Painting
કુલકર્ણી દત્તાત્રેય ગુન્ડો
કુલકર્ણી, દત્તાત્રેય ગુન્ડો (જ. 28 ડિસેમ્બર 1921, શેદબાલ, જિ. બેલગામ, કર્ણાટક; અ. 16 નવેમ્બર 1992, મુંબઈ) : આધુનિક ભારતીય શિલ્પી, ચિત્રકાર અને કાર્ટૂનિસ્ટ. ‘ડિઝી’ તખલ્લુસથી તેઓ વિશેષ જાણીતા છે. કન્નડ બ્રાહ્મણ માતાપિતાના સંતાન ડિઝીને પાંચ બહેનો અને એક ભાઈ હતાં. ડિઝી સૌથી નાના. શાલેય અભ્યાસ પૂરો કરી 1939માં ડિઝી મુંબઈની…
વધુ વાંચો >કુસુમી મોરિકાગે
કુસુમી, મોરિકાગે (જ. 1610 ?, એડો, જાપાન; અ. 1700, જાપાન) : ખેડૂતો અને આમજનતાનું નિરૂપણ કરવા માટે જાણીતો જાપાની ચિત્રકાર. કાનો ચિત્રશૈલીના ગુરુ તાન્યુ કાનો પાસે કુસુમીએ કલાની તાલીમ લીધી. ચીનના સુન્ગ રાજવંશ કાળની કલાશૈલીથી પ્રભાવિત કાનો શૈલીના ચુસ્ત નીતિનિયમો કુસુમીને પહેલેથી જ બંધિયાર અને ગૂંગળાવનારા લાગેલા; આથી તેમણે મુક્ત…
વધુ વાંચો >કુંડલિત ચિત્રો (Scroll Painting)
કુંડલિત ચિત્રો (Scroll Painting) : ભૂંગળાંની જેમ વાળવામાં આવતાં સચિત્ર ઓળિયાં કે ટીપણાં. આમાંનાં ચિત્રોને કુંડલિત ચિત્રો કહેવામાં આવે છે. છેલ્લાં બસો-અઢીસો વર્ષો દરમિયાન ગુજરાત અને રાજસ્થાનમાં પંચાંગ અને જન્મકુંડળીઓ કાગળના લાંબા પટ્ટા પર તૈયાર કરવાની પ્રથા પ્રચલિત હતી. આવા સચિત્ર ઓળિયામાં દરેક માસના વાર, તિથિ, રાશિ, નક્ષત્ર વગેરેની માહિતી…
વધુ વાંચો >કૂતુરે થૉમસ
કૂતુરે, થૉમસ (Couture, Thomas) (જ. 21 ડિસેમ્બર 1815, ફ્રાંસ; અ. 30 માર્ચ 1879 ફ્રાંસ) : વ્યક્તિચિત્રો તેમજ ઐતિહાસિક વિષયનાં ચિત્રો આલેખવા માટે જાણીતા ફ્રેંચ રંગદર્શી ચિત્રકાર. ફ્રેંચ ચિત્રકાર ગ્રૉસ હેઠળ કૂતુરે ચિત્રકલા શીખેલા. તેમના વ્યક્તિચિત્રોમાં નજરે પડતાં મૉડલની પ્રભાવક ઉપસ્થિતિ ખાસ ધ્યાન ખેંચે છે. તેમનાં ચિત્રોમાં તીવ્ર પ્રકાશ સાથે તીવ્ર પડછાયાની…
વધુ વાંચો >કૂનિન્ગ વિલેમ
કૂનિન્ગ, વિલેમ (જ. 24 એપ્રિલ 1904, રોટર્ડૅમ, હોલૅન્ડ; અ. 19 માર્ચ 1997, ઇસ્ટ હેમ્પ્ટન, ન્યૂયોર્ક) : આધુનિક અમૂર્ત ચિત્રણાની ઍક્શન પેઇન્ટિંગ શાખામાં કામ કરનાર અમેરિકાના અગ્રણી ચિત્રકાર. 1926માં કૂનિન્ગ હોલૅન્ડથી ધ યુનાઇટેડ સ્ટેટ્સ ઑવ્ અમેરિકા આવ્યા. 1940 સુધી તેમણે વાસ્તવવાદી ઢબે વ્યક્તિચિત્રો ચીતર્યાં. 1940માં તેઓ અમૂર્ત ચિત્રણામાં કામ કરનાર અમેરિકાના…
