Painting
મેકડૉનાલ્ડ-રાઇટ, સ્ટૅન્ટન
મેકડૉનાલ્ડ-રાઇટ, સ્ટૅન્ટન (જ. 8 જુલાઈ 1890, ચાર્લોટસ્વિલે, વર્જિનિયા; અ. 22 ઑગસ્ટ 1973, લૉસ એન્જલસ, કેલિફૉર્નિયા, યુ.એસ.) : ‘એબ્સ્ટ્રૅક્શન’ ચિત્રશૈલીના એક સ્થાપક અમેરિકન કલાકાર. મૉર્ગન રસેલના સહયોગમાં તેઓ 1912માં ‘સિન્ક્રોનિઝમ’ના સહસ્થાપક બન્યા. 1900નાં પ્રારંભિક વર્ષોમાં પૅરિસમાંના અભ્યાસકાળ દરમિયાન તેઓ પ્રભાવવાદી (impressionist) કલાકારોની કૃતિઓથી તેમજ એ કલાવાદના અનુગામીઓ પૈકી પૉલ સેઝાં, જ્યૉર્જ…
વધુ વાંચો >મેક્સિકન કલા
મેક્સિકન કલા : પ્રાચીન ઍઝટેક સંસ્કૃતિનો વારસો ધરાવતા મેક્સિકોની અર્વાચીન કલા. પંદરમી સદીમાં સ્પૅનિશ પ્રજાએ અહીં આક્રમણ અને વસવાટનો પ્રારંભ કર્યો. તે પછી અહીંની મૂળ ઍઝટેક (ઇન્ડિયન) પ્રજા અને સ્પૅનિશ પ્રજા વચ્ચે ઘર્ષણ અને પરસ્પર સાંસ્કૃતિક સંવર્ધન સતત ચાલુ રહ્યાં. પરિણામે ઓગણીસમી સદીની બહુમતી પ્રજા મિશ્ર લોહી ધરાવતી હતી અને…
વધુ વાંચો >મેજુ
મેજુ (જ. અને અ. સત્તરમી સદીમાં, માણકોટ, હિમાચલ પ્રદેશ) : પહાડી લઘુચિત્રકલાના પ્રસિદ્ધ ચિત્રકાર. મેજુને માણકોટના રાજા ટિક્કા વિજય ઇન્દ્રસિંઘ તથા તેમના અવસાન પછી રાજા મહીપતદેવનો રાજ્યાશ્રય મળ્યો હતો. ભાગવત પુરાણનાં ર્દશ્યોનાં; રાજા મહીપતદેવ તથા તેમના દરબારીઓ, યોદ્ધાઓ અને રાજગુરુઓનાં; સાધુઓ, યોગીઓ તથા ઋષિઓનાં તેમજ લગ્નોત્સુક વરરાજાનાં વ્યક્તિચિત્રો અને રાગમાળાનાં…
વધુ વાંચો >મેનન, અંજોલિ ઇલા
મેનન, અંજોલિ ઇલા (જ. 17 જુલાઈ 1940, બંગાળ) : ભારતીય મહિલા ચિત્રકાર. પિતા કૉલકાતામાં ડૉક્ટર. તેમણે મુંબઈની જે. જે. સ્કૂલ ઑવ્ આર્ટમાં ચિત્રકલાનો અભ્યાસ કર્યો. આ પછી દિલ્હી યુનિવર્સિટીમાંથી અંગ્રેજી સાહિત્યનાં સ્નાતક થયાં. આ દરમિયાન તેમની મુલાકાત મકબૂલ ફિદા હુસેન સાથે થઈ. હુસેન પાસેથી પ્રેરણા મેળવી મેનન માત્ર ચિત્રકલામાં તલ્લીન…
વધુ વાંચો >મૅનરિઝમ : ચિત્ર અને શિલ્પ
મૅનરિઝમ : ચિત્ર અને શિલ્પ (1520–1600) : 1520થી 1600 દરમિયાન ઇટાલીમાં થયેલી કળાપ્રવૃત્તિ. સમકાલીન કળા-ઇતિહાસકાર જ્યૉર્જિયો વસારીએ ઇટાલિયન શબ્દ ‘માનિયેરા’ પરથી સર્વપ્રથમ ‘મૅનરિઝમ’ (રીતિવાદ) શબ્દ પ્રયોજેલો. 1550 પછી આ શૈલી ઇટાલીની બહાર પશ્ચિમ યુરોપમાં પણ પ્રસરી ચૂકી હતી. વિશ્વરચનાનો આધાર કોઈ સંપૂર્ણતા કે સુવ્યવસ્થામાં નહિ, પણ એકાદ સંકુલ અરાજક અસ્તવ્યસ્તતામાં…
વધુ વાંચો >મૅન્ઝેલ, ઍડૉલ્ફ ફૉન
મૅન્ઝેલ, ઍડૉલ્ફ ફૉન (જ. 8 ડિસેમ્બર 1815, બ્રેસ્લો, જર્મની; અ. 9 ફેબ્રુઆરી 1905, બર્લિન, જર્મની) : ઐતિહાસિક પ્રસંગો ઉપરથી રાષ્ટ્રપ્રેમની ભાવના જગાવતાં ચિત્રો કરવા માટે જાણીતા જર્મન ચિત્રકાર. સ્વશિક્ષિત મૅન્ઝેલને પિતા તરફથી વારસામાં લિથોગ્રાફીનો સ્ટુડિયો મળેલો. તેમાં તેમણે 1844થી 1849 સુધીમાં સર્જેલાં અસંખ્ય મુદ્રણક્ષમ કલાનાં ચિત્રોથી તેમને તત્કાળ પ્રસિદ્ધિ સાંપડી.…
વધુ વાંચો >મેમ્લિન્ગ, હૅન્સ
મેમ્લિન્ગ, હૅન્સ (જ. 1430, સૅલિજેન્સ્ટાડ, જર્મની; અ. 11 ઑગસ્ટ 1494, બ્રુજેસ, બેલ્જિયમ) : પ્રસિદ્ધ ફ્લેમિશ ચિત્રકાર. કોલોન નગરમાં ચિત્રકળાની તાલીમ લીધા પછી 1455માં તેઓ નેધરલૅન્ડ્ઝ ગયા અને ત્યાં ચિત્રકાર રૉજિયર વૅન ડર વેડનના સ્ટુડિયોમાં ચિત્રકામના સહાયક તરીકે રહ્યા. 1460માં બ્રુજેસમાં સ્થિર થઈને તેમણે સ્ટુડિયો શરૂ કર્યો અને પ્રભુભોજનના ટેબલ પાછળનાં…
વધુ વાંચો >મેરિડા, કાર્લોસ
મેરિડા, કાર્લોસ (જ. 2 ડિસેમ્બર 1891, ગ્વાટેમાલા; અ. 22 ડિસેમ્બર 1984 મેક્સિકો) : મેક્સિકોના ક્રાંતિકારી જનભોગ્ય કલા – આન્દોલનમાં ભાગ લેનાર ગ્વાટેમાલાના ભીંતચિત્રકાર (muralist). 1910થી 1914 સુધી યુરોપમાં ઘૂમી પાબ્લો પિકાસો અને ઍમિદિયો મૉદિલ્યાની જેવા આધુનિક ચિત્રકલાના પ્રણેતાઓના અંતરંગ સંપર્કમાં આવ્યા. આ પછી 1920માં મેક્સિકો ગયા અને ત્યાંની સમાજાભિમુખી કલા-ચળવળથી…
વધુ વાંચો >મૅર્ટિન, જૉન
મૅર્ટિન, જૉન (જ. 1789 બ્રિટન; અ. 1854 બ્રિટન) : રંગદર્શી ચિત્રશૈલીના બ્રિટિશ ચિત્રકાર. તેઓ વિનાશ, સર્વનાશ અને પ્રલયનાં નિસર્ગચિત્રો સર્જવા માટે જાણીતા બનેલા. બ્રિટનના તત્કાલીન સામાજિક અને રાજકીય વાતાવરણમાં સન્માનપાત્ર સ્થાન ધરાવતી ‘ધ રૉયલ એકૅડેમી ઑવ્ આર્ટ્સ’ તરફથી મૅર્ટિનને હડધૂત કરાયા હતા. સામે પક્ષે મૅર્ટિને પણ એ એકૅડેમીનો હિંસક વિરોધ…
વધુ વાંચો >મેસોં, આન્દ્રે
મેસોં, આન્દ્રે (Masson, Andre) (જ. 1896, ફ્રાંસ; અ. 1987) : પરાવાસ્તવવાદી ચિત્રકલાના પ્રારંભિક અને પ્રમુખ ચિત્રકારોમાંના એક. જન્મજાત હિંસક, અશાંત અને અરાજકતાવાદી (anarchist) પ્રકૃતિ ધરાવતા મેસોંનો સ્થાયી ભાવ ઊંડા ભયનો હતો. પ્રથમ વિશ્વયુદ્ધમાં તેઓ એટલા બધા તો ઘવાયા હતા કે માંડ માંડ મૃત્યુના મુખમાંથી બચી શક્યા. આ અનુભવે તેમની અસુરક્ષાની…
વધુ વાંચો >