Marathi literature
ફડકે, નારાયણ સીતારામ
ફડકે, નારાયણ સીતારામ (જ. 4 ઑગસ્ટ 1894, કર્જત; અ. 22 ઑક્ટોબર 1978, પુણે) : મરાઠી લેખક. તલાટીના પુત્ર. પુણેની ફરગ્યુસન કૉલેજમાં અભ્યાસ. 1917માં તત્વજ્ઞાનનો વિષય લઈને એમ.એ.ની પરીક્ષા પ્રથમ વર્ગમાં પસાર કરી અને ન્યૂ પુણે કૉલેજ(એસ.પી.કૉલેજ)માં વ્યાખ્યાતા તરીકે નિયુક્તિ પામ્યા. તે પછી અસહકારનું આંદોલન શરૂ થતાં 1920માં કૉલેજ છોડી આંદોલનમાં…
વધુ વાંચો >ફાટક, નરહર રઘુનાથ
ફાટક, નરહર રઘુનાથ (જ. 15 એપ્રિલ 1883, જાંભળી, ભોર-રિયાસત; અ. 21 ડિસેમ્બર 1979, મુંબઈ) : મરાઠીના ઇતિહાસકાર, ચરિત્રલેખક, વાર્તાકાર, નવલકથાકાર તથા પત્રકાર. તેમનું શિક્ષણ ભોર, પુણે, અજમેર તથા ઇંદોરમાં થયેલું. 1917માં દર્શન વિષય સાથે અલાહાબાદ યુનિવર્સિટીમાંથી બી.એ. થયા બાદ એમ.એ.માં મરાઠી વિષય લઈને પ્રથમ વર્ગ મેળવી નાગપુરમાં શિક્ષક તરીકે નોકરી…
વધુ વાંચો >બગે, આશા
બગે, આશા (જ. 1939, નાગપુર, મહારાષ્ટ્ર) : મરાઠી વાર્તાકાર અને નવલકથાકાર. તેમની પુરસ્કૃત કૃતિ ‘ભૂમી’ બદલ તેમને 2006નો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે. તેમણે મરાઠી તથા ભારતીય શાસ્ત્રીય સંગીતમાં એમ.એ.ની ડિગ્રીઓ પ્રાપ્ત કરી છે. તેઓ અંગ્રેજી, હિંદી અને સંસ્કૃત ભાષાઓની જાણકારી ધરાવે છે. 1973થી તેમણે સર્જનાત્મક લેખનકાર્ય શરૂ…
વધુ વાંચો >બટાટ્યાચી ચાળ
બટાટ્યાચી ચાળ : મરાઠીના અગ્રગણ્ય લેખક પુ. લ. દેશપાંડેની હાસ્યકૃતિ. તેમાં મુંબઈની ચાલીઓમાં રહેનારા લોકોના જીવનનું રમૂજપ્રેરક આલેખન છે. એમના જીવનનાં વિવિધ પાસાં, એમના સંઘર્ષો, એમનાં વર્તન-વલણમાં હાસ્યની જે સામગ્રી હતી તે સર્વનો એમાં વિનિયોગ થયો છે. લેખકના જીવનનાં શરૂઆતનાં વર્ષો ચાલીમાં વીતેલાં. તે સમયે એમણે જે અનુભવ કર્યા, નિરીક્ષણ…
વધુ વાંચો >બનગરવાડી
બનગરવાડી (1955) : મરાઠી નવલકથાલેખક વ્યંકટેશ માડગૂળકરની જાનપદી નવલકથા. મરાઠીમાં આંચલિક નવલકથાનો નવો પ્રકાર આ કૃતિથી શરૂ થયો. એ રીતે તે મરાઠી આંચલિક (જાનપદી) નવલકથાનું સીમાચિહ્ન છે. એમણે આ કૃતિ દ્વારા સિદ્ધ કર્યું કે ગ્રામીણ અને દૂર દૂરના પછાત વિસ્તારના જનજીવનનું ચિત્રણ પણ ઉચ્ચ સાહિત્યિક મૂલ્યવાળું હોય છે. આ નવલકથામાં…
વધુ વાંચો >બનહટ્ટી, શ્રીનિવાસ નારાયણ
