Music

રસિયા

રસિયા : વ્રજનાં લોકગીતોમાં ધ્રુપદ-ઘરાનાની વિશિષ્ટ ગાયકી. રસિયા એ ધ્રુપદ શૈલીનો શાસ્ત્રીય સંસ્કાર મનાય છે. હિંદુસ્તાની સંગીતને વ્રજભાષા અને સ્વામી હરિદાસજી તરફથી રસિયાની શાસ્ત્રીય અને લોકગીત બંને સ્વરૂપ પ્રાપ્ત થયાં હોવાનું પ્રતીત થાય છે. ‘આઇન-એ અકબરી’માં દેશી અને માર્ગી એવાં બે પ્રકારનાં ગીતોનો ઉલ્લેખ છે. એમાં દેશી શૈલીમાં મુખ્યત્વે ધ્રુપદનો…

વધુ વાંચો >

રહમતખાં

રહમતખાં (જ. ?; અ. 1922, કુરુંદવાડ, મહારાષ્ટ્ર) : ગ્વાલિયર ઘરાનાના પ્રસિદ્ધ ગાયક. તેઓ હદ્દૂખાંના કનિષ્ઠ પુત્ર હતા. તેમનો અવાજ બારીક, મધુર અને સુરીલો હતો. તેમનું વ્યક્તિત્વ પણ એક પ્રભાવશાળી રાજકુમાર જેવું હતું. ગોરો રંગ અને કસાયેલા શરીરને લીધે તેઓ ખૂબ આકર્ષક દેખાતા. બાલ્યાવસ્થાથી જ તેમણે પોતાના પિતાની પાસે ગાયકીની તાલીમ…

વધુ વાંચો >

રહેમાન, એ. આર.

રહેમાન, એ. આર. (જ. 5 જાન્યુઆરી 1968, ચેન્નઈ) : સંગીતકાર. મૂળ નામ એસ. દિલીપકુમાર. પિતા આર. કે. શેખર તમિળ અને મલયાળમ ચિત્રોના સંગીતકાર હતા. તેમણે નૌશાદ અને સલીલ ચૌધરી સાથે પણ કામ કર્યું હતું. માતા-પિતા બંને હિંદુ હતાં. રહેમાનની ઉંમર નવ વર્ષની હતી ત્યારે પિતાનું અવસાન થયું, પણ એ પહેલાં…

વધુ વાંચો >

રાખ્માનિનૉફ, સર્ગેઇ

રાખ્માનિનૉફ, સર્ગેઇ (જ. 1 એપ્રિલ 1873, ઓનેગ, રશિયા; અ. 28 માર્ચ 1943, બેવર્લી હિલ્સ, કૅલિફૉર્નિયા, યુ.એસ.) : પ્રસિદ્ધ રંગદર્શી રશિયન સંગીતકાર અને સંગીત-નિયોજક. પિયાનોવાદનમાં તેમણે અભૂતપૂર્વ કૌશલ્ય પ્રદર્શિત કરેલું. નૉવ્ગોરોડ જિલ્લાના ઇલ્મેન સરોવર કાંઠે આવેલ ઓનેગમાં તેમનો ઉછેર થયો. તેમના પિતા નિવૃત્ત લશ્કરી અધિકારી હતા અને માતા પણ લશ્કરી કારકિર્દી…

વધુ વાંચો >

રાગ

રાગ : સ્વર તથા વર્ણથી વિભૂષિત થઈ મનનું રંજન કરે તેવો, અથવા તો મનોરંજન અને રસ નિર્માણ કરે તેવો સ્વરસમૂહ . એક વાક્યમાં કહેવું હોય તો કહી શકાય કે ‘रञजयति इति रागः’ દરેક રાગનું વિશિષ્ટ બંધારણ હોય છે, જેને અનુસરીને રાગ ગાવા કે વગાડવામાં આવે છે અને ત્યારે તે શ્રોતાના…

વધુ વાંચો >

રાજમ્, એન.

