Journalism

સેનાપતિ ફકીરમોહન

સેનાપતિ, ફકીરમોહન (જ. 1843; અ. 1918) : ઊડિયા સાહિત્યમાં અર્વાચીન યુગના એક સ્થાપક, ઉત્તમ નવલકથાકાર અને વાર્તાકાર. બાળપણથી જ અનાથ બનતાં દાદીએ તેમનો ઉછેર કર્યો અને તેમની ભારે માંદગીમાંથી ઊગરે તો તેને ફકીર બનાવવાની માનતા માની. બીમારીમાંથી ઊગર્યા બાદ કેટલોક વખત તહેવારોમાં ઘેર ઘેર ફરી ભીખ માગી. તેના પરથી તેમનું…

વધુ વાંચો >

સૅફાયર વિલિયમ

સૅફાયર, વિલિયમ (જ. 1929, ન્યૂયૉર્ક સિટી) : અમેરિકાના નામી પત્રકાર. અગાઉ તે પ્રમુખ નિક્સનનાં પ્રવચનોના લેખક અને ખાસ મદદનીશ હતા. પછી 1973થી ‘ન્યૂયૉર્ક ટાઇમ્સ’ માટે વૉશિંગ્ટન ખાતેથી કટાર લખી મોકલવાની કામગીરી તેમણે સંભાળી. 1978માં તેઓ બહુવિધ અને રસપ્રદ સમીક્ષા માટે પુલિત્ઝર પારિતોષિકના વિજેતા બન્યા. ભાષાવિષયક પ્રશ્નોની છણાવટને લગતી સાપ્તાહિક કટારથી…

વધુ વાંચો >

સૈની અજીત

સૈની, અજીત (જ. 23 જુલાઈ 1922, બોલવાલ, જિ. હોશિયારપુર, પંજાબ) : પંજાબી લેખક અને પત્રકાર. પંજાબ યુનિવર્સિટીમાંથી તેમણે એમ.એ.; ગ્યાનીની પદવી મેળવી. તેઓ સ્વાતંત્ર્યસૈનિક હતા; 1943માં ઇન્ડિયન નૅશનલ આર્મી, મલાયામાં અધિકારી; ‘આઝાદ હિંદ’ના સંપાદક; 1945માં ઇન્ડિયન નૅશનલ આર્મીના મુખ્ય મથક હાલના મ્યાનમાર દેશના રંગુન (યાન્ગોંગ) શહેરના પ્રેસ અને રેડિયો સંપર્ક…

વધુ વાંચો >

સોલંકી રમણીકલાલ છગનલાલ

સોલંકી, રમણીકલાલ છગનલાલ (જ. 12 જુલાઈ 1931, રાંદેર) : પત્રકાર. માતા ઇચ્છાબહેન. પિતા છગનલાલ. એમનું બાળપણ રાંદેરમાં વીત્યું; પછી તેઓ અભ્યાસ અર્થે સૂરત ગયા. 1949માં આઇરિશ પ્રેસ્બિટેરિયન મિશન સ્કૂલમાંથી મૅટ્રિક થયા, એમ.ટી.બી. કૉલેજમાંથી અર્થશાસ્ત્રના વિષયમાં બી.એ. તથા સાર્વજનિક લૉ કૉલેજમાંથી એલએલ.બી. થયા. વિદ્યાર્થીકાળમાં જ તેઓ 1950–54માં રાંદેર વિદ્યાર્થી મંડળના પ્રમુખ…

વધુ વાંચો >

સૌરાષ્ટ્ર દર્પણ

સૌરાષ્ટ્ર દર્પણ : માસિક. પંડિત મણિશંકર જટાશંકર કીકાણી દ્વારા 1865માં જૂનાગઢમાં પ્રારંભ. પંડિત મણિશંકર કીકાણી જૂનાગઢના એક જાણીતા સાક્ષર હતા અને તેમણે સમાજસુધારણાની ભાવનાથી પ્રેરાઈને આ સામયિક શરૂ કર્યું હતું. તેના તંત્રી વલ્લભજી હરદત્ત આચાર્ય હતા. આ માસિકમાં નૃસિંહપ્રસાદ હરિપ્રસાદ નામના અન્ય એક વિદ્વાનની પણ મહત્વની ભૂમિકા હતી. બ્રિટિશ સરકારની…

