Music

વૉટર્સ, મડી

વૉટર્સ, મડી (જ. 4 એપ્રિલ 1915, રોલિન્ગ ફૉર્ક, મિસિસિપી, યુ.એસ.; અ. 30 એપ્રિલ 1983, વેસ્ટ્મોન્ટ, ઇલિનોઈ, યુ.એસ.) : ‘ધ બ્લૂઝ’ નામે ઓળખાતી શૈલીનો જન્મદાતા જાઝ ગાયક અને ગિટારવાદક. મૂળ નામ મૅક્ક્ધિલે મૉર્ગેન્ફીલ્ડ. મિસિસિપીમાં કપાસનાં ખેતરોમાં બાળપણ વીત્યું. બાળપણમાં જ હાર્મોનિયમ જેવું વાજિંત્ર હાર્મોનિકા વગાડતાં શીખી લીધું. તરુણાવસ્થામાં ગિટાર વગાડતાં શીખ્યો…

વધુ વાંચો >

વોરા, વિનાયક

વોરા, વિનાયક (જ. 1929, માંડવી, કચ્છ; અ. 4 જૂન 2006, મુંબઈ) : તારશરણાઈના બેતાજ બાદશાહ. સાહિત્ય અને સંગીતને વરેલા પરિવારમાં જન્મ. પિતા નાનાલાલ વૈકુંઠરાય વોરા સંસ્કૃતના પંડિત અને સંગીતના મર્મજ્ઞ હતા જેમની પાસેથી બાળપણમાં વિનાયક વોરાએ સંગીતની પ્રાથમિક તાલીમ મેળવી હતી. તેમના કાકા પ્રમોદરાય તથા ઉપેન્દ્રરાય કચ્છના જાણીતા સાહિત્યકાર અને…

વધુ વાંચો >

વૉર્લોક પીટર

વૉર્લોક પીટર (જ. 30 ઑક્ટોબર 1894, લંડન, બ્રિટન; અ. 17 ડિસેમ્બર 1930, લંડન, બ્રિટન) : આધુનિક બ્રિટિશ સંગીતકાર, સંગીતવિવેચક તથા રાણી એલિઝાબેથના જમાનાના સંગીતના સંપાદક. સંગીતક્ષેત્રે સ્વશિક્ષિત વૉર્લોકને બે સંગીતનિયોજકો ફ્રેડેરિક ડેલિયસ તથા બર્નાર્ડ ફાન ડીરેન પાસેથી માર્ગદર્શન મળ્યું. 1920માં વૉર્લોકે ‘ધ સેકબર’ નામે સંગીતનું એક સામયિક શરૂ કર્યું અને…

વધુ વાંચો >

વૉલ્ટન, વિલિયમ

વૉલ્ટન, વિલિયમ (જ. 1902, બ્રિટન; અ. 1990, બ્રિટન) : આધુનિક બ્રિટિશ સંગીતકાર. તેમણે પ્રથમ કૃતિ ‘ફસાદ’ વડે સંગીતજગતમાં પ્રવેશ મેળવ્યો. આ કૃતિ એક બોલતા અવાજ અને છ વાજિંત્રો માટે છે. તેમાં બોલતો અવાજ કવિ એડિથ સિટ્વેલનાં કાવ્યોનું પઠન કરે છે. એ પછી તેમણે બ્રિટિશ સંગીતકાર એડ્વર્ડ ઍલ્ગારની શૈલીમાં પહેલી સિમ્ફની…

વધુ વાંચો >

વૉહાન, વિલિયમ્સ (Vaughan, Williams)

વૉહાન, વિલિયમ્સ (Vaughan, Williams) (જ. 12 ઑક્ટોબર 1872, ડાઉન એમ્પની, ગ્લુસેસ્ટશૉયર, બ્રિટન; અ. 26 ઑગસ્ટ 1958, લંડન, બ્રિટન) : વિખ્યાત આધુનિક બ્રિટિશ સંગીતકાર અને બ્રિટિશ રાષ્ટ્રીય સંગીત ચળવળના સ્થાપક/પ્રણેતા. કેમ્બ્રિજની ટ્રિનિટી કૉલેજમાં સર ચાર્લ્સ સ્ટેન્ફોર્ડ હેઠળ તેમજ રૉયલ કૉલેજ ઑવ્ મ્યુઝિકમાં સર હબર્ટ પૅરી હેઠળ વૉહાને સંગીતનો અભ્યાસ કર્યો. 1897થી…

