Philosophy

બેન્ટલી, આર્થર ફિશર

બેન્ટલી, આર્થર ફિશર (જ. 16 ઑક્ટોબર 1870, ફ્રીપૉર્ટ, ઇલિનૉઇ; અ. 21 મે 1957) : જાણીતા અમેરિકન રાજ્યશાસ્ત્રી અને દર્શનશાસ્ત્રી. જ્ઞાનમીમાંસા, તર્કશાસ્ત્ર તેમજ ભાષાવિજ્ઞાન અને રાજ્યશાસ્ત્રના વર્તનલક્ષી પદ્ધતિશાસ્ત્રના વિકાસમાં તેમણે આપેલ પ્રદાનને કારણે તેમને ખ્યાતિ પ્રાપ્ત થઈ છે. 1892માં તેમણે બી.એ.ની ઉપાધિ મેળવી અને 1895માં જૉન હૉપકિન્સ યુનિવર્સિટીમાંથી પીએચ.ડી. પ્રાપ્ત કરી…

વધુ વાંચો >

બેન્થામ, જેરિમી

બેન્થામ, જેરિમી (જ. 15 ફેબ્રુઆરી 1748, લંડન; અ. 6 જૂન 1832, લંડન) : ઉપયોગિતાવાદ(utilitarianism)ના પુરસ્કર્તા, અંગ્રેજ તત્વચિંતક અને કાયદાશાસ્ત્રી. વકીલ પિતાના આ પુત્રે ઑક્સફર્ડની ક્વીન્સ કૉલેજમાંથી પદવી મેળવી. કાયદાશાસ્ત્રના વિવિધ ઘટકોનો ઊંડો અભ્યાસ કર્યો. પિતાની અનિચ્છા છતાં બેન્થામે પ્રણાલિકાગત વકીલાત છોડી દીધી અને તેને બદલે કાયદા અને ન્યાયતંત્રના ક્ષેત્રે મહત્વના…

વધુ વાંચો >

બોઝાંક, બર્નાર્ડ

બોઝાંક, બર્નાર્ડ (જ. 14 જૂન 1848, એલનવિક, નૉર્થમ્બર્લૅન્ડ, ઇંગ્લૅન્ડ; અ. 8 ફેબ્રુઆરી 1923, લંડન) : બ્રિટનના અગ્રણી તત્વચિંતક. શરૂઆતનું શિક્ષણ જાણીતી હૅરો સ્કૂલમાં તથા ઉચ્ચ શિક્ષણ બૉલીઓલ કૉલેજમાં લીધું. તત્વજ્ઞાનના વિષયમાં ખૂબ રુચિ હોવાથી અનુસ્નાતક સ્તરે તે વિષયમાં તેમણે વિશેષ પ્રાવીણ્ય પ્રાપ્ત કર્યું. 1870–81 દરમિયાન યુનિવર્સિટી કૉલેજ, ઑક્સફર્ડમાં શરૂઆતમાં ફેલો…

વધુ વાંચો >

બૉહિથિયસ, ઍનિસિયસ મૅન્લિયસ સેવર્નિયસ

બૉહિથિયસ, ઍનિસિયસ મૅન્લિયસ સેવર્નિયસ (જ. 480 આશરે; અ. 524) : રોમના વિદ્વાન તત્વવેત્તા અને રાજકારણી. તેમનો જન્મ રોમના રાજકારણી પરિવારમાં થયો હતો. તેમણે ઍથેન્સ ખાતે અભ્યાસ કર્યો હતો અને ત્યાં તેમણે જે વિદ્યાજ્ઞાન પ્રાપ્ત કર્યું તેના ફળ સ્વરૂપે જ તેઓ ઍરિસ્ટોટલ તથા પૉર્ફિરીની કૃતિઓના અનુવાદ કરવાની ક્ષમતા કેળવી શક્યા. તેમના…

વધુ વાંચો >

બ્રૅડલી, ફ્રાંસિસ હ્યુબર્ટ

બ્રૅડલી, ફ્રાંસિસ હ્યુબર્ટ (જ. 1846, ઇંગ્લૅન્ડ; અ. 1924, ઇંગ્લૅન્ડ) : અંગ્રેજ ચિંતક અને વિવેચક. તેમણે ઑક્સફર્ડમાં અભ્યાસ કર્યો હતો. 1870(?)માં તેઓ મર્ટન કૉલેજમાં ફેલો નિમાયા, અને જીવનપર્યંત આ જ સ્થાને કામગીરી બજાવી. તેઓ યુવાનવયમાં કિડનીના રોગનો ભોગ બન્યા હતા અને તેથી શેષ આયુષ્ય અર્ધઅપંગ અવસ્થામાં તેમને ગુજારવું પડ્યું હતું. શેક્સપિયરના…

