Music
મદનમોહન
મદનમોહન (જ. 1924, બગદાદ; અ. 14 જુલાઈ 1975) : સંગીત-નિર્દેશક. પૂરું નામ મદનમોહન કોહલી. પિતા રાયબહાદુર ચુનીલાલ બૉમ્બે ટૉકિઝમાં પ્રોડક્શન કંટ્રોલર હતા અને ફિલ્મિસ્તાન સ્ટુડિયોના સ્થાપક હતા. મદનમોહનનું ભણતર અંગ્રેજીમાં થયું હતું અને ભારતીય સંગીતની તેમણે કોઈ પદ્ધતિસરની તાલીમ લીધી નહોતી; તેમ છતાં અનેક ગીતોમાં તેમણે શાસ્ત્રીય રાગોનો જે રીતે…
વધુ વાંચો >મનરંગ (અઢારમી સદીમાં હયાત)
મનરંગ (અઢારમી સદીમાં હયાત) : શાસ્ત્રીય ગાયક. સદારંગના પુત્ર અને શિષ્ય. તેમનું સાચું નામ ભૂપતખાં હતું, પરંતુ ‘મનરંગ’ના ઉપનામથી તેઓ સંગીતના ક્ષેત્રમાં વધુ જાણીતા બન્યા છે. તેમના જીવનકાળ વિશે આધારભૂત માહિતી ઉપલબ્ધ નથી; પરંતુ ઇતિહાસકારોના મત મુજબ, તેઓ દિલ્હીના બાદશાહ મુહમ્મદશાહના જમાના(1719–48)માં થઈ ગયા છે. આ અભિપ્રાય અનુસાર ‘મનરંગ’ અઢારમી…
વધુ વાંચો >મનસૂર, મલ્લિકાર્જુન
મનસૂર, મલ્લિકાર્જુન (જ. 31 ડિસેમ્બર 1910, મનસૂર, ધારવાડ; અ. 12 સપ્ટેમ્બર 1992, ધારવાડ) : ઉત્તર હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતના મહાન ગાયક કલાકાર. પિતાનું નામ ભીમરાયપ્પા તથા માતાનું નામ નીલમ્મા હતું. બાળપણમાં પ્રાથમિક શિક્ષણ ધારવાડમાં મેળવ્યા બાદ ઔપચારિક શિક્ષણને તિલાંજલિ આપીને સંગીતના અધ્યયનમાં જ મન પરોવ્યું. તેમણે શરૂઆતની સંગીતતાલીમ ગ્વાલિયર ઘરાનાની લીધી…
વધુ વાંચો >મર્કર, જૉની
મર્કર, જૉની (જ. 1909, સાવન્ના, જ્યૉર્જિયા; અ. 1976) : નામી ગાયક અને સંગીતનિયોજક. 1930ના દશકા દરમિયાન તેઓ ગાયક, ગીતકાર તથા સંગીતનિયોજક તરીકે પ્રસિદ્ધિ પામ્યા. 1942માં તેમણે ‘કૅપિટલ રેકર્ડ્ઝ’ની સ્થાપના કરી અને લોકપ્રિય સંગીત-રચનાકારો સાથે સહયોગ સાધ્યો તથા લોકભોગ્ય તથા બેહદ સફળ ગીતો સંખ્યાબંધ પ્રમાણમાં તૈયાર કરી રેકર્ડ કર્યાં. તેમાં ‘જીપર્સ…
વધુ વાંચો >મલ્લિક, પંકજ
મલ્લિક, પંકજ (જ. 10 મે 1905; અ. 19 ફેબ્રુઆરી 1978) : ભારતીય ચલચિત્રોના સંગીતમાં રવીન્દ્ર સંગીત તેમજ આધુનિકતાનો પ્રયોગ કરનાર બંગાળી ગાયક અને સંગીતકાર. બાળપણથી જ સંગીત પ્રત્યે તેમને લગાવ હતો. સંગીતકાર દુર્ગાદાસ બંદ્યોપાધ્યાય પાસે તેમણે ગાયકીની તાલીમ લીધી હતી. મૅટ્રિકની પરીક્ષા પસાર કરી ત્યાં જ તેમના પર કુટુંબની જવાબદારી…
વધુ વાંચો >મસિયેં, ઑલિવિયે
મસિયેં, ઑલિવિયે (Messiaen Olivier) (જ. 1908, ફ્રાન્સ; અ. 1992) : વિશ્વવિખ્યાત આધુનિક ફ્રેન્ચ સંગીતનિયોજક. ઝાં ગૅલોં (Jean Gallon), નોઅલ ગૅલોં (Noel Gallon), માર્સેલ દુપ્રે (Marcel Dupre) અને મૉરિસ ઇમાન્યુઅલના તેઓ શિષ્ય હતા. 1931માં પૅરિસના લ ત્રિનિતે ચર્ચના ઑર્ગનવાદક તરીકે તેમની નિમણૂક થઈ. એ જ વર્ષે તેમની મુખ્ય કૃતિ (Magnum opus)…
વધુ વાંચો >મહેતા, ઝુબિન
મહેતા, ઝુબિન (જ. 29 એપ્રિલ 1936, મુંબઈ) : સુદીર્ઘ સંગીતરચના(symphony)ના વાદકવૃંદના વિશ્વખ્યાત સંગીતસંચાલક (conductor). પિતા મેહલી મહેતા વાયોલિનવાદક હતા. તેઓ બૉમ્બે સ્ટ્રિંગ ક્વૉર્ટેટ તથા બૉમ્બે સિમ્ફની ઑરકેસ્ટ્રાની સ્થાપનામાં અગ્રેસર હતા. શૈશવથી જ ઝુબિનનો પશ્ચિમી સંગીતના વાતાવરણમાં ઉછેર. 1954થી ’60 દરમિયાન ઑસ્ટ્રિયામાં વિયેના ખાતે હૅન્સ સ્વૅરોવ્સકી પાસે વાદકવૃંદના સંચાલનની તાલીમ. 1958માં…
વધુ વાંચો >મહેતા, નંદન
મહેતા, નંદન (જ. 26 ફેબ્રુઆરી 1942, અમદાવાદ; અ. 26 માર્ચ 2010) : બનારસ ઘરાનાના વિખ્યાત તબલાવાદક તથા દેશભરમાં જાણીતી બનેલી સપ્તક સ્કૂલ ઑવ્ મ્યૂઝિકના સંસ્થાપકોમાંના એક અગ્રણી સંગીતજ્ઞ. સાહિત્ય, સંગીત અને કલાઓના આશ્રયદાતા પરિવારમાં જન્મ. પિતા યશોધર નર્મદાશંકર મહેતા જાણીતા ઍડવોકેટ હોવા ઉપરાંત ગુજરાતના અગ્રણી વિદ્વાન અને સાહિત્યકાર હતા. માતા…
વધુ વાંચો >મહેતા, મંજુ
મહેતા, મંજુ (જ. 23 એપ્રિલ 1945, જયપુર) : વિખ્યાત સિતારવાદક અને શાસ્ત્રીય સંગીતનાં શિક્ષણ અને પ્રસારને વરેલી ‘સપ્તક સ્કૂલ ઑવ્ મ્યૂઝિક’ના ટ્રસ્ટીમંડળનાં સ્થાપક સભ્યોમાંનાં એક. પિતા મનમોહન ભટ્ટ અને માતા ચંદ્રકલા ભટ્ટ જયપુર નગરના શાસ્ત્રીય સંગીતના ચાહકવર્ગમાં અગ્રણી સ્થાન ધરાવતાં હતાં. માતાએ ભરતપુર ખાતેની મ્યૂઝિક કૉલેજમાં લાંબા સમય સુધી અધ્યાપનકાર્ય…
વધુ વાંચો >મહેતા, રમણલાલ છોટાલાલ
મહેતા, રમણલાલ છોટાલાલ (જ. 31 ઑક્ટોબર 1918; અ. 18 ઓક્ટોબર 2014) : અગ્રણી ગુજરાતી સંગીતવિજ્ઞાની (musicologist). બી. એ.; ડી. મ્યૂઝ. થયા પછી કૉલેજ ઑવ્ ઇન્ડિયન મ્યૂઝિક, ડાન્સ ઍન્ડ ડ્રામૅટિક્સ(હવે ફૅકલ્ટી ઑવ્ પરફૉર્મિંગ આર્ટ્સ)માં 15 વર્ષ આચાર્ય તરીકેની સેવા પછી નિવૃત્ત. શાસ્ત્રીય કંઠ્ય સંગીતની તાલીમ કંચનલાલ મામાવાળા પાસે અને ત્યારપછી અબ્દુલ…
વધુ વાંચો >