Maithili literature

પત્રહીન નગ્ન ગાછ

પત્રહીન નગ્ન ગાછ (1967) : મૈથિલી કવિ ‘યાત્રી’ (વૈદ્યનાથ મિશ્રા : જ. 1911; અ. 1998)નો કાવ્યસંગ્રહ. ‘યાત્રી’ મૈથિલી સાહિત્યના ગણનાપાત્ર ‘નવકવિ’ છે અને તેમનો અભિગમ પ્રયોગશીલતાનો છે. પ્રયોગશીલતાને તેમણે જે વિકાસ-તબક્કે પહોંચાડી છે ત્યાંથી નવી કવિ-પેઢીએ આગળ પ્રયાણ કર્યું છે. તે આધુનિક કવિ છે, પણ આધુનિકતાવાદી લેશ પણ નથી. તેમનાં…

વધુ વાંચો >

પયસ્વિની

પયસ્વિની (1969) : મૈથિલી કવિ સુરેન્દ્ર ઝા ‘સુમન’(જ. 10 ઑક્ટોબર, 1910, અ. 5 માર્ચ 2002)નો કાવ્યસંગ્રહ. તેમાં પ્રાકૃતિક સૌંદર્ય તથા ગ્રામજીવનની સરળતાને લગતાં 25 ઊર્મિકાવ્યો છે. પ્રથમ શીર્ષકદા કૃતિ ‘પયસ્વિની’માં કવિ અવનવાં વન-ઉપવન અને ગોચરમાં વિહરે છે. વર્ષાઋતુની સરખામણી કવિ દુધાળી ગાય સાથે કરીને જણાવે છે કે વરસાદ પણ સમસ્ત…

વધુ વાંચો >

પ્રવાસી, માર્કંડેય

પ્રવાસી, માર્કંડેય (જ. 1942, ગરૂર, જિ. સમસ્તીપુર, બિહાર) : મૈથિલી ભાષાના કવિ અને નવલકથાકાર. તેમની ‘અગસ્ત્યાયની’ નામની મહાકાવ્યાત્મક કૃતિને 1981ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો. તેમણે હિંદીમાં શિક્ષણના વિષયમાં ઉચ્ચ શિક્ષણ મેળવેલું. તેમણે એક મૈથિલીમાં અને એક હિંદીમાં એમ 2 કાવ્યસંગ્રહો પ્રગટ કર્યા છે.  ‘અભિયાન’ નામની તેમની નવલકથા…

વધુ વાંચો >

બાજી ઉઠલ મુરલી

બાજી ઉઠલ મુરલી (1977) : મૈથિલી કવિ ઉપેન્દ્ર ઠાકુર ‘મોહન’નો કાવ્યસંગ્રહ. તેમાં મૈથિલી સાહિત્યની ઊર્મિકવિતાની સુદીર્ઘ પરંપરાનું સાતત્ય જળવાય છે. ઉપેન્દ્ર ઠાકુરની ઊર્મિકવિતા શબ્દોનું માર્દવ, પ્રાસાનુપ્રાસ, તથા લયનું માધુર્ય ઉપરાંત ગર્ભિત અર્થસંકેત, પ્રૌઢ વિચારધારા તથા ધિંગો આશાવાદ જેવી લાક્ષણિકતાઓેને કારણે નોંધપાત્ર નીવડી છે. તેમની કવિતા બુદ્ધિ તેમજ લાગણી બંનેને સ્પર્શે…

વધુ વાંચો >

મિથિલા-વૈભવ

મિથિલા-વૈભવ (1963) : મૈથિલીના ચિંતક-સાહિત્યકાર યશોધર જહાનો તત્વજ્ઞાનવિષયક અભ્યાસગ્રંથ. તેમાં ભારતીય તત્વદર્શનના સમન્વય પર ભાર મુકાયો છે. ઘણા લાંબા સમયથી મિથિલા તત્વજ્ઞાનીઓનું ધામ રહ્યું હતું. આથી તે તત્વદર્શનની વિચારધારા તથા ગહન પાંડિત્ય માટે પંકાયેલું રહ્યું. આ ગ્રંથ મિથિલાની ગૌરવ-ગાથારૂપ છે. લેખક પોતે પંડિત મધુસૂદન વિદ્યાવાચસ્પતિના વિદ્યાર્થી હોઈ પુસ્તકમાં તેમના ગુરુના…

