History of India

યાદવાસ્થળી

યાદવાસ્થળી : યાદવો અંદરોઅંદર લડાઈ કરીને નાશ પામ્યા તે પ્રસંગ. મદ અને મદિરા એ બંને યાદવોનાં મુખ્ય દૂષણો હતાં. એ બંનેના નશાથી ભાન ભૂલેલા યાદવ વીરો પ્રભાસપાટણમાં અંદરોઅંદરના વિગ્રહનો ભોગ બની નાશ પામ્યા. શ્રીકૃષ્ણ વાસુદેવે દ્વારકામાં મદ્યનિષેધ કર્યો હતો. એટલે તેઓ પ્રભાસ ગયા અને મદિરાથી ભાન ગુમાવી, સામસામા મુસલ-યુદ્ધ કરી…

વધુ વાંચો >

યાદવો

યાદવો : ભારતયુદ્ધ અગાઉ થયેલા યયાતિ અને દેવયાનીના પુત્ર રાજા યદુના વંશજો. યાદવવંશ મહત્વનો વંશ હતો. યાદવોની વંશાવળી હરિવંશ તથા અગિયાર પુરાણોમાંથી મળે છે; પરંતુ વાયુપુરાણ અને બ્રહ્માંડપુરાણની વંશાવળીઓ સારી રીતે જળવાયેલી છે. શ્રીકૃષ્ણ વાસુદેવે ભારતયુદ્ધમાં મહત્વનો ભાગ ભજવ્યો હોવાથી યાદવો વિશેની માહિતી મહાભારતમાંથી મળે છે. ખાસ કરીને યાદવોનું મથુરાથી…

વધુ વાંચો >

યાહ્યાખાન, મોહમ્મદ

યાહ્યાખાન, મોહમ્મદ (જ. 4 ફેબ્રુઆરી 1917, પેશાવર; અ. 10 ઑગસ્ટ 1980, રાવલપિંડી, પાકિસ્તાન) : પાકિસ્તાનના પ્રમુખ (1969–1971). 1966માં પાકિસ્તાનના લશ્કરના સરસેનાપતિ. ઈરાનના શાસક નાદિરશાહના વંશમાં યાહ્યાખાન જન્મ્યા હતા. પંજાબ યુનિવર્સિટીમાં શિક્ષણ લીધા બાદ દહેરાદૂનની ઇન્ડિયન મિલિટરી એકૅડેમીમાંથી તે પ્રથમ વર્ગ સહિત સ્નાતક થયા. દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન તેમણે ઇટાલી અને મધ્ય…

વધુ વાંચો >

યુગલિક

યુગલિક : મધ્યકાળમાં ટપાલને એક ગામથી બીજે ગામ લઈ જનાર દોડતો હલકારો. ‘પ્રબંધચિંતામણિ’માં તેમનો અધિકારીમાં સમાવેશ થતો હોવાનું જણાવ્યું છે. તેઓ ઘણું કરીને સરકારી પત્રાદિને એક સ્થળેથી બીજે સ્થળે પહોંચાડતા. કુમારપાલના સમય(1143–1174)માં મેરુતુંગ કહે છે કે કુમારપાલની જ્યારે સકળ જૈન સંઘના પ્રમુખ તરીકે વરણી થઈ ત્યારે તેણે બધા જૈન તીર્થોની…

વધુ વાંચો >

રઘુ

રઘુ : અયોધ્યાનો ઇક્ષ્વાકુ વંશનો પ્રસિદ્ધ રાજા. પૌરાણિક અનુશ્રુતિ મુજબ રાજા દિલીપને દિવ્ય નંદિની ગાયની સેવા કરવાના ફળરૂપે આ પુત્ર પ્રાપ્ત થયો હતો. તે બચપણથી જ ઘણો પ્રભાવશાળી હતો અને કિશોરવયે તેણે પિતાએ કરેલા અશ્વમેધમાં યજ્ઞના ઘોડાની રક્ષા કરવાની જવાબદારી સંભાળી હતી. દિલીપ પછી રાજગાદીએ આવતાં તેનો પ્રતાપ વધ્યો. તેણે…

