History of India

મહમૂદશાહ

મહમૂદશાહ (ઈ. સ. 1436–1469) : માળવાનો સુલતાન અને માળવામાં ખલજી વંશનો સ્થાપક. માળવાના વિલાસી અને શરાબી સુલતાન મોહમ્મદશાહ(1435–1436)ને તેના વજીર મહમૂદ ખલજીએ ઝેર અપાવી મારી નંખાવ્યો. તે પછી ગાદીએ બેસનાર તેના તેર વરસના પુત્ર મસઊદને હરાવી, મહમૂદ ખલજી સુલતાન બન્યો. તે મહત્વાકાંક્ષી અને બહાદુર સિપાહસાલાર (સેનાપતિ) હતો. તેણે ગુજરાત, રાજસ્થાન…

વધુ વાંચો >

મહાકોશલ

મહાકોશલ (ઈ. પૂ. છઠ્ઠી સદી) : ગૌતમ બુદ્ધના સમકાલીન અને કોશલના રાજા. કાશી અને કોશલ બંને પાડોશી રાજ્યો હતાં. બંને વચ્ચે શ્રેષ્ઠતા માટે વારંવાર હરીફાઈ થતી. કેટલીક વાર આ બંને રાજ્યો વચ્ચે મૈત્રી બંધાતી અને લગ્નસંબંધો બંધાતા હતા. કેટલીક વાર આ બંને રાજ્યો પર એક જ રાજા શાસન કરતો હતો.…

વધુ વાંચો >

મહાબતખાન (સત્તરમી સદી)

મહાબતખાન (સત્તરમી સદી) : મુઘલ સમયનો નામાંકિત અને વફાદાર સેનાપતિ; દખ્ખણનો સૂબો. ઈ. સ. 1608માં મુઘલ શહેનશાહ જહાંગીરે મેવાડના મહારાણા અમરસિંહ સામે લશ્કરનું નેતૃત્વ લેવા મહાબતખાનને પસંદ કર્યો હતો. તેના સેનાપતિપદ હેઠળ 12,000 ઘોડેસવારો, 500 આહેડીઓ, 2,000 બંદૂકધારીઓ અને હાથીઓ તથા ઊંટો પર ગોઠવેલી 80 તોપોનું લશ્કર મોકલવામાં આવ્યું હતું.…

વધુ વાંચો >

મહાબલિપુરમ્ (મમલાપુરમ્)

મહાબલિપુરમ્ (મમલાપુરમ્) : ચેન્નઈથી દક્ષિણે આવેલું ઐતિહાસિક મહત્વ ધરાવતું નગર. ભૌગોલિક સ્થાન : 12o 37´ ઉ. અ. અને 80o 12´ પૂ. રે. તે દક્ષિણ ભારતમાં તામિલનાડુ રાજ્યના ચિંગલીપુટ (હવે ચેંગાઈ અન્ના) જિલ્લામાં બંગાળના ઉપસાગરનાં કિનારે આવેલું છે. અહીં આવેલું ધર્મસ્થાનક ‘મમલા’ ઉપનામથી જાણીતા 7મી સદીના હિન્દુ પલ્લવ રાજા નૃસિંહવર્મને સ્થાપેલું.…

વધુ વાંચો >

મહારાષ્ટ્ર

મહારાષ્ટ્ર દ્વીપકલ્પીય ભારતના પશ્ચિમ ભાગમાં આવેલું રાજ્ય. તે આશરે 15° 40´ ઉ. થી 22° 0´ ઉ. અક્ષાંશવૃત્તો તથા 72° 44´ પૂ.થી 80° 55´ પૂ. રેખાંશવૃત્તો વચ્ચેનો લગભગ 3,07,723 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. આ રાજ્યનો આકાર ત્રિકોણ જેવો છે, અને તેના મોટાભાગના વિસ્તારો દખ્ખણના ઉચ્ચપ્રદેશને આવરે છે. આ રાજ્યની…

વધુ વાંચો >

મહાસેનગુપ્ત

મહાસેનગુપ્ત : મગધનો ગુપ્ત વંશનો રાજા. મગધમાં ગુપ્ત સમ્રાટોની સત્તા અસ્ત પામી તે અરસામાં ત્યાં ઉત્તરકાલીન ગુપ્તોની રાજસત્તા પ્રવર્તતી હતી. એ વંશના પાંચમા રાજા દામોદરગુપ્ત મૌખરિ સેના સામે ઝઝૂમતાં મૂર્છા પામ્યા હતા. તેમના પછી તેમનો પુત્ર મહાસેનગુપ્ત ગાદીએ આવ્યો. મહાસેનગુપ્તે કામરૂપ(આસામ)ના રાજા સુસ્થિત વર્માને હરાવી પોતાની કીર્તિ લૌહિત્ય (બ્રહ્મપુત્ર) સુધી…

વધુ વાંચો >

મહીપાલ (પ્રતીહાર)

મહીપાલ (પ્રતીહાર) : અવન્તિના પ્રતીહાર વંશનો રાજા. અવન્તિના પ્રતીહાર વંશમાં નાગભટ બીજો, ભોજ પહેલો અને મહેન્દ્રપાલ જેવા પ્રતાપી રાