Music

રૂપક/તેવરા

રૂપક/તેવરા : ઉત્તર હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતનો તાલ. કેટલાક વિદ્વાનો તેવરા તાલને ‘તીવ્રા તાલ’ નામથી પણ ઓળખાવે છે. બંને તાલમાં ઘણું સામ્ય છે; દા.ત., રૂપક અને તેવરા બંને તાલમાં સાત માત્રા અને ત્રણ ખંડ હોય છે. બંને વચ્ચે તબલાના બોલનો જ તફાવત છે : બંને તાલમાં પહેલી માત્રા પર સમ અને…

વધુ વાંચો >

રૂસેલ, આલ્બર્ટ (Roussel, Albert)

રૂસેલ, આલ્બર્ટ (Roussel, Albert) (જ. 5 એપ્રિલ 1869, તૂરકોઈન, ફ્રાન્સ; અ. 23 ઑગસ્ટ 1937, રોયાં, ફ્રાન્સ) : આધુનિક ફ્રેન્ચ સંગીતકાર અને સંગીત-નિયોજક. 18 વરસની ઉંમરે ફ્રેન્ચ નૌકાદળમાં જોડાયા અને અગ્નિ એશિયાની સંખ્યાબંધ યાત્રાઓ કરી, જેની અજનબી (exotic) છાપો તેમના સંગીત પર પણ પડી. 25 વરસની ઉંમરે નૌકાદળમાંથી નિવૃત્ત થઈ પૅરિસની…

વધુ વાંચો >

રેસ્પિઘી, ઓત્તોરિનો

રેસ્પિઘી, ઓત્તોરિનો (જ. 9 જુલાઈ 1879, બોલોન્યા, ઇટાલી; અ. 18 એપ્રિલ 1936, રોમ, ઇટાલી) : રશિયન વાદ્યવૃંદકીય (orchestral) તરેહો અને આધુનિક જર્મન સંગીતકાર રિચર્ડ સ્ટ્રૉસની હિંસક શૈલીનો ઇટાલિયન સંગીતમાં આવિષ્કાર કરનાર આધુનિક ઇટાલિયન સ્વરનિયોજક. આરંભમાં સંગીતનો અભ્યાસ ઇટાલીના બોલોન્યા નગરમાં તથા પછીથી રશિયાના નગર સેંટ પીટર્સબર્ગમાં સ્વરનિયોજક રિમ્સ્કી કોસોકૉવ પાસે…

વધુ વાંચો >

રૉજર્સ, રિચાર્ડ

રૉજર્સ, રિચાર્ડ (જ. 28 જૂન 1902, ન્યૂયૉર્ક શહેર; અમેરિકા; અ. 30 ડિસેમ્બર 1979, ન્યૂયૉર્ક શહેર, અમેરિકા) : અમેરિકન મ્યૂઝિકલ કૉમેડીનો સ્વર-નિયોજક. તરુણાવસ્થામાં ઍમેટર બૉયઝ ક્લબ માટે રૉજર્સ ગીતો ગાતો. 1918માં તે કોલંબિયા યુનિવર્સિટીમાં સંગીતના વિદ્યાર્થી તરીકે દાખલ થયો અને 1919માં કોલંબિયા યુનિવર્સિટીના વાર્ષિક સમારંભમાં ‘ફ્લાય વિથ મી’ નાટકનો સ્વરનિયોજક બન્યો.…

વધુ વાંચો >

રૉય, જુથિકા

રૉય, જુથિકા (જ. 20 એપ્રિલ 1920, આમટા, જિ. હાવડા, પશ્ચિમ બંગાળ; અ. 5 ફેબ્રુઆરી 2014, કૉલકાતા) : અનન્યસાધારણ અવાજ અને પ્રતિભા ધરાવતાં ભજનગાયિકા. માત્ર સાત વર્ષની ઉંમર હતી ત્યારે તેમણે ગાયન પ્રસ્તુત કરવાની શરૂઆત કરી અને માત્ર બાર વર્ષની વયે તેમનું પ્રથમ હિંદી ભજન ધ્વનિમુદ્રિત થયું. વિખ્યાત બંગાળી કવિ કાઝી…

