Journalism

રાવળ, રવિશંકર મહાશંકર

રાવળ, રવિશંકર મહાશંકર (જ. 1 ઑગસ્ટ 1892, ભાવનગર; અ. 9 ડિસેમ્બર 1977, અમદાવાદ) : અર્વાચીન ગુજરાતમાં કલાજાગૃતિનો પ્રસાર કરનાર પાયાના અગ્રયાયી (pioneer) કલાકાર, ચિત્રકાર, કલાપત્રકાર, ‘કુમાર’ માસિકના સ્થાપક અને લેખક. આધુનિક ગુજરાતના ‘કલાગુરુ’. પિતા મહાશંકરે સૌરાષ્ટ્રનાં અલગ અલગ ગામો અને નગરોમાં પોસ્ટમાસ્ટરના હોદ્દા સંભાળ્યા હોવાથી રવિશંકરને બાળપણમાં ભાવનગર, ધોરાજી, રાજકોટ,…

વધુ વાંચો >

રાસ્ત ગોફ્તાર

રાસ્ત ગોફ્તાર : વૃત્તયુગના આરંભનાં નોંધપાત્ર વૃત્તપત્રોમાંનું એક. ‘રાસ્ત ગોફ્તાર’નો અર્થ ‘સત્યવક્તા’. પ્રારંભ 15 નવેમ્બર, 1851. સ્થાપક દાદાભાઈ નવરોજી. જોકે ‘રાસ્ત ગોફ્તાર’ના સાચા સ્થાપક ખરશેદજી નશરવાનજી કામા ગણાય; કેમકે, તે જમાનામાં તેમની આર્થિક સહાય વિના આ પત્ર શરૂ કરવું કે ચલાવવું શક્ય ન બનત. અલબત્ત, એક નીડર અને બાહોશ પત્રકાર…

વધુ વાંચો >

રિલિસ, જૅકબ ઑગસ્ટ

રિલિસ, જૅકબ ઑગસ્ટ (જ. 3 મે 1849, રિબ, ડેન્માર્ક; અ. 26 મે 1914, મૅસેચૂસેટ્સ, અમેરિકા) : અમેરિકાના અખબારી પત્રકાર, સમાજસુધારક તથા ફોટોગ્રાફર. અમેરિકાના ગીચ-ગંદા વિસ્તારો(slums)નો તાદૃશ ચિતાર આપતા તેમના પુસ્તક ‘હાઉ ધી અધર હાફ લિવ્ઝ’ દ્વારા તેમણે 1890માં અમેરિકાની અંતરતમ સંવેદનાને હચમચાવી મૂકી હતી. 21 વર્ષની વયે તેઓ સ્થળાંતર કરીને…

વધુ વાંચો >

રીડર્સ ડાઇજેસ્ટ

રીડર્સ ડાઇજેસ્ટ : વિશ્વમાં સૌથી વધારે વંચાતું માસિક-પત્ર. 1922માં દવિટ વૉલેસ અને તેમનાં પત્ની લીલા ઍચિસન વૉલેસ દ્વારા તે શરૂ કરાયેલું. હાલ વિશ્વમાં તેની 19 ભાષાઓમાં કુલ 48 આવૃત્તિઓ પ્રકાશિત થાય છે. વૉલેસ દંપતીએ અમેરિકામાં ગ્રિનિચ ગામમાં તેમના એપાર્ટમેન્ટમાં જ જાતે પરિશ્રમ કરીને ‘રીડર્સ ડાઇજેસ્ટ’ તૈયાર કર્યું હતું, જેની પ્રથમ…

વધુ વાંચો >

રુચિ

રુચિ (જાન્યુઆરી 1963થી ડિસેમ્બર 1968) : ગુજરાતી સાહિત્યકાર અને પત્રકાર ચુનીલાલ મડિયા દ્વારા સંપાદિત અને પ્રકાશિત ગુજરાતી સાહિત્યિક માસિક. 1962ના ડિસેમ્બરમાં મડિયાએ ‘યુસિસ’(યુનાઇટેડ સ્ટેટ્સ ઇન્ફર્મેશન સર્વિસ)માંથી પત્રકાર-સંપાદકની જવાબદારીમાંથી મુક્ત થઈ ‘રુચિ’ સામયિક શરૂ કર્યું. મડિયાએ પોતાના માસિક ‘રુચિ’ને ગુજરાતીમાં ‘સૌંદર્યલક્ષી સામયિક’ તરીકે તથા અંગ્રેજીમાં ‘એ મૅગઝિન ફૉર ક્રિયેટિવ થૉટ’ તરીકે…

