Painting

સાર્જન્ટ જૉન સિન્ગર

સાર્જન્ટ, જૉન સિન્ગર (જ. 12 જાન્યુઆરી 1856, ફ્લૉરેન્સ, ઇટાલી; અ. 15 એપ્રિલ 1925, લંડન, બ્રિટન) : અમેરિકા તેમજ યુરોપના ધનાઢ્ય લોકોનાં વ્યક્તિચિત્રો તેમજ આલ્પ્સનાં નિસર્ગચિત્રો આલેખવા માટે જાણીતો અમેરિકન ચિત્રકાર. પૅરિસમાં વ્યક્તિ-ચિત્રકાર કાર્લો-દુરાં હેઠળ તેણે ચિત્રકલાની તાલીમ લીધી હતી. 1879માં મૅડ્રિડ જઈ વાલાસ્ક્વૅથ (velazquez) તથા હાર્લેમ જઈ ફ્રાન્સ હાલ્સનાં ચિત્રોનો…

વધુ વાંચો >

સાર્તો આન્દ્રેઆ દેલ

સાર્તો, આન્દ્રેઆ દેલ (જ. 1486, ફ્લૉરેન્સ, ઇટાલી; અ. સપ્ટેમ્બર 1530) : ઇટાલિયન રેનેસાંસ-ચિત્રકાર. પિતા દરજી હતા. (પિતાની અટક ‘સાર્તો’નો ઇટાલિયન ભાષામાં અર્થ છે – દરજી.) આઠ વરસની ઉંમરે તેમણે એક સોની હેઠળ સુવર્ણકામની તાલીમ લેવી શરૂ કરેલી; પરંતુ ચિત્રકલા માટેની તેમની લગની તેમને ફ્લૉરેન્સના ચિત્રકાર જિયાન બારિલે પાસે લઈ ગઈ.…

વધુ વાંચો >

સાલોં (Salon)

સાલોં (Salon) (17મીથી 19મી સદી) : લુવ્ર મહેલ ખાતે અગ્રણી ફ્રેન્ચ કલા-સંસ્થા ફ્રેન્ચ રૉયલ અકાદમીનાં યોજાતાં કલા-પ્રદર્શનો. આરંભમાં આ કલા-પ્રદર્શનો લુવ્ર ખાતે ઍપૉલોં (Apolon) નામના ખંડમાં યોજાતાં હોવાથી એ પ્રદર્શનો ‘સાલોં દાપોલોં’ નામે ઓળખાયાં. મૂળે અનિયત કાળે યોજાતાં આ પ્રદર્શનો 1737થી 1795 સુધી દ્વિ-વાર્ષિક ધોરણે યોજાયાં. ફ્રેન્ચ ક્રાંતિ પછી તે…

વધુ વાંચો >

સાલ્વિયાતી જુસેપે

સાલ્વિયાતી, જુસેપે (Salviati, Giuseppe) (જ. આશરે 1520થી 1525, તુસ્કની, ઇટાલી; અ. આશરે 1575) : ઇટાલિયન રેનેસાંસ-ચિત્રકાર. મૂળ નામ જુસેપે પૉર્તા. 1535માં રોમ જઈ તેમણે ઇટાલિયન રેનેસાંસ-ચિત્રકાર ફ્રાન્ચેસ્કો સાલ્વિયાતી પાસે કલા-અભ્યાસ કર્યો અને ગુરુની ‘સાલ્વિયાતી’ અટક અપનાવી લીધી. 1539માં ગુરુ ફ્રાન્ચેસ્કો સાથે જુસેપે વેનિસ ગયા અને ચિત્ર ‘રેઇઝિન્ગ ઑવ્ લાઝારુસ’ ચીતર્યું.…

વધુ વાંચો >

સાલ્વિયાતી ફ્રાન્ચેસ્કો

સાલ્વિયાતી, ફ્રાન્ચેસ્કો (જ. 1510, ફ્લૉરેન્સ, ઇટાલી; અ. 1563) : ઇટાલિયન રેનેસાંસ-ચિત્રકાર. મૂળ નામ ફ્રાન્ચેસ્કો રૉસી. પિતા માઇકેલાન્યાલો (Michelaynalo) રૉસી વણકર હતા અને પુત્ર ફ્રાન્ચેસ્કોને પણ વણકર જ બનાવવા માગતા હતા, પણ ફ્રાન્ચેસ્કોને વણકરની વણાટકલામાં કોઈ જ દિલચસ્પી હતી નહિ; તેથી તેણે એક સોની હેઠળ સુવર્ણકલાના પાઠ લેવા માંડ્યા. એ હજી…