રાજમ્, એન. (જ. 10 માર્ચ 1939, એર્નાકુલમ, કેરળ) : ભારતનાં અગ્રણી વાયોલિનવાદક તથા બનારસ હિંદુ વિશ્વવિદ્યાલયના દૃશ્ય-શ્રાવ્ય કલાવિભાગનાં વડાં. પિતાનું નામ એ. નારાયણ ઐયર અને માતાનું નામ અમ્મની અમ્મલ. પિતા પોતે સારા વાયોલિનવાદક હતા. રાજમ્ ચાર વર્ષનાં હતાં ત્યારથી તેમની વાયોલિન વગાડવાની તકનીક અંગેની તાલીમની શરૂઆત થયેલી. શરૂઆતમાં આ તાલીમ…

વધુ વાંચો >

રાતંજનકર, શ્રીકૃષ્ણ નારાયણ

રાતંજનકર, શ્રીકૃષ્ણ નારાયણ (જ. 31 ડિસેમ્બર 1900, મુંબઈ; અ. 14 ફેબ્રુઆરી 1974, મુંબઈ) : ઉત્તર હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતક્ષેત્રના શિક્ષણયોગી, સંશોધક, પ્રચારક અને પ્રસારક તથા સંગીત-શિક્ષણસંસ્થાઓના સફળ સંચાલક. અંગત વર્તુળમાં ‘અણ્ણાસાહેબ’ નામથી વધુ પ્રચલિત. પિતા નારાયણરાવ રાતંજનકર સરકારના જાસૂસી વિભાગમાં ઉચ્ચ હોદ્દા પર આસન્ન હતા, પરંતુ સંગીતકલામાં રુચિ હોવાથી પુત્રને પિતા…

વધુ વાંચો >

રાનડે, જી. એચ.

રાનડે, જી. એચ. (જ. 1 ઑક્ટોબર 1897, સાંગલી; અ. 10 માર્ચ 1966) : ભારતીય શાસ્ત્રીય સંગીતના તજજ્ઞ તથા ગાયક કલાકાર. બાળપણથી સંગીતમાં રુચિ હોવાને કારણે શાલેય અભ્યાસની સાથોસાથ સંગીતનો અભ્યાસ પણ તેમણે ખૂબ લગન સાથે કર્યો. તેમની તાલીમ ગ્વાલિયર ગાયકીની હતી. પં. બાલકૃષ્ણબુવા ઈચલકરંજીકરના શિષ્ય પં. ગણપતિબુવા ભિલવડીકર તથા પં.…

વધુ વાંચો >

રામકૃષ્ણ દેવ

રામકૃષ્ણ દેવ (જ.  અ. ?) : ધ્રુપદ તથા ખયાલ ગાયકીના જાણીતા કલાકાર. તેઓ મધ્યભારતની ધાર રિયાસતના રહેવાસી હતા. સંગીતની ઉચ્ચ તાલીમ મેળવવા તેઓ ગ્વાલિયર ગયા અને ત્યાં તેમણે ધ્રુપદ તથા ખયાલ-શૈલીના સંગીતની ઉચ્ચ તાલીમ મેળવી. તેમનો અવાજ બારીક હોવાથી અને તેમની ફિરત જોરદાર હોવાને કારણે ટપ્પાની તાલીમ લેવાની તેમને સલાહ…

વધુ વાંચો >

રામદાસ

રામદાસ (જ. 1876; અ. 12 જાન્યુઆરી 1960) : ઉત્તર હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતના વિખ્યાત ગાયક કલાકાર. તેમના પિતા પં. શિવનંદન મિશ્ર એક સારા સંગીતકાર હતા. કહેવાય છે કે પં. શિવનંદનનું સંગીત સાંભળી શ્રી ભાસ્કરાનંદ સ્વામી નામે મહાત્મા ખૂબ પ્રસન્ન થયા હતા અને તેમણે આપેલ આશીર્વાદ બાદ રામદાસજીનો જન્મ થયો હતો. બાળપણથી…

વધુ વાંચો >