વધુ વાંચો >

રૉય, દિલીપકુમાર

રૉય, દિલીપકુમાર (જ. 1897; અ. 6 જાન્યુઆરી 1980, મુંબઈ) : ભારતના પ્રબુદ્ધ મનીષી, તત્ત્વચિંતક, નાટ્યકાર, કવિ, ગાયક, નવલકથાકાર અને સાધક. તેમને બાલ્યકાળથી જ રાષ્ટ્રપ્રેમ અને સંસ્કારસમૃદ્ધ વાતાવરણ પ્રાપ્ત થયું હતું. તેમના પિતામહ કે. સી. રૉય એક સારા સંગીતશાસ્ત્રી હતા. તેમના પિતા દ્વિજેન્દ્રલાલ રૉય બંગસાહિત્યમાં શેક્સપિયરનું બિરુદ મેળવનાર તેજસ્વી નાટ્યકાર, કવિ…

વધુ વાંચો >

રૉસ્ટ્રોપોવિચ, સ્તિલાવ લિયોપોલ્ડૉવિચ

રૉસ્ટ્રોપોવિચ, સ્તિલાવ લિયોપોલ્ડૉવિચ (જ. 27 માર્ચ 1927, બાકુ, આઝરબૈજાન) : આંતરરાષ્ટ્રીય ખ્યાતિ મેળવવામાં પાબ્લો કેસાલ્સ પછીના શ્રેષ્ઠ ચેલો(cello)વાદક, પિયાનોવાદક અને વાદ્યવૃંદ-સંચાલક. સંગીતકાર માતાપિતાએ સ્તિલાવને પિયાનો અને ચેલો વગાડવાની તાલીમ આપેલી. પછી એ મૉસ્કો કોન્ઝર્વેટરીમાં સંગીતના વિદ્યાર્થી તરીકે જોડાયા અને 1943થી 1948 સુધી ત્યાં અભ્યાસ કર્યો. ચેલો વગાડવા માટે 1951માં તેમને…

વધુ વાંચો >

લક્ષ્મી શંકર

લક્ષ્મી શંકર (જ. 16 જૂન 1926, તાતાનગર) : વિખ્યાત નૃત્યકાર તથા સંગીતકાર. કલાક્ષેત્રે વિખ્યાત શંકર પરિવારનાં કુલવધૂ. ઉદયશંકર અને અમલાદેવી તેમનાં જેઠ-જેઠાણી અને સિતારવાદક રવિશંકર ને નૃત્યકાર સચીનશંકર તથા દેવેન્દ્રશંકર તેમના દિયર થાય. તેમનાં લગ્ન કલાવિવેચક અને ‘સંચારિણી’ સંસ્થાના સંચાલક રાજેન્દ્રશંકર સાથે થયેલાં. આમ પરિવારનું સંગીતમય વાતાવરણ તેમનો પ્રેરણાસ્રોત બન્યું.…

વધુ વાંચો >

લતાફતહુસેનખાં

લતાફતહુસેનખાં (જ. ડિસેમ્બર 1921, જયપુર) : ઉત્તર હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતના આગ્રા ઘરાનાના વિખ્યાત ગાયક. તેમના પિતા જયપુર દરબારના રાજગાયક અલ્તાફ હુસેનખાં પોતે અગ્રણી ગાયક હોવાથી પુત્ર લતાફતને શાસ્ત્રીય સંગીત વારસામાં મળ્યું હતું. તેમનો ઉછેર હકીકતમાં જયપુરમાં તેમના મોટા ભાઈ અને વિવિધ રાગોની બંદિશોના રચનાકાર ઉસ્તાદ ખાદિમ હુસેનખાં સાહેબ દ્વારા થયો…

વધુ વાંચો >

લર્નર, ઍલન જેઈ

લર્નર, ઍલન જેઈ (જ. 31 ઑગસ્ટ 1918, ન્યૂયૉર્ક સિટી; અ. 1986, ન્યૂયૉર્ક) : અમેરિકન સ્વરનિયોજક, ગીતકવિ અને સંગીતનાટ્યકાર (librettist). બ્રૉડવેમાં ફ્રેડરિક લોઇની સાથે તેમનાં ‘બ્રિગેડૂન’ (1947), ‘પેઇન્ટ યૉર વૅગન’ (1951), ‘માય ફેર લેડી’ (1956), ‘કૅમેલૉટ’ (196૦) નામનાં સંગીતનાટકોએ લોકોની ભારે પ્રશંસા મેળવી હતી. તેમણે નિર્માણ કરેલું ‘જીજી’ ચલચિત્ર પણ લોકપ્રિય…

વધુ વાંચો >