વધુ વાંચો >

સાસેતા

સાસેતા (જ. ચૌદમી-પંદરમી સદી, ઇટાલી; અ. આશરે 1450, સિયેના, ઇટાલી) : ઇટાલીનો પંદરમી સદીનો નામી ગૉથિક ચિત્રકાર. મૂળ નામ સ્તેફાનો દિ જિયોવાની. સિયેના ખાતે સાસેતાએ ચિત્રકળાની તાલીમ લીધી હોય તેમ માનવામાં આવે છે. સિયેના ખાતે આર્તે દેલા લાના ચર્ચમાં વેદી પર મૂકવા માટેનું ચિત્ર તેમણે 1423થી 1426 સુધીમાં ચીતર્યું. ત્યારપછી…

વધુ વાંચો >

સાસોફેરાતો જિયોવાની બાતિસ્તા સાલ્વી

સાસોફેરાતો, જિયોવાની બાતિસ્તા સાલ્વી (જ. 1609, સાસોફેરાતો, ઇટાલી; અ. 1685) : ઇટાલિયન બરોક-ચિત્રકાર. એવું અનુમાન કરવામાં આવે છે કે નેપલ્સમાં ચિત્રકાર દોમેનિકિનો પાસે તેમણે ચિત્રકલાની તાલીમ લીધી હતી. એ પછી 1641માં તેમણે રોમ જઈને ચિત્રકારની કારકિર્દી શરૂ કરી. સાસોફેરાતોએ આલેખેલ મધર મેરીનું ચિત્ર  રોમના સાન્તા સાબિના ચેપલ માટે તેમણે ચીતરેલ…

વધુ વાંચો >

સિકર્ટ વૉલ્ટર રિચાર્ડ

સિકર્ટ, વૉલ્ટર રિચાર્ડ (જ. 31 મે 1860, મ્યૂનિક, જર્મની; અ. 22 જાન્યુઆરી 1942, બાથ, સમર્સેટ, બ્રિટન) : બ્રિટનના અગ્રણી પ્રભાવવાદી ચિત્રકાર. 1881માં લંડન ખાતેની સ્લેડ સ્કૂલ ઑવ્ આર્ટમાં ચિત્રકલાના અભ્યાસ માટે સિકર્ટ દાખલ થયા. 1882માં તેઓ અમેરિકન પ્રભાવવાદી ચિત્રકાર વિસ્લરના શિષ્ય બન્યા. વૉલ્ટર રિચાર્ડ સિકર્ટ 1883માં તેઓ પૅરિસ ગયા અને…

વધુ વાંચો >

સિક્વિરોસ ડૅવિડ ઍલ્ફારો (Siqueiros, David Alfaro)

સિક્વિરોસ, ડૅવિડ ઍલ્ફારો (Siqueiros, David Alfaro) (જ. 1898, ચિહુઆહુઆ, મૅક્સિકો; અ. 1974) : ડાબેરી વિચારસરણી ધરાવતો આધુનિક મૅક્સિકન ચિત્રકાર. આધુનિક મૅક્સિકન ભીંતચિત્ર-પરંપરાના ઘડવૈયાઓની ત્રિપુટીમાં રિવેરા અને ઓરોઝ્કો સાથે સિક્વિરોસની ગણના થાય છે. ડૅવિડ ઍલ્ફારો સિક્વિરોસ મૅક્સિકો શહેરની પ્રિપૅરટરી શાળામાં અભ્યાસ કરતાં કરતાં જ તેર વરસની ઉંમરે સિક્વિરોસે રાત્રિશાળામાં ચિત્રકલાનો અભ્યાસ…

વધુ વાંચો >

સિગર્સ ગેરાર્ડ

સિગર્સ, ગેરાર્ડ (જ. 1591, ફ્લેન્ડર્સ; અ. 1651) : ફ્લેમિશ ચિત્રકાર. એવું અનુમાન કરવામાં આવે છે કે ઍન્ટવર્પમાં ફ્લેમિશ ચિત્રકારો એબ્રાહમ જાન્સેન્સ, કાસ્પર દે ક્રેયર તથા હૅન્ડ્રિક વાન બાલેન પાસે તેઓ ચિત્રકલાની તાલીમ પામેલા. 1608 સુધીમાં તો ઍન્ટવર્પમાં સિગર્સની એક ચિત્રકાર તરીકે મોટી નામના થયેલી. 1615માં તેઓ રોમ ગયા. ત્યાં તે…

વધુ વાંચો >