Music

લૉઇડ, મૅરી (મટિલ્ડા એલિસ વિક્ટોરિયાવુડ)

લૉઇડ, મૅરી (મટિલ્ડા એલિસ વિક્ટોરિયાવુડ) (જ. 12 ફેબ્રુઆરી 1870, લંડન; અ. 7 ઑક્ટોબર 1922, લંડન) : મ્યૂઝિક હૉલની દંતકથારૂપ ઉચ્ચકોટિની અંગ્રેજ ગાયિકા. પિતા હોટલમાં ભોજન વખતે ચાકરીમાં હાજર રહેનાર વેઇટર હતા. શરૂઆતમાં મૅરીએ કૃત્રિમ ફૂલો બનાવવાનો હુન્નર કર્યો. 1885માં ‘રૉયલ ઈગલ’ કાર્યક્રમમાં તે પ્રથમવાર ‘બેલો ડેલમેર’ના નામે રજૂ થયાં. જોકે…

વધુ વાંચો >

લોચન (14મી-15મી સદી)

લોચન (14મી-15મી સદી) : ઉત્તર હિંદુસ્તાની સંગીતના શાસ્ત્રકાર. વતન બિહારનું મુજફ્ફરપુર. તેમનો જીવનકાળ ચૌદમી સદીનાં અંતિમ તથા પંદરમી સદીનાં પ્રારંભનાં વર્ષો ગણવામાં આવે છે. તેમના જીવનકાળ દરમિયાન ઉત્તર હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતની પદ્ધતિઓમાં ઝડપભેર ફેરફાર થઈ રહ્યા હતા, જેનો પૂરેપૂરો ઉપયોગ કરી તેમણે બે ગ્રંથો તૈયાર કર્યા – ‘રાગસર્વસંગ્રહ’ તથા ‘રાગ-તરંગિણી’.…

વધુ વાંચો >

વર્દી, ગ્વીસેપે ફોર્તુનિનો ફ્રાન્ચેસ્કો

વર્દી, ગ્વીસેપે ફોર્તુનિનો ફ્રાન્ચેસ્કો (જ. 10 ઑક્ટોબર 1813, લે રોન્ચોલે, ઇટાલી; અ. 27 જાન્યુઆરી 1901, મિલાન, ઇટાલી) : ઓગણીસમી સદીના ઇટાલિયન ઑપેરા સ્વરનિયોજકોમાં અગ્રણી સંગીતકાર. પિતા કાર્લો ગ્વીસેપે શાકભાજીની દુકાન ચલાવતા. નાનપણથી જ વર્દીએ સંગીતની પ્રતિભાના ચમકારા પ્રદર્શિત કર્યા. ઍન્તોનિયો બારેત્ઝી નામના એક સંગીત-શોખીન વેપારીએ વર્દીના સંગીતશિક્ષણમાં રસ લેવો શરૂ…

વધુ વાંચો >

વર્મા, માણિક

વર્મા, માણિક (જ. 1926, મુંબઈ; અ. 10 નવેમ્બર 1996, મુંબઈ) : ઉત્તર હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતનાં વિખ્યાત ગાયિકા. મૂળ નામ માણિક દાદરકર, પરંતુ ફિલ્મ ડિવિઝનમાં કાર્યરત ફિલ્મ-નિર્દેશક અમર વર્મા સાથે લગ્ન થતાં માણિક વર્મા તરીકે જાણીતાં થયાં. સમગ્ર શિક્ષણ મુંબઈમાં. 1946માં મુંબઈ યુનિવર્સિટીની સ્નાતકની પદવી પ્રાપ્ત કરી. તેમણે શાસ્ત્રીય સંગીતની શિક્ષા…

વધુ વાંચો >

વલ્લભદાસજી

વલ્લભદાસજી (જ. 1903; અ. 1972, મુંબઈ) : સ્વામીનારાયણ પંથના મહંત અને શાસ્ત્રીય સંગીતના ગાયક. તેમણે બાળપણમાં જ સંન્યાસ ધારણ કર્યો હતો અને તેઓ મુંબઈના એક મંદિરમાં નિવાસ કરતા હતા. બાળપણથી જ તેમને સંગીતનો ખૂબ શોખ હતો. મંદિરમાં ગાયન-વાદનના કાર્યક્રમો થતા, જેમાંથી તેમને સંગીતમાં રુચિ પેદા થઈ અને તેઓ મૃદંગ વગાડવાનું…

