Music
સાદિકઅલીખાં (રામપુર)
સાદિકઅલીખાં (રામપુર) (જ. 1893, જયપુર; અ. 17 જુલાઈ 1964) : વિખ્યાત બીનકાર. બાલ્યાવસ્થામાં જ તેમને બીન પ્રત્યે લગાવ થયો. તેમના પિતાનું નામ મુશર્રફખાં હતું, જેઓ જયપુરના વિખ્યાત બીનકાર રજબઅલીખાંના વંશજ હતા. ઉસ્તાદ મુશર્રફખાંએ બીનવાદનની તાલીમ ઉસ્તાદ રજબઅલીખાંસાહેબ પાસેથી લીધી હતી. સમયાંતરે તેમના જ પુત્ર સાદિકઅલીખાંએ ઉચ્ચ કક્ષાના બીનકાર તરીકે પ્રતિષ્ઠા…
વધુ વાંચો >સાબળે શાહીર
સાબળે, શાહીર (જ. 1925, મુંબઈ) : મરાઠી લોકસંગીતના અગ્રણી ગાયક, મરાઠી લોકનાટ્યના પ્રવર્તક અને તેના વિખ્યાત કલાકાર. તેમનું આખું નામ કૃષ્ણરાવ ગણપત સાબળે, પરંતુ મરાઠી ભાષકોમાં તેઓ ‘શાહીર સાબળે’ આ ટૂંકાક્ષરી નામથી જ ઓળખાતા હોય છે. ઈશ્વરદત્ત દમદાર અને કસદાર અવાજ ધરાવતા આ ગાયક કલાકારે સાને ગુરુજીની પ્રેરણાથી 1945માં મુંબઈના…
વધુ વાંચો >સામગાન અને તેના પ્રકારો
સામગાન અને તેના પ્રકારો : શ્રૌત કે વૈદિક યજ્ઞમાં સોમરસના પાન સમયે કરવામાં આવતું ગાન. પ્રાચીન ભારતમાં વૈદિક કાળમાં દેવોને ખુશ કરવા યજ્ઞો કરવામાં આવતા હતા. આ યજ્ઞમાં ચારેય વેદના બ્રાહ્મણો યજ્ઞવિધિ કરતા. ઋગ્વેદનો જ્ઞાની ‘હોતા’ નામથી ઓળખાતો બ્રાહ્મણ દેવોને બોલાવવાનું આવાહનનું કાર્ય કરતો. એ પછી યજુર્વેદનો જ્ઞાની ‘અધ્વર્યુ’ નામથી…
વધુ વાંચો >સામતાપ્રસાદ
સામતાપ્રસાદ (જ. 1920, કાશી; અ. 2001, કાશી) : ભારતના દિગ્ગજ તબલાવાદક. પિતાનું નામ બાચા મિશ્ર જેઓ પોતે કુશળ તબલાવાદક હતા. તેમના પરિવારમાં તબલાવાદનની કલા વંશપરંપરાગત રીતે ચાલતી આવી છે. તેમણે તબલાવાદનની તાલીમની શરૂઆત પિતાના માર્ગદર્શન હેઠળ કરી હતી, પરંતુ તેમની નાની ઉંમરમાં પિતાનું અવસાન થતાં તેમણે તબલાવાદનની ઉચ્ચ શિક્ષા પંડિત…
વધુ વાંચો >સામાર્તિની બંધુઓ
સામાર્તિની બંધુઓ (સામાર્તિની જુસેપે : જ. આશરે 1693, મિલાન, ઇટાલી; અ. આશરે 1750, લંડન, બ્રિટન. સામાર્તિની જિયોવાની બાતિસ્તા : જ. 1700-1701, મિલાન, ઇટાલી; અ. 15 જાન્યુઆરી 1775, મિલાન, ઇટાલી) : ઇટાલિયન સંગીતકાર અને સંગીતનિયોજક બંધુઓ. જુસેપેનું તખલ્લુસ ‘ઇલ લોન્ડોનિઝ’ હતું. અઢારમી સદીના પૂર્વાર્ધમાં બ્રિટનમાં ઓબોવાદક તથા સંગીતનિયોજક તરીકે તેમણે મહત્વની…
વધુ વાંચો >સામ્બમૂર્તિ પી.