વધુ વાંચો >કૂપર સૅમ્યુઅલ
કૂપર, સૅમ્યુઅલ (જ. 1609, લંડન, બ્રિટન; અ. 1672, લંડન, બ્રિટન) : લઘુ કદનાં વ્યક્તિચિત્રો (miniature portraits) ચીતરવા માટે જાણીતો બ્રિટિશ ચિત્રકાર. આ પ્રકારનાં ચિત્રોના સર્જક તરીકે તે સમગ્ર યુરોપના શ્રેષ્ઠ ચિત્રકારોમાં ગણના પામ્યો છે. ઑલિવર ક્રૉમવેલ અને રાજા ચાર્લ્સ બીજાનાં તેણે લઘુ કદનાં અનેક વ્યક્તિચિત્રો કરેલાં. ચિત્રકાર જોન હૉસ્કિન્સ હેઠળ…
વધુ વાંચો >કૂર્બે ગુસ્તાવ
કૂર્બે, ગુસ્તાવ (Courbet, Gustave) જ. 10 જૂન 1819, ફ્રાંસ; અ. 31 ડિસેમ્બર 1877, સ્વિટ્ઝર્લૅન્ડ) : ફ્રેંચ ચિત્રકાર અને રંગદર્શી ચળવળના પ્રત્યાઘાત રૂપે જન્મેલી વાસ્તવમૂલક (realism) કલા-ચળવળનો પ્રણેતા. પૂર્વ ફ્રાંસના એક શ્રીમંત ખેડૂત પરિવારમાં તેનો જન્મ થયેલો. રૉયલ કૉલેજ ખાતે ચિત્રકલાનો અભ્યાસ કર્યા પછી તેણે પૅરિસમાં કાયદાનો અભ્યાસ કરવો શરૂ કર્યો.…
વધુ વાંચો >કૂ સી
કૂ સી (જીવનકાળ આશરે 1060થી 1080; જન્મસ્થળ : વેન-સિન, લો-યાન્ગ, ચીન) : સૂન્ગ રાજવંશ દરમિયાન ઉત્તર ચીનના સૌથી વધુ પ્રખ્યાત ચિત્રકાર. પ્રકૃતિમાં જોવા મળતા વિવિધ ઋતુઓના પ્રભાવને આલેખવામાં એમનું નૈપુણ્ય બેનમૂન ગણાયું. માત્ર એકરંગી (monochromatic) હોવા છતાં એમનાં ચિત્રોમાં નિસર્ગની અલગ અલગ ઋતુનું તાર્દશ આલેખન જોવા મળે છે. એમનાં ચિત્રોમાંથી…
વધુ વાંચો >કૃષ્ણા કન્વલ
કૃષ્ણા, કન્વલ (જ. 1910, મૉન્ટ્ગોમેરી, પંજાબ, ભારત; અ. 1993, નવી દિલ્હી) : આધુનિક ભારતીય ચિત્રકાર. બાળપણ પંજાબનાં ખેતરોમાં વીત્યું; પંજાબી લોક-સંગીતનું એમણે આકંઠ પાન કર્યું. મૅટ્રિક્યુલેશન પસાર કરીને એ ઇજનેરી વિદ્યાનો અભ્યાસ કરવા કૉલકાતા પહોંચ્યા, પરંતુ તેમાં દિલ ચોંટ્યું જ નહિ તેથી એ પડતો મૂકીને કૉલકાતાની ગવર્ન્મેન્ટ કૉલેજ ઑવ્ આર્ટમાં…
વધુ વાંચો >કૃષ્ણા દેવયાની
કૃષ્ણા, દેવયાની (જ. 1918, ઇન્દોર, ભારત; અ. 2000) : આધુનિક ભારતીય મહિલા ચિત્રકાર. મૂળ, પિયરનું નામ દેવયાની જાદવ. બાળપણથી જ દેવયાનીએ ઇન્દોરના ચિત્રકાર ડી.ડી. દેવલાલીકર પાસેથી તાલીમ લેવી શરૂ કરેલી. પ્રકૃતિ અને નિસર્ગ-ચિત્રણામાં દેવયાનીને પહેલેથી જ ઊંડી રુચિ હતી. મૅટ્રિક્યુલેશન પસાર કરીને 1935માં દેવયાની મુંબઈ પહોંચ્યાં અને ત્યાંની પ્રખ્યાત કળાશાળા…
વધુ વાંચો >