વધુ વાંચો >

રેખા

રેખા : ગુજરાતનું એક વિશિષ્ટ સામયિક. પ્રારંભ : 1939. આયુષ્ય : આશરે એક દાયકો. જયંતિ દલાલે એમની જાહેર જીવનની પ્રવૃત્તિ વચ્ચે ગુજરાતમાં પ્રગતિશીલ વાતાવરણનું નિર્માણ કરવા, સાહિત્યમાં નવતર મૂલ્યોનું સ્થાપન કરવા, વિદેશી સાહિત્યથી ગુજરાતની પ્રજાને અવગત કરાવવા અને પ્રવર્તમાન રાજકીય પ્રવાહથી પ્રજાને વાકેફ કરી નાગરિક ધર્મ બજાવવાની પ્રેરણા પૂરી પાડવાના…

વધુ વાંચો >

રૉબિન્સન, એડ્વિન આર્લિંગ્ટન

રૉબિન્સન, એડ્વિન આર્લિંગ્ટન (જ. 22 ડિસેમ્બર 1869, હેડટાઇડ, મેઇન, યુ.એસ.; અ. 6 એપ્રિલ 1935, ન્યૂયૉર્ક સિટી) : અમેરિકન કવિ અને પત્રકાર. ગાર્ડિનર શહેરમાં ઉછેર. તેમની કવિતામાં દૃષ્ટિગોચર થતું ‘ટિલબેરી ટાઉન’ તે જ ગાર્ડિનર. શિક્ષણ હાર્વર્ડમાં (1891–93). ન્યૂયૉર્ક સિટીમાં નોકરી. ‘ધ ટૉરન્ટ ઍન્ડ ધ નાઇટ બિફોર’ (1896) તેમનો અંગત રીતે છપાયેલો…

વધુ વાંચો >

લક્ષ્મણરાવ, જે. આર.

લક્ષ્મણરાવ, જે. આર. (જ. 21 જાન્યુઆરી 1921, જાગલુર, જિ. ચિત્રદુર્ગા, કર્ણાટક) : જાણીતા કન્નડ વિજ્ઞાનલેખક. 1943–81 દરમિયાન તેઓ વિવિધ કૉલેજોમાં અધ્યાપક, રીડર અને પ્રાધ્યાપક તરીકે કામગીરી કરી સેવાનિવૃત્ત થયા. ત્યારબાદ ઇંગ્લિશ–કન્નડ ડિક્શનરી(મૈસૂર યુનિવર્સિટી)ના મુખ્ય સંપાદક; 1969–78 સુધી વિજ્ઞાનને લગતા ત્રૈમાસિક ‘વિજ્ઞાન કર્ણાટક’ના સ્થાપક-સંપાદક અને 1978–88 સુધી માસિક ‘બાલવિજ્ઞાન’ના સ્થાપક-સંપાદક રહ્યા.…

વધુ વાંચો >

લાઇનોટાઇપ

લાઇનોટાઇપ : જુઓ મુદ્રણ.

વધુ વાંચો >

લા ગુમા, ઍલેક્સ

લા ગુમા, ઍલેક્સ (જ. 20 ફેબ્રુઆરી 1925, કેપટાઉન, દક્ષિણ આફ્રિકા; અ. 1985) : આફ્રિકન અશ્વેત નવલકથાકાર અને પત્રકાર. મૂળ નામ જસ્ટિન ઍલેક્ઝાન્ડર લા ગુમા. શિક્ષણ કેપ ટૅકનિકલ કૉલેજમાં અને પત્રવ્યવહાર દ્વારા લંડન સ્કૂલ ઑવ્ જર્નાલિઝમમાં. ઝીણામાં ઝીણું અવલોકન, સ્વાભાવિક હાસ્ય, દયા કે ખિન્નતા ઉપજાવનાર અને ભય કે કમકમાટી પેદા કરતી…

વધુ વાંચો >