વધુ વાંચો >

મિશ્ર, કીર્તિનારાયણ

મિશ્ર, કીર્તિનારાયણ (જ. 17 જુલાઈ 1937, બરૌની, બિહાર) : મૈથિલી તથા હિંદી ભાષાના લેખક. તેમને ‘ધ્વસ્ત હોઇત શાંતિ સ્તૂપ’ નામક કાવ્યસંગ્રહ માટે સાહિત્ય અકાદમીનો 1997ના વર્ષનો ઍવૉર્ડ મળ્યો હતો. તેમણે અર્થશાસ્ત્રના વિષયમાં એમ.એ. થયા પછી કાયદાના સ્નાતકની ડિગ્રી મેળવી; કલકત્તા યુનિવર્સિટીમાંથી ‘મટિરિયલ મૅનેજમેન્ટ’ વિષયમાં વિશેષ નિપુણતા મેળવી. વ્યવસાયી કારકિર્દી પછી…

વધુ વાંચો >

મિશ્ર, ચન્દ્રનાથ (‘અમર’)

મિશ્ર, ચન્દ્રનાથ (‘અમર’) (જ. 2 માર્ચ 1925, ખોજપુર, મધુબની) : મૈથિલી ભાષાના કવિ, નવલકથાકાર અને વિદ્વાન. સાહિત્યિક વિવેચનના તેમના ગ્રંથ ‘મૈથિલી પત્રકારિતક ઇતિહાસ’ને 1983ના વર્ષનો ભારતીય સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો છે. તેઓ નવ-પાણિનિ-વ્યાકરણના આચાર્ય લેખાયા છે. તેમણે માર્ચ, 1983 સુધી શિક્ષક તરીકે કામગીરી બજાવી હતી. તેમણે 5 કાવ્યસંગ્રહો, 2 નવલકથાઓ…

વધુ વાંચો >

મિશ્ર, જયવંત

મિશ્ર, જયવંત (જ. 15 ઑક્ટોબર 1925, હરિપુર, બિહાર; અ. 7 સપ્ટેમ્બર 2010) : મૈથિલી તથા હિંદી ભાષાના લેખક, વિદ્વાન વિવેચક. તેમના કાવ્યસંગ્રહ ‘કવિતા કુસુમાંજલિ’ (1992) માટે તેમને સાહિત્ય અકાદમીનો 1995ના વર્ષનો ઍવૉર્ડ મળ્યો હતો. શૈક્ષણિક કારકિર્દી દરમિયાન અનેક ચંદ્રકો મેળવવાની સાથે તેમણે અનુક્રમે પટણા તથા બિહાર યુનિવર્સિટીમાંથી ‘સાહિત્ય’ તથા ‘વ્યાકરણ’ની…

વધુ વાંચો >

મિશ્ર, મયાનંદ

મિશ્ર, મયાનંદ (જ. 17 ઑગસ્ટ 1934, બૈનનિયા, બિહાર; અ. 31 ઑગસ્ટ 201, પટણા) : મૈથિલી સાહિત્યકાર. તેમની કૃતિ ‘મંત્રપુત્ર’(1986)ને સાહિત્ય અકાદમીનો 1988ના વર્ષનો પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. મુઝફ્ફર ખાતેની બિહાર યુનિવર્સિટીમાંથી તેમણે હિંદી તેમજ મૈથિલી – એ બંનેમાં એમ.એ.ની ડિગ્રીઓ મેળવી હતી. બિહાર યુનિવર્સિટીમાં તેમણે મૈથિલીના પ્રોફેસર તરીકે તેમજ સહરસા…

વધુ વાંચો >

મૈથિલી ભાષા અને સાહિત્ય

મૈથિલી ભાષા અને સાહિત્ય : મૈથિલીએ એની પ્રાચીનતા તેમજ સમૃદ્ધ સાહિત્યિક પરંપરાને કારણે છેલ્લી બે સદીઓથી વિદ્વાનોનું ધ્યાન ખેંચ્યું છે. મૈથિલીને ‘અવહઠ્ઠ’, ‘મિથિલા અપભ્રંશ’ જેવી વિવિધ સંજ્ઞાઓથી ઓળખવામાં આવે છે. જ્યૉર્જ ગ્રિયર્સને ‘મૈથિલી’ નામ પ્રચારમાં આણ્યું. મૈથિલી ભારતીય-આર્ય ભાષાજૂથની છે અને તે લગભગ 1000 વર્ષથી પ્રવર્તે છે. જેમ મગહી, બંગાળી,…

વધુ વાંચો >