાનવાદ કે વિજ્ઞાનાદ્વૈતવાદ પણ કહેવામાં આવે છે.…
વધુ વાંચો >વિટ્ગેન્સ્ટાઇન, લુડ્વિગ અને તેમનું તત્વચિંતન
વિટ્ગેન્સ્ટાઇન, લુડ્વિગ અને તેમનું તત્વચિંતન (જ. 1889, વિયેના; અ. 1951) : વીસમી સદીના અત્યંત પ્રભાવક ચિંતક. વિટ્ગેન્સ્ટાઇન 1908માં ઇંગ્લૅન્ડમાં વિમાનવિષયક ઇજનેરી વિદ્યા ભણ્યા. ઇજનેરીમાંથી ગણિતમાં અને ગણિતમાંથી ગણિતના તત્વજ્ઞાનમાં તેમને રસ પડ્યો. તેમણે બર્ટ્રાન્ડ રસેલના ‘પ્રિન્સિપલ્સ ઑવ્ મૅથેમૅટિક્સ’ એ ગ્રંથનો અભ્યાસ કર્યો અને તેના પ્રભાવ હેઠળ 1912માં કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં તત્વજ્ઞાનનો…
વધુ વાંચો >વિપશ્યના
વિપશ્યના : ભારતની અત્યંત પુરાતન સાધનાવિધિ. લગભગ 2500 વર્ષ પૂર્વે ગૌતમ બુદ્ધે આ વિલુપ્ત થઈ ગયેલી સાધનાવિધિને ફરી શોધી અને જનકલ્યાણાર્થે સર્વસુલભ બનાવી. પ્રાચીન પાલિ ભાષામાં ‘વિપશ્યના’ શબ્દનો અર્થ ‘યથાર્થને જેવું છે તેવું જોવું’ એટલે કે અંતર્મુખ થઈને પોતાની જાતનું, તેના યથાર્થ સ્વરૂપનું સાક્ષી ભાવે નિરીક્ષણ કરવું. આમ, અંતરમનના છેક…
વધુ વાંચો >