અગ્નિચક્ર

January, 2001

અગ્નિચક્ર : યોગશાસ્ત્ર અનુસાર માનવદેહમાં મેરુદંડ જ્યાં પાયુ અને ઉપસ્થની વચ્ચે જોડાતો ભાગ છે ત્યાં એક ત્રિકોણચક્ર રચાય છે, જેને અગ્નિચક્ર કહેવામાં આવે છે. આ અગ્નિચક્રમાં સ્વયંભૂલિંગ છે જેને સાડા ત્રણ આંટાથી વીંટાઈને કુંડલિની શક્તિ સૂતી રહે છે. હઠયોગ અનુસાર મહાકુંડલિની શક્તિ વિશ્વમાં વ્યાપ્ત છે. વ્યક્તિમાં તેના રૂપને કુંડલિની કહે છે. વ્યક્તિના પ્રાણની સાથે એ જન્મથી જ આવે છે. ‘ષટ્ચક્ર નિરૂપણ’ની ટીકામાં આ ત્રિકોણચક્રને મૂલાધાર કમલની કર્ણિકામાં સ્થિત હોવાનું જણાવ્યું છે.

પ્રવીણચંદ્ર પરીખ