બનહટ્ટી, શ્રીનિવાસ નારાયણ (જ. 1901, પુણે; અ. 1975) : મરાઠીના નામાંકિત લેખક, સંપાદક અને વિદ્વાન. તેમણે ઉચ્ચ શિક્ષણ મુંબઈ યુનિવર્સિટીમાં લીધું હતું. તેમને અતિ ઉજ્જ્વળ અભ્યાસ-કારકિર્દીના પરિણામે અનેક ઇનામો તથા શિષ્યવૃત્તિઓ મળ્યાં. સંસ્કૃતમાં એમ.એ.ની તથા કાયદાશાસ્ત્રમાં એલએલ.બી.ની પદવી મેળવ્યા પછી તેઓ એલ્ફિન્સ્ટન કૉલેજમાં મરાઠીના અધ્યાપક તરીકે જોડાયા. પછી તેઓ નાગપુરની…
વધુ વાંચો >બહિણાબાઈ
બહિણાબાઈ (જ. 1629, દેવગાવ; અ. 1700) : સત્તરમી સદીનાં મરાઠીનાં પારંપરિક સંત કવયિત્રી. પિતાનું નામ આઊજી અને માતાનું નામ જાનકી. પિતા વતન દેવગાવના મહેસૂલ-અધિકારી હતા. દેવું કરવાના ગુના હેઠળ તેમને જેલવાસ ભોગવવો પડ્યો હતો, પરંતુ એક રાત્રે તેઓ જેલમાંથી નાસી છૂટ્યા હતા અને રહિમતપુર ખાતે બે વર્ષ ભૂગર્ભ અવસ્થામાં રહ્યા…
વધુ વાંચો >બાપટ, વસંત
બાપટ, વસંત (જ. 25 જુલાઈ 1922, કરાડ, જિ. સાતારા) : મરાઠી કવિ. પુણેની સર પરશુરામભાઉ (એસ.પી.) કૉલેજમાંથી 1948માં એમ.એ. થયા. ત્યારબાદ પુણેની નૅશનલ કૉલેજ તથા રામનારાયણ રૂઇયા કૉલેજ(મુંબઈ)માં મરાઠી તથા સંસ્કૃતના પ્રાધ્યાપક તરીકે 1948–74 અને 1974થી મુંબઈ યુનિવર્સિટીમાં તુલનાત્મક સાહિત્યની રવીન્દ્રનાથ ઠાકુરની ચૅર પર પ્રોફેસર તરીકે નિયુક્ત થયા. નાનપણથી રાષ્ટ્રીય…
વધુ વાંચો >બાપટ, સેનાપતિ
બાપટ, સેનાપતિ (જ. 12 નવેમ્બર 1880, પારનેર, મહારાષ્ટ્ર; અ. 27 નવેમ્બર 1967, પુણે) : ભારતના અગ્રણી ક્રાંતિકારી, સ્વાતંત્ર્યસેનાની તથા સાહિત્યકાર. આખું નામ પાંડુરંગ મહાદેવ બાપટ. મૂળ વતન ગુહાગર, જિલ્લો રત્નાગિરિ. કોંકણ-વિસ્તારમાંથી સ્થળાંતર કરી પશ્ચિમ મહારાષ્ટ્રમાં વસેલાં કુટુંબોમાં બાપટના વડવાઓ પણ હતા. પિતા સબરજિસ્ટ્રારની કચેરીમાં કારકુન હતા. નિમ્ન મધ્યમ વર્ગમાં જન્મેલા…
વધુ વાંચો >બેડેકર, માલતી
બેડેકર, માલતી (જ. 1 ઑક્ટોબર 1905, આવાસ, જિલ્લો રાયગડ) : ભારતીય સમાજની પછાત સ્ત્રીઓની સમસ્યાઓને વાચા આપનાર મરાઠીનાં અગ્રણી લેખિકા. મધ્યમવર્ગના એક પરિવારમાં જન્મ. શિક્ષણ ઘોડનદી, હિંગણે અને મુંબઈ ખાતે. એસ.એન.ડી.ટી. વિશ્વવિદ્યાલયની એમ.એ.ની સમકક્ષ ગણાતી પદવી ‘પ્રદેયાગમા’ (પી.એ.) તેમણે મેળવી હતી. 1923થી 1933 દરમિયાન હિંગણે ખાતેની કન્યાશાળામાં પ્રથમ શિક્ષિકા અને…
વધુ વાંચો >