સામ્બમૂર્તિ, પી. (જ. 14 ફેબ્રુઆરી 1901, ચેન્નાઈ; અ. ?) : કર્ણાટકી સંગીતના વિખ્યાત શાસ્ત્રકાર, તમિળ સાહિત્યકાર, સંશોધક, ગાયક અને વાદક. તેમના પિતા પી. ઐયર સ્ટેશનમાસ્તર હતા. સામ્બમૂર્તિ માત્ર ચાર વર્ષના હતા ત્યારે તેમના પિતાનું અવસાન થવાથી માતાએ તેમનો ઉછેર કર્યો હતો. તેમણે પ્રદર્શન-વીણા નામના વાદ્યનો આવિષ્કાર કર્યો હતો. તમિળ, તેલુગુ,…
વધુ વાંચો >સાર્જન્ટ હેરૉલ્ડ માલ્કૉમ વૉટ્સ (સર)
સાર્જન્ટ, હેરૉલ્ડ માલ્કૉમ વૉટ્સ (સર) (જ. 29 એપ્રિલ 1895, ઍશ્ફૉર્ડ, કૅન્ટ, બ્રિટન; અ. 3 ઑક્ટોબર 1967, લંડન, બ્રિટન) : વિખ્યાત સંગીતસંચાલક (conductor). લંડનની રૉયલ કૉલેજ ઑવ્ ઑર્ગેનિસ્ટ્સમાં અભ્યાસ કરીને સોળ વરસની ઉંમરે સંગીતનો ડિપ્લોમા મેળવ્યો. એકવીસ વરસની ઉંમરે તેમણે સંગીતમાં પીએચ.ડી.ની ઉપાધિ પ્રાપ્ત કરી. 1921માં તેમની પોતાની મૌલિક રચનાઓ હેન્રી…
વધુ વાંચો >સાલિયેરી ઍન્તૉનિયો
સાલિયેરી, ઍન્તૉનિયો (જ. 18 ઑગસ્ટ 1750, લેન્યાનો, ઇટાલી; અ. 7 મે 1825, વિયેના, ઑસ્ટ્રિયા) : ઑપેરાઓ રચવા માટે જાણીતો ઇટાલિયન સ્વરનિયોજક. સોળ વરસની ઉંમરે સાલિયેરીએ સ્વરનિયોજક એફ. એલ. ગાસ્માન (Gassmann) હેઠળ સ્વર-નિયોજનની તાલીમ મેળવવી શરૂ કરી. ગાસ્માને તેની ઓળખાણ વિયેનાના સમ્રાટ જૉસેફ બીજા સાથે કરાવી. સાલિયેરીના પહેલા ઑપેરા ‘લ દોને…
વધુ વાંચો >સિદ્ધેશ્વરીદેવી
સિદ્ધેશ્વરીદેવી (જ. 8 ઑગસ્ટ 1908, વારાણસી; અ. 18 માર્ચ 1977, દિલ્હી) : શુદ્ધ શાસ્ત્રીય બનારસી ગાયકીનાં અગ્રગણ્ય અને પ્રસિદ્ધ કલાકાર. તેમનાં દાદીમા મૈના એક સુપ્રસિદ્ધ ગાયિકા હતાં એટલે નાનપણથી જ સિદ્ધેશ્વરીદેવીને તેમની પાસેથી સંગીતનો અમૂલ્ય વારસો મળ્યો હતો. 11 વર્ષની વય સુધીમાં બંને માતા અને પિતા ગુમાવતાં કાશીનરેશનાં દરબારી ગાયિકા…
વધુ વાંચો >સિબેલિયસ જ્યૉં (જુલિયસ ક્રિશ્ચિયન) Sibelius Jean (Julius Christian)
સિબેલિયસ, જ્યૉં (જુલિયસ ક્રિશ્ચિયન) Sibelius, Jean (Julius Christian) [જ. 8 ડિસેમ્બર 1865, હામીન્લિના (Hameenlinna), ફિનલૅન્ડ; અ. 20 સપ્ટેમ્બર 1957, જાર્વેન્પા (Jrvenh) – ફિનલૅન્ડ] : વીસમી સદીમાં સિમ્ફનીના ઘાટનો વિકાસ કરનાર અગત્યના સંગીત-નિયોજક તથા સમગ્ર સ્કૅન્ડિનેવિયાના સૌથી વધુ ખ્યાતનામ સંગીતકાર. બાળપણથી જ વાયોલિનવાદન અને સંગીત-નિયોજનનો શોખ ધરાવતા સિબેલિયસે 1889માં બર્લિન અને…
વધુ વાંચો >