Music

બડોંદેકર, હીરાબાઈ

બડોંદેકર, હીરાબાઈ (જ. 29 મે 1905, મીરજ; અ. 20 નવેમ્બર 1989) : ઉત્તર હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતશૈલીનાં કિરાના ઘરાનાનાં પ્રખ્યાત ગાયિકા. તેમનાં માતા તારાબાઈ પોતે એક સારાં ગાયિકા હતાં અને તેમના પરિવારમાં ત્રણ પેઢીઓથી સંગીતપરંપરાનો વારસો હતો. બાલ્યાવસ્થાથી જ સંગીત તરફ આકર્ષાઈને ત્રણ વર્ષની નાની ઉંમરથી જ પોતાના ભાઈ સુરેશબાબુ માને…

વધુ વાંચો >

બર્ટવિસ્ટલ, હૅરિસન સર

બર્ટવિસ્ટલ, હૅરિસન સર (જ. 1934, લૅન્કેશાયર, ઇંગ્લૅન્ડ) : સંગીત-રચનાકાર. તેમણે ‘રૉયલ માન્ચેસ્ટર કૉલેજ ઑવ્ મ્યૂઝિક’ તથા લંડનની ‘રૉયલ એકૅડેમી ઑવ્ મ્યૂઝિક’માં સંગીતવિષયક અભ્યાસ કર્યો. માન્ચેસ્ટરમાં હતા ત્યારે બીજા યુવાન સંગીતકારોનો સહયોગ સાધીને આધુનિક સંગીતના કાર્યક્રમો આપવા ‘ન્યૂ માન્ચેસ્ટર ગ્રૂપ’ નામના એક નાના વૃંદની રચના કરી હતી. 1967માં તેમણે પીટર મૅક્સવેલ…

વધુ વાંચો >

બર્ની, ચાર્લ્સ

બર્ની, ચાર્લ્સ (જ. 1726, શૉર્પશાયર, ઇંગ્લૅન્ડ; અ. 1814) : નિપુણ સંગીતશાસ્ત્રી. પ્રારંભમાં તેમણે ડુરી લેન માટે ‘આલ્ફ્રેડ’, ‘રૉબિન હુડ’ અને ‘ક્વીન મૅબ’ નામની 3 સંગીતરચનાઓ 1745થી ’50 દરમિયાન તૈયાર કરી. 1751–60ના ગાળામાં તેમણે નૉર્ફોક ખાતેની ‘કિંગ્ઝ બિન’ સંસ્થામાં ઑર્ગેનિસ્ટ તરીકે કામગીરી કરી. 1770થી ’72ના ગાળા દરમિયાન ફ્રાન્સ, ઇટાલી, જર્મની અને…

વધુ વાંચો >

બર્વે, મનહર

બર્વે, મનહર (જ. 20 ડિસેમ્બર 1910, મુંબઈ; અ. 26 મે 1972, મુંબઈ) : હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતના અગ્રણી કલાકાર તથા પ્રચારક. પિતા ગણપતરાવ પોતે શાસ્ત્રીય સંગીતના જાણકાર હતા. તેમની પ્રેરણા અને પ્રોત્સાહનથી પુત્ર મનહરે બાળપણથી જ સંગીતનું અધ્યયન શરૂ કર્યું અને માત્ર 6 વર્ષની ઉંમરથી જ ખ્યાતિ પ્રાપ્ત કરવાની શરૂઆત કરી.…

વધુ વાંચો >

બહરામખાં

બહરામખાં (જ. ?; અ. 1852) : ડાગર ઘરાણાની ધ્રુપદ સંગીતશૈલીના વિખ્યાત ગાયક. સંગીતની તાલીમ તેમણે પોતાના પિતા ઇમામબક્ષ તથા અન્ય કુટુંબીઓ પાસેથી મેળવી હતી. તેઓ સંસ્કૃત તથા હિંદી ભાષાના વિદ્વાન હોવાને કારણે તેમને ‘પંડિત’ની પદવી પ્રદાન થઈ હતી. સંગીતવિષયક અનેક સંસ્કૃત ગ્રંથોનું તેમણે અધ્યયન કર્યું હતું. તેઓ જયપુરનરેશ મહારાજા રામસિંગના…

