કૂતુરે, થૉમસ (Couture, Thomas) (જ. 21 ડિસેમ્બર 1815, ફ્રાંસ; અ. 30 માર્ચ 1879 ફ્રાંસ) : વ્યક્તિચિત્રો તેમજ ઐતિહાસિક વિષયનાં ચિત્રો આલેખવા માટે જાણીતા ફ્રેંચ રંગદર્શી ચિત્રકાર.

કૂતુરેએ દોરેલું ચિત્ર : ‘ધ રોમન્સ ઑવ્ ધ ડિકેડન્સ’

ફ્રેંચ ચિત્રકાર ગ્રૉસ હેઠળ કૂતુરે ચિત્રકલા શીખેલા. તેમના વ્યક્તિચિત્રોમાં નજરે પડતાં મૉડલની પ્રભાવક ઉપસ્થિતિ ખાસ ધ્યાન ખેંચે છે. તેમનાં ચિત્રોમાં તીવ્ર પ્રકાશ સાથે તીવ્ર પડછાયાની ઉપસ્થિતિ જોવા મળે છે તથા પીંછીને તેમણે મોકળાશથી ફેરવી છે. એક કલાગુરુ તરીકે પણ તેમને યાદ કરવામાં આવે છે. પ્રભાવવાદના પ્રણેતા ચિત્રકાર માને (Manet) તથા ફૂર્બેખ (Feuerbach) તેમના શિષ્યો હતા.

અમિતાભ મડિયા