વધુ વાંચો >

બ્લૅવેટ્સ્કી, હેલેના પેત્રોવના

બ્લૅવેટ્સ્કી, હેલેના પેત્રોવના (જ. 1831, યુક્રેન; અ. 1991) : જાણીતાં થિયૉસૉફિસ્ટ. તેમનાં લગ્ન એક રશિયન જનરલ સાથે કુમારાવસ્થામાં જ થયાં હતાં; પણ તે લગ્નજીવન ઝાઝું ટક્યું નહિ. પતિને ત્યજીને તેઓ પૂર્વના દેશોના પ્રવાસે નીકળી પડ્યાં અને ખૂબ વ્યાપક પ્રવાસ ખેડ્યો. 1873માં તેઓ અમેરિકા ગયાં અને 1875માં ન્યૂયૉર્ક સિટીમાં હેનરી સ્ટીલ…

વધુ વાંચો >

ભગવાનદાસ, ડૉ.

ભગવાનદાસ, ડૉ. (જ. 12 જાન્યુઆરી 1869, વારાણસી; અ. 18 સપ્ટેમ્બર 1958, વારાણસી) : આધુનિક ભારતના અગ્રણી તત્વચિંતક, સંસ્કૃતના પ્રકાંડ વિદ્વાન, સમાજસેવક અને સ્વાતંત્ર્યસેનાની. સમગ્ર શિક્ષણ વતન વારાણસી ખાતે. તત્વજ્ઞાન વિષય સાથે બી.એ. તથા એમ.એ.ની પદવીઓ પ્રથમ વર્ગમાં પ્રાપ્ત કર્યા પછી કેન્દ્ર સરકારમાં ડેપ્યુટી કલેક્ટરના પદ પર વ્યાવસાયિક કારકિર્દીનો પ્રારંભ કર્યો.…

વધુ વાંચો >

ભટ્ટ (ભટ્ટાચાર્ય), ગદાધર

ભટ્ટ (ભટ્ટાચાર્ય), ગદાધર (જ. આશરે સત્તરમી સદી, લક્ષ્મીપુરા, જિ. બોગ્રા, પૂર્વ બંગાળ; અ. ? ) : નવ્યન્યાયશાસ્ત્રની બંગાળની નદિયા (= નવદ્વીપ) શાખાના એક મહાન નૈયાયિક. તેમના પિતાનું નામ જીવાચાર્ય. હરિરામ તર્કવાગીશની પાસે તેમણે નવ્યન્યાયનું અધ્યયન કર્યું હતું. ગુરુના અવસાન બાદ તેઓ પાઠશાળાના આચાર્ય બન્યા; પરંતુ વિદ્યાર્થીઓએ તેમને આચાર્ય તરીકે સ્વીકાર્યા…

વધુ વાંચો >

ભારતીય તત્વચિંતન

ભારતીય તત્વચિંતન જીવ, જગત અને ઈશ્વર વગેરે મૂળભૂત તત્વો વિશે પ્રાચીન ભારતના લોકોએ કરેલી વિચારણા. તત્વ એટલે બ્રહ્મ અને યાથાર્થ્યની સમજ. બ્રહ્મનો અર્થ ‘મૂળ કારણ’ કરી શકાય. આમ મૂળ કારણ, તેનું સ્વરૂપ, તેનો કાર્યવિસ્તાર, તેની કાર્યકરણપ્રક્રિયા, તેનો કાર્યથી ભેદ કે અભેદ, તેમજ જ્ઞાનનું સ્વરૂપ, તેની ઉત્પત્તિ, વસ્તુને યથાર્થપણે જાણવાનું સામર્થ્ય,…

વધુ વાંચો >

ભેદાભેદ(વાદ)

ભેદાભેદ(વાદ) : બ્રહ્મ અને જીવ વચ્ચે દ્વૈત અને અદ્વૈત બંને હોવાનું માનતા નિમ્બાર્કનો વેદાન્તનો મત. વેદાન્ત તત્વજ્ઞાનની પરંપરાના આચાર્યો, બ્રહ્મ અને જીવના સંબંધ વિશે એકમત નથી. કેવલાદ્વૈતવાદી શંકરાચાર્ય(ઈ. સ. 788–820) જીવ અને બ્રહ્મ વચ્ચે સંપૂર્ણ અભેદ માને છે. અવિદ્યાને કારણે જીવ અને બ્રહ્મ વચ્ચે ભેદ ભાસે છે. બીજી બાજુ, દ્વૈતવાદી…

વધુ વાંચો >