Indian culture

અઈયોળ(અઈહોળ) [Aihole]નાં મંદિરો

અઈયોળ(અઈહોળ) [Aihole]નાં મંદિરો : કર્ણાટકમાં બાગાલકોટ જિલ્લામાં હનુગુન્ડા તાલુકામાં ઈસુની છઠ્ઠી સદીથી બારમી સદી દરમિયાન બંધાયેલાં મંદિરો અને મઠોનો સમૂહ. તે અઈહોળે, અઈવાલી, અહીવોલાલ અને આર્યપુરા નામે પણ ઓળખાય છે. અઈયોળમાં માલાપ્રભા નદીને કાંઠે પાંચ ચોરસ કિલોમીટર વિસ્તારમાં એકસો વીસથી વધુ પથ્થરમાંથી ચણેલાં મંદિરો, મઠો અને ખડકોમાંથી કોતરી કાઢેલાં (Rock-cut)…

વધુ વાંચો >

અક્ષરધામ

અક્ષરધામ : જુઓ, બોચાસણવાસી શ્રી અક્ષરપુરુષોત્તમ સંસ્થા (1907)

વધુ વાંચો >

અગ્નિચક્ર

અગ્નિચક્ર : યોગશાસ્ત્ર અનુસાર માનવદેહમાં મેરુદંડ જ્યાં પાયુ અને ઉપસ્થની વચ્ચે જોડાતો ભાગ છે ત્યાં એક ત્રિકોણચક્ર રચાય છે, જેને અગ્નિચક્ર કહેવામાં આવે છે. આ અગ્નિચક્રમાં સ્વયંભૂલિંગ છે જેને સાડા ત્રણ આંટાથી વીંટાઈને કુંડલિની શક્તિ સૂતી રહે છે. હઠયોગ અનુસાર મહાકુંડલિની શક્તિ વિશ્વમાં વ્યાપ્ત છે. વ્યક્તિમાં તેના રૂપને કુંડલિની કહે…

વધુ વાંચો >

અગ્રવાલ, વાસુદેવશરણ

અગ્રવાલ, વાસુદેવશરણ (જ. 7 ઓગસ્ટ 1904 ગાઝિયાબાદ, ઉત્તરપ્રદેશ; અ. 26 જુલાઈ 1967) : ભારતીય પ્રાચીન સાહિત્ય, સંસ્કૃતિ, પ્રાચ્યવિદ્યા અને પુરાતત્ત્વના ખ્યાતનામ પંડિત. લખનૌના વણિક પરિવારમાં જન્મેલા પણ સ્વભાવે વિદ્યાપ્રેમી વાસુદેવશરણજી લખનૌ યુનિવર્સિટીમાંથી 1929માં એમ.એ. થયા. બનારસ વિશ્વવિદ્યાલયમાં વધુ અભ્યાસ અર્થે જોડાયા. 1940માં તેમની મથુરાના પુરાતત્ત્વ સંગ્રહાલયના ક્યૂરેટર તરીકે નિયુક્તિ થઈ.…

વધુ વાંચો >

અનહદનાદ (યોગ)

અનહદનાદ (યોગ) : આ શબ્દ સંત સાહિત્યમાં ‘અસીમ’ના અર્થમાં પ્રયોજાય છે. યોગશાસ્ત્રમાં આ પરત્વે ‘આહત’ અને ‘અનાહત’ એવા બે શબ્દો પ્રયોજાય છે. આહત એટલે ઉચ્ચારણ-સ્થાનવિશેષ સાથેના ઘર્ષણથી ઉદભવતો શબ્દ. જીભ, દાંત, તાલુ વગેરે અવયવોના પરસ્પરના આંતરિક ઘર્ષણ, ઉત્ક્ષેપણ, સંકોચ-વિસ્તાર દ્વારા જે શબ્દ વૈખરી વાણી(વ્યક્ત ભાષા)ના રૂપમાં ઉચ્ચારાય – સંભળાય છે…

વધુ વાંચો >

અમલેશ્વર (તા. ભરૂચ)

અમલેશ્વર (તા. ભરૂચ) : ગુજરાત રાજ્યમાં નર્મદા-પરિક્રમાના માર્ગ પાસે આવેલું ધર્મસ્થાન. વિશાળ તળાવને કાંઠે અમલેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. અહીં પરિક્રમા-યાત્રીઓ દર્શને આવે છે. મૂળ સોલંકીકાલીન શિવલિંગ ધરાવતા આ મંદિરમાં અનેક વાર જીર્ણોદ્ધાર થયાનું જણાય છે. મંદિર પૂર્વાભિમુખ છે અને રચના પરત્વે તે ગર્ભગૃહ તથા ગૂઢમંડપ ધરાવે છે. અહીં ચણતર…

વધુ વાંચો >

અમૃતવર્ષિણી વાવ

અમૃતવર્ષિણી વાવ (1723) : અમદાવાદમાં પાંચકૂવા દરવાજા પાસે આવેલી વાવ. આ નંદાપ્રકારની વાવમાં એક પ્રવેશ અને ત્રણ કૂટ (મંડપ) છે. જોકે તેમાં કાટખૂણાકાર રચના કરેલી હોઈ તે આ પ્રકારની વાવોમાં વિશિષ્ટ ભાત પાડે છે. પશ્ચિમ દિશામાંથી વાવમાં પ્રવેશતાં બે કૂટ વટાવ્યા પછી બીજો ચોરસ પડથાર આવે છે. ત્યાંથી વાવ કાટખૂણે…

વધુ વાંચો >

અર્જુન ભગત

અર્જુન ભગત (1856–1912) : ગડખોલ (તા.અંકલેશ્વર)ના નિર્ગુણમાર્ગી સંતપુરુષ. કોળી જ્ઞાતિમાં જન્મેલા અર્જુનદાસનું હૈયું નાનપણથી જ હરિરંગી હતું. મોટા થયે ગૃહસ્થાશ્રમ માંડ્યો અને 4 પુત્રો થયા, પણ જીવન ભગવદ્ભક્તિમાં વ્યતીત થતું રહ્યું. સૂરતના નિરાંત ભગતના શિષ્ય રણછોડદાસ પાસેથી તેમણે ગુરુમંત્ર લીધેલો. નામસ્મરણ અને મંત્રજપને લઈને ગુરુગમ પ્રાપ્ત થતાં આત્માનંદની ઝાંખી થઈ…

વધુ વાંચો >

અલંકાર

અલંકાર : જુઓ, ઘરેણાં.

વધુ વાંચો >

અલ્-બિરૂની

અલ્-બિરૂની (જ. 5 સપ્ટેમ્બર 973, કાથ, ઉઝબેકિસ્તાન; અ. 13 ડિસેમ્બર 1048, ગઝની, અફઘાનિસ્તાન) : આરબ ખગોળશાસ્ત્રી, ઇતિહાસકાર અને બહુશ્રુત વિદ્વાન. મૂળ નામ અબૂરેહાન મુહંમદ. પિતાનું નામ અહમદ. અર્વાચીન ઉઝબેકિસ્તાનના કાથ(કાસ) (= ખીવ)ના ઉપનગર(બિરૂન)માં જન્મ. તેથી અલ-બિરૂની કહેવાયો. વતનમાં પ્રાથમિક શિક્ષણ પ્રાપ્ત કર્યું. પછી બુખારા, જુર્જાન, રે (Rayy) વગેરે સ્થળોએ ફરીને…

વધુ વાંચો >