વધુ વાંચો >

વહીદખાં

વહીદખાં (જ. 1895, ઇટાવા; અ. ?) : સૂરબહાર અને સિતારના પ્રસિદ્ધ કલાકાર. તેમના પિતા ઉસ્તાદ ઇમદાદખાં પણ સૂરબહાર અને સિતારના ઉચ્ચ કલાકાર હતા. ઇનાયતખાંસાહેબ તેમના નાના ભાઈ હતા. વહીદખાંએ શરૂઆતમાં ધ્રુપદ, ખયાલ તથા ઠૂમરીની તાલીમ લઈ, પછી સિતાર અને સૂરબહારની તાલીમ પોતાના પિતા પાસેથી પ્રાપ્ત કરી. ત્રણ વર્ષ સુધી તેઓ…

વધુ વાંચો >

વહીદખાં

વહીદખાં (જ. ?; અ. 1949) : શાસ્ત્રીય સંગીતના અગ્રણી ગાયક અને ઉચ્ચ કોટિના સંગીત-શિક્ષક. પોતાના શિષ્યોને તેઓ દિલથી શીખવતા. તેમનું બાળપણ તેમના કાકા ઉસ્તાદ હૈદરખાં (જેઓ કોલ્હાપુરના જાણીતા સારંગીવાદક હતા.) પાસે કોલ્હાપુરમાં વ્યતીત થયું. હૈદરખાંએ બીનકાર બન્દેઅલીખાં પાસેથી અનેક ઘરાણેદાર ચીજોની તાલીમ મેળવી હતી. આ બધી ચીજો તેમણે પોતાના ભત્રીજા…

વધુ વાંચો >

વાગ્નર, રિચાર્ડ

વાગ્નર, રિચાર્ડ (જ. 22 મે 1813, લિપઝિગ, જર્મની; અ. 13 ફેબ્રુઆરી 1883, વેનિસ, ઇટાલી) : પ્રસિદ્ધ જર્મન ઑપેરા-સ્વરનિયોજક અને સંગીત-સિદ્ધાંતકાર. ઓગણીસમી સદીના યુરોપના સંગીતને દિશાસૂચન કરવાનું કામ તેણે પોતાના સંગીત તેમજ ગ્રંથો વડે કર્યું. કુટુંબમાં જ સંગીતનું વાતાવરણ હતું. એ બાળક હતો ત્યારે પિતા મૃત્યુ પામ્યા. માતા અને અભિનેતાની કારકિર્દી…

વધુ વાંચો >

વાઘેલા, જયવન્તસિંહજી રણમલસિંહજી મહારાણા (સાણંદના બાપુ)

વાઘેલા, જયવન્તસિંહજી રણમલસિંહજી મહારાણા (સાણંદના બાપુ) (જ. 16 ઑક્ટોબર 1904, સાણંદ, જિ. અમદાવાદ; અ. 18 જૂન 1980, સાણંદ, જિ. અમદાવાદ) : અમદાવાદ નજીકના સાણંદ રિયાસતના ઠાકોર; ઉત્તર હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતના મર્મજ્ઞ, પ્રોત્સાહક અને પુરસ્કર્તા; નવા રાગોના સર્જક અને શબ્દ તથા સ્વર બંનેના વિખ્યાત રચનાકાર. મૂળ કર્ણાટકના સોલંકી વંશમાં જન્મ. પિતાનું…

વધુ વાંચો >

વાડકર, સુરેશ

વાડકર, સુરેશ (જ. 7 ઑગસ્ટ 1955, મુંબઈ) : હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતના જાણીતા ગાયક, ચલચિત્રજગતના પાર્શ્ર્વગાયક તથા કુશળ તબલાંવાદક. માત્ર દસ વર્ષના હતા ત્યારે મુંબઈની જાણીતી શાસ્ત્રીય સંગીતની તાલીમ સંસ્થા આચાર્ય જિયાલાલ વસંત સંગીત નિકેતનમાં હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતની તાલીમ લેવા દાખલ થયા અને તરત જ તેમનામાં રહેલી ગાયક તરીકેની જન્મજાત કુશળતાનો…

વધુ વાંચો >