વધુ વાંચો >

રજનીશ, આચાર્ય

રજનીશ, આચાર્ય (જ. 11 ડિસેમ્બર 1931, કુચવાડા, મધ્યપ્રદેશ; અ. 19 જાન્યુઆરી 1990, પુણે) : ક્રાંતિકારી દાર્શનિક અને વિવાદાસ્પદ વિચારક. મૂળ નામ ચંદ્રમોહન જૈન. પિતા મધ્યપ્રદેશના ગાડરવારા ગામમાં કાપડનો વેપાર કરતા હતા. બાલ્યાવસ્થાની શરૂઆતનાં સાત વર્ષો તેઓ મોસાળમાં ઊછર્યા, પરંતુ 1938માં તેમના નાનાના અવસાન બાદ તેઓ તેમનાં નાની સાથે પોતાનાં માતા-પિતા…

વધુ વાંચો >

રણજિતસિંહ, મહારાજા

રણજિતસિંહ, મહારાજા (જ. 13 નવેમ્બર 1780, ગુજરાનવાલા; અ. 27 જૂન 1839, લાહોર, હાલ પાકિસ્તાન) : પંજાબના શીખ મહારાજા (શાસન : 1801–1839). તેઓ ‘પંજાબકેસરી’ કહેવાતા હતા. તેમના પિતા મહાસિંહનું 1792માં અવસાન થવાથી શીખ મિસલ (બંધુત્વની ભાવના પર રચાયેલ સૈન્યની ટુકડી) સુકર ચકિયાના મુખી (નાયક) બન્યા. શીખોની બાર મહત્વની મિસલો (misls) હતી.…

વધુ વાંચો >

રથનેમિ

રથનેમિ (ઈ. પૂ. દસમી સદી) : જૈન અનુશ્રુતિ અનુસાર દ્વારવતીના રાજા અંધકવૃષ્ણિના પુત્ર સમુદ્રવિજયના પુત્ર અને અરિષ્ટનેમિના ભાઈ. અરિષ્ટનેમિ વૈરાગ્ય પામ્યા બાદ, ઉગ્ર તપશ્ચર્યા કરી કેવલજ્ઞાન પામી, બાવીસમા તીર્થંકર નેમિનાથ થયા. ત્યારબાદ એમના ભાઈ રથનેમિએ એમની પાસે દીક્ષા લીધી હતી. એક દિવસ વર્ષાઋતુમાં, દીક્ષિત રાજિમતીનું દેહલાવણ્ય જોઈ તેઓ વિકારવશ થયા;…

વધુ વાંચો >

રશીદુદ્દીન

રશીદુદ્દીન : મૉંગોલ શાસકનો અલાઉદ્દીન ખલજીના દરબારમાં આવેલ રાજદૂત. દિલ્હીના સુલતાનો જેમ બગદાદના ખલીફાઓને ધાર્મિક કારણોસર રાજી રાખતા હતા તેમ માગોલ રાજ્યકર્તાઓનાં આક્રમણોથી બચવા એમને પણ ખુશ રાખવા પ્રયત્નો કરતા હતા. મૉંગોલ રાજ્યકર્તા ઘાઝાન મહમૂદે (1295-1304) રશીદુદ્દીન નામના વિદ્વાનને પોતાના પ્રતિનિધિ તરીકે અલાઉદ્દીન ખલજીના દરબારમાં (1296-1316) હિંદ મોકલ્યો હતો. આ…

વધુ વાંચો >

રંજુવુલ

રંજુવુલ (શાસનકાળ ઈ. સ. 1થી 15) : મથુરાનો શકક્ષત્રપ (પ્રાંતનો સૂબેદાર કે ગવર્નર) અને ત્યારબાદ મહાક્ષત્રપ. તેણે શરૂઆતમાં કેટલાંક વર્ષ ક્ષત્રપ તરીકે અને તે પછી તેનો પુત્ર શોનદાસ ત્યાંનો ક્ષત્રપ બન્યો ત્યારે મહાક્ષત્રપ તરીકે શાસન કર્યું હતું. રંજુવુલના શરૂઆતના શાસનકાળના સિક્કા ગ્રીક અને ખરોષ્ઠી લિપિમાં કોતરેલા તથા પછીના સમયના સિક્કા…

વધુ વાંચો >