Music

હાન્ડેલ જૉર્જ ફ્રેડરિક

હાન્ડેલ, જૉર્જ ફ્રેડરિક (જ. 1685, હૅલી, જર્મની; અ. 1759) : ઇંગ્લૅન્ડનો જાણીતો સ્વરકાર. બારોક સંગીતનો તે શહેનશાહ ગણાય છે. જર્મન મૂળના આ સંગીતકારનું મૂળ નામ જૉર્જ ફ્રેડરિક હાન્ડેલ. તેના પિતાએ તેના બાળપણમાં તેનામાં રહેલી જન્મજાત રુચિ અને કૌશલ્યની પરખ કરી હાન્ડેલને ત્રણ વર્ષની સઘન તાલીમ માટે હૅલે ખાતેના જાણીતા સંગીતકાર…

વધુ વાંચો >

હાફિઝ અલીખાન

હાફિઝ અલીખાન (જ. 1888, ગ્વાલિયર; અ. 1962) : સરોદના અગ્રણી વાદક. પિતાનું નામ નન્હેખાન. તેમના દાદાના પિતા ઉસ્તાદ ગુલામ બંદેગી તેમના જમાનાના કુશળ રબાબ-વાદક હતા. તેમના પુત્ર ગુલામઅલી પણ રબાબના નિષ્ણાત વાદક હતા. રબાબ વગાડવાની તાલીમ તેમણે તેમના પિતા પાસેથી લીધેલી. ઉસ્તાદ ગુલામઅલીએ રબાબમાં કેટલાક ફેરફારો કરી તેને જે રૂપ…

વધુ વાંચો >

હાફિઝ અહમદખાં

હાફિઝ અહમદખાં (જ. 15 માર્ચ 1926, સહસવાન, જિ. બદાયૂં, ઉત્તરપ્રદેશ) : ઉત્તર હિંદુસ્તાની શુદ્ધ શાસ્ત્રીય સંગીત ઉપરાંત ઉપશાસ્ત્રીય સંગીતના અગ્રણી ગાયક. સંગીતની પ્રાથમિક શિક્ષા પિતા ઉસ્તાદ રશીદ અહેમદખાંસાહેબ પાસેથી પ્રાપ્ત કરી હતી. શુદ્ધ શાસ્ત્રીય સંગીત ઉપરાંત તેમણે ઠૂમરી જેવી ઉપશાસ્ત્રીય ગાયનશૈલીની તાલીમ પણ પોતાના પિતા પાસેથી લીધી હતી. તેઓ ભજન…

વધુ વાંચો >

હાયડન ફ્રાન્ઝ જૉસેફ (Haydn Franz Joseph)

હાયડન, ફ્રાન્ઝ જૉસેફ (Haydn, Franz Joseph) [જ. 31 માર્ચ 1732, રોહ્રો (Rohro), ઑસ્ટ્રિયા; અ. 31 મે 1809, વિયેના, ઑસ્ટ્રિયા] : પ્રશિષ્ટ યુરોપિયન સંગીતના એક અગ્રણી સંગીતકાર અને સંગીતનિયોજક તથા સિમ્ફનીના આધુનિક સ્વરૂપના ઘડવૈયા. હાયડનનું બાળપણ ગરીબી અને રઝળપાટમાં વીતેલું. તેમના પિતા ગાડાનાં પૈડાં બનાવનાર સુથાર હતા તથા માતા ધનિકોને ત્યાં…

વધુ વાંચો >

હિર્લેકર શ્રીકૃષ્ણ હરિ

હિર્લેકર, શ્રીકૃષ્ણ હરિ (જ. 1871, ગગનબાવડા રિયાસત; અ. ?) : ગ્વાલિયર ઘરાનાના અગ્રણી ગાયક કલાકાર, શાસ્ત્રીય સંગીતના ઉચ્ચ કોટીના અધ્યાપક અને શાસ્ત્રીય સંગીતના સન્નિષ્ઠ પ્રચારક. બાળપણથી જ તેમના કંઠમાં માધુર્ય અને મનમાં સંગીત પ્રત્યે રુચિ હતી. શિશુવયથી જ ગાયન-ભજન રજૂ કરીને તેમણે લોકચાહના મેળવી હતી. ગગનબાવડા રિયાસતના રાજવીને શાસ્ત્રીય સંગીતમાં…

વધુ વાંચો >

હૅન્ડેલ જૉર્જ ફ્રેડરિક

હૅન્ડેલ, જૉર્જ ફ્રેડરિક (જ. 23 ફેબ્રુઆરી 1685, હૅલે, જર્મની; અ. 1759, ઇંગ્લૅન્ડ) : ઇંગ્લિશ ઑરેટોરિયોઝ નામથી જાણીતી બનેલી સંગીતશૈલી ઇંગ્લિશ ચર્ચ-સંગીત, પશ્ચિમના કંઠ્ય તથા વાદ્ય-સંગીતના વિખ્યાત સ્વર-નિયોજક. સાત વર્ષના હતા ત્યારથી સંગીતની તાલીમ લેવાની શરૂઆત કરી અને બાર વર્ષની ઉંમરે હૅલે ખાતેના મુખ્ય ખ્રિસ્તી દેવળમાં તેના ગુરુ અને સ્વરનિયોજક ફ્રેડરિક…

વધુ વાંચો >

હેમંતકુમાર

હેમંતકુમાર (જ. 16 જૂન 1920, બનારસ; અ. 27 સપ્ટેમ્બર 1989, કોલકાતા) : પાર્શ્ર્વગાયક, સંગીતકાર, ચિત્રનિર્માતા. પિતા કાલિદાસ મુખોપાધ્યાય બ્રિટિશ કંપનીમાં કારકુન હતા. માતા કિરણબાલા. બંગાળીમાં હેમંત મુખોપાધ્યાય અને હિંદીમાં હેમંતકુમાર તરીકે ખ્યાતનામ. આ ગાયક–સંગીતકારે બંને ભાષાઓમાં યાદગાર ગીતો આપ્યાં છે. ગાયન અને સંગીતનિર્દેશન બંને ક્ષેત્રે તેમનું ઉમદા પ્રદાન છે. હેમંતકુમાર…

વધુ વાંચો >

હેયડન ફ્રૅન્ઝ જૉસેફ

હેયડન, ફ્રૅન્ઝ જૉસેફ (જ. 1732; અ. 1809) : પાશ્ચાત્ય સંગીતના જાણીતા સંગીતકાર-સ્વરકાર. ઑસ્ટ્રિયાના વતની. નાની વયમાં વિયેના ખાતેના એક ચર્ચમાં સંગીતની પ્રાથમિક તાલીમ લીધી. શિક્ષકના વ્યવસાયમાંથી તથા જાણીતા સંગીતકારો સાથે સંગત કરીને જેમતેમ કરીને તેઓ ગુજરાન કરતા હતા; પરંતુ વિયેનાના કેટલાક ઉમરાવો તેમની સ્વરરચનાથી પ્રભાવિત થયા પછી તેમની સંગીતક્ષેત્રમાં ચઢતી…

વધુ વાંચો >