વધુ વાંચો >

સૌરાષ્ટ્ર સમાચાર

સૌરાષ્ટ્ર સમાચાર : ભાવનગરથી પ્રકાશિત થતું દૈનિક. ગુજરાતના હાલના સૌથી મોટા દૈનિક ‘ગુજરાત સમાચાર’ દ્વારા 1961માં ભાવનગરથી ‘સૌરાષ્ટ્ર સમાચાર’નો પ્રારંભ કરવામાં આવ્યો હતો; પરંતુ એકાદ વર્ષમાં જ બંધ કરી દીધું હતું. ત્યાર બાદ 1964ના જૂન–જુલાઈ મહિનામાં ‘સૌરાષ્ટ્ર સમાચાર’ના હાલના મૅનેજિંગ ડિરેક્ટર અને મૅનેજિંગ તંત્રી પ્રતાપભાઈ શાહે ‘ગુજરાત સમાચાર’ પાસેથી આ…

વધુ વાંચો >

સૌરાષ્ટ્ર સાપ્તાહિક

સૌરાષ્ટ્ર સાપ્તાહિક : રાણપુરમાં પ્રારંભ 1921ની બીજી ઑક્ટોબરના રોજ. તેના સ્થાપકતંત્રી હતા પત્રકારત્વના યોદ્ધા અમૃતલાલ શેઠ. આ સાપ્તાહિક આમ માંડ નવ કે દસ વર્ષ ચાલ્યું અને 1930–31માં બંધ પડ્યું, પરંતુ આટલા સમયગાળામાં સૌરાષ્ટ્રમાં લોકજાગૃતિ લાવવામાં તેની ભૂમિકા ઘણી મોટી અને ઐતિહાસિક છે. સૌ જાણે છે તેમ, લગભગ આખા સૌરાષ્ટ્રમાં એ…

વધુ વાંચો >

સ્કૉટ સી.પી. (સર)

સ્કૉટ, સી.પી. (સર) (જ. 26 ઑક્ટોબર 1846, બાથ, સમરસેટ; અ. 1 જાન્યુઆરી 1932) : બ્રિટિશ પત્રકાર, પ્રકાશક અને રાજકારણી જેવી ત્રિવિધ ઓળખ ધરાવતા બ્રિટિશ વિદ્વાન. તેઓ ‘માન્ચેસ્ટર ગાર્ડિયન’ નામના પ્રસિદ્ધ અખબારના ઈ. સ. 1872થી 1929 સુધી તંત્રી રહ્યા હતા અને અવસાન સુધી તેઓ તેના માલિક પણ રહ્યા હતા. બ્રિટનની સંસદમાં…

વધુ વાંચો >

સ્ક્રીન

સ્ક્રીન : મુંબઈથી પ્રગટ થતું પૂર્ણ કદનું અખબાર-સ્વરૂપ ધરાવતું ફિલ્મ સાપ્તાહિક. ‘ઇન્ડિયન એક્સપ્રેસ’ અખબાર જૂથના આ સાપ્તાહિકનો પ્રારંભ 1951ની 26મી સપ્ટેમ્બરે થયો હતો. સ્થાપક તંત્રી હતાં કેરળનાં એક વિદૂષી મનોરમા કાત્જુ. એ સમયે આ સાપ્તાહિકનું કાર્યાલય મુંબઈના કોલાબા ખાતે ફિશરમૅન્સ કૉલોની તરીકે જાણીતા લેન્ડ્ઝ એન્ડ વિસ્તારમાં હતું. પ્રારંભનાં વર્ષોમાં તે…

વધુ વાંચો >

સ્ટેટ્સમૅન ધ

સ્ટેટ્સમૅન ધ : કોલકાતા અને નવી દિલ્હી, સિલિગુડી અને ભુવનેશ્વરથી એકસાથે પ્રકાશિત થતું અંગ્રેજી દૈનિક. કોલકાતામાં તેની સ્થાપના 1875માં થઈ હતી, અને 1818માં સ્થપાયેલા ‘ધ ફ્રેન્ડ ઑવ્ ઇન્ડિયા’માંથી સીધું રૂપાંતર થયું હતું. તે ઉપરાંત 1821માં સ્થપાયેલા ‘ધી ઇંગ્લિશમૅન’ અખબારનું 1834માં ‘ધ સ્ટેટ્સમૅન’માં વિલીનીકરણ થયું હતું. ‘ધ સ્ટેટ્સમૅન’ માટે અન્ય તારીખો…

વધુ વાંચો >