વધુ વાંચો >

વ્યંકટમખી

વ્યંકટમખી (જ. ?; અ. અનુમાને 17મી સદીનો અંત, તંજાવર) : દક્ષિણ ભારતીય શાસ્ત્રીય સંગીતના શાસ્ત્રકાર. પિતાનું નામ ગોવિંદ દીક્ષિત તથા માતાનું નામ નાગમ્બા. પિતા નાયક વંશના અંતિમ શાસક વિજયરાઘવના દીવાન હતા. પંડિત વ્યંકટેશમખીની વિદ્વત્તાથી પ્રભાવિત થયેથી વિજયરાઘવે તેમને દરબારી ગાયકનું પદ બહાલ કર્યું હતું. પંડિત વ્યંકટમખીએ ‘ચતુર્દણ્ડિપ્રકાશિકા’ નામક સંગીતવિષયક ગ્રંથની…

વધુ વાંચો >

વ્યાસ, અવિનાશ

વ્યાસ, અવિનાશ (જ. 21 જુલાઈ 1911; અ. 20 ઑગસ્ટ 1984, મુંબઈ) : જાણીતા સંગીતકાર ને ગીતકાર. વિસલનગરા નાગર. પિતા આનંદરાય. માતુશ્રી મણિબહેન જ્ઞાતિના સ્ત્રીમંડળનાં મંત્રી, ગરબા વગેરે કરાવે. તેમના સંસ્કાર અવિનાશ વ્યાસમાં આવ્યા. પ્રોપ્રાયટરી હાઈસ્કૂલ, અમદાવાદમાં અભ્યાસ. થવા ઇચ્છતા હતા ક્રિકેટર. કદાચ તેથી જ જીવનના અંત સુધી મુંબઈની કોઈ પણ…

વધુ વાંચો >

વ્યાસ, આદિત્યરામ

વ્યાસ, આદિત્યરામ (જ. 1819, જૂનાગઢ; અ. 1880, જામનગર) : ગુજરાતના સર્વપ્રથમ શાસ્ત્રીય સંગીતકાર. જૂનાગઢના નાગર ગૃહસ્થ કુટુંબમાં જન્મ. પિતા વૈકુંઠરામ વ્યાસ સંગીતના પ્રખર પંડિત હોવાથી સંગીતની પ્રાથમિક તાલીમ ઘરમાં જ પિતા પાસે પ્રાપ્ત કરી. વિશેષ તાલીમ માટે ખાનસાહેબ નન્નુમિયાં પાસે ગડ્ડાબંધન કરાવીને નીતિ-નિયમબદ્ધ શીખવા મોકલવામાં આવ્યા. જ્યાં ખયાલ ગાયન ઉપર…

વધુ વાંચો >

વ્યાસ, ગૌરાંગ

વ્યાસ, ગૌરાંગ (જ. 24 નવેમ્બર, 1938) : ગુજરાતી ચલચિત્રસંગીત તથા સુગમસંગીતના અગ્રણી પ્રયોગશીલ સ્વરનિયોજક અને ગાયક કલાકાર. સંગીતના ક્ષેત્રમાં પિતાનો વારસો પુત્રે દીપાવ્યો હોય એવી વિરલ ઘટના ગૌરાંગ વ્યાસના નામ સાથે જોડાયેલી છે. પિતાનું નામ અવિનાશ અને માતાનું નામ વસુમતી. ગળથૂથીમાંથી સંગીતના સંસ્કાર પ્રાપ્ત કરેલ ગૌરાંગ પાંચ વર્ષની વયે હાર્મોનિયમ…

વધુ વાંચો >

વ્યાસ, નારાયણરાવ (પંડિત)

વ્યાસ, નારાયણરાવ (પંડિત) (જ. 4 એપ્રિલ 1902, કોલ્હાપુર; અ. 18 માર્ચ 1984, મુંબઈ) : ઉત્તર હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતના ગ્વાલિયર ઘરાણાના અગ્રણી ગાયક તથા કલાગુરુ. પિતા પંડિત શ્રીગણેશ સિતાર અને હાર્મોનિયમ વગાડવામાં નિપુણ હતા; જેમની પાસેથી બાલ્યાવસ્થામાં જ નારાયણરાવને (અને તેમના મોટા ભાઈ શંકરરાવને) શાસ્ત્રીય સંગીતના સંસ્કાર પ્રાપ્ત થયા હતા. તેમણે…

વધુ વાંચો >