વધુ વાંચો >

બહાદુરખાં

બહાદુરખાં (જ. 19 જાન્યુઆરી 1931, શિવપુર, બાંગ્લાદેશ) : ઉચ્ચકોટિના સરોદવાદક. પિતા ઉસ્તાદ આયતઅલીખાં સૂરબહારના સિદ્ધહસ્ત વાદક હતા. સંગીતની પ્રાથમિક તાલીમ બહાદુરખાંએ પાંચ વર્ષની વયે પોતાના પિતા પાસેથી અને ત્યારબાદ સાત વર્ષની વયે પોતાના કાકા અને મહિયર ઘરાનાના અલાઉદ્દીનખાં પાસેથી મેળવવાની શરૂઆત કરી. અને ઉપર્યુક્ત ઘરાનાની સંગીતશૈલી તેમણે ટૂંકસમયમાં જ આત્મસાત્…

વધુ વાંચો >

બહેરેબુવા

બહેરેબુવા (જ. 1890, કુરધા, રત્નાગિરિ; અ. 12 સપ્ટેમ્બર 1965, રત્નાગિરિ) : કિરાના ઘરાણાના અગ્રણી સંગીતકાર. આખું નામ ગણેશ રામચંદ્ર બહેરે; પરંતુ ‘બહેરેબુવા’ના ટૂંકા નામે જ ઓળખાતા થયા. પિતા સંગીતપ્રેમી હોવાથી નાનપણથી જ તેમને કુટુંબના વાતાવરણમાં સંગીત પ્રત્યે ચાહના ઊભી થઈ. કુટુંબની આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાથી 14 વર્ષની ઉંમરે વતન…

વધુ વાંચો >

બંદ્યોપાધ્યાય, કણિકા

બંદ્યોપાધ્યાય, કણિકા (જ. 12 ઑક્ટોબર 1924, સોનામુખી, જિલ્લો બાંકુરા; અ. 5 એપ્રિલ 2000, કલકત્તા) : રવીન્દ્રસંગીતનાં વિખ્યાત ગાયિકા. સમગ્ર શિક્ષણ વિશ્વભારતી ખાતે. નાની ઉંમરે રવીન્દ્રનાથ ટાગોરે કણિકામાં રહેલી સંગીત પ્રતિભાને પારખી હતી; એટલું જ નહિ, પરંતુ ગુરુદેવની નિશ્રામાં જ કણિકાએ સંગીતનું પ્રારંભિક શિક્ષણ લીધું હતું. ગુરુદેવ ઉપરાંત રવીન્દ્રસંગીતના કેટલાક અન્ય…

વધુ વાંચો >

બાઈ નારવેકર

બાઈ નારવેકર (જ. 21 નવેમ્બર 1905, અંકોલા, ગોવા; અ. ?) :  ઉત્તર હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતના આગ્રા ઘરાણાનાં જાણીતાં ગાયિકા. પિતાનું નામ સુબ્બરાવ. માતાનું નામ સુભદ્રાબાઈ, જેઓ પોતે પણ સારાં કલાકાર હતાં. વતની ગોવાનાં, પણ તેઓ મુંબઈમાં વસ્યાં હતાં. સંગીતની પ્રાથમિક તાલીમ તેમણે તેમની માતા પાસેથી પ્રાપ્ત કરી હતી. ત્યારબાદ મુંબઈના…

વધુ વાંચો >

બાખ, કાર્લ ફિલિપ ઇમૅન્યુઅલ

બાખ, કાર્લ ફિલિપ ઇમૅન્યુઅલ (જ. 1714, વેઇમર, જર્મની; અ. 1788) : જર્મનીના નિષ્ણાત વાદક અને સંગીતરચનાકાર (કમ્પોઝર). તેઓ બર્લિન બાખ અથવા હૅમ્બર્ગ બૅચ તરીકે પણ લોકપ્રિય હતા. તેમણે લાઇપઝિગ ખાતે અભ્યાસ કર્યો હતો. ત્યાં તેમના પિતા યહૂદીઓના પ્રાર્થનામંદિરના અગ્રગાયક હતા. 1740માં તેઓ ભાવિ ફ્રેડરિક બીજા માટેના સંગીતવૃંદમાં સિમ્બૅલિસ્ટ તરીકે નિયુક્ત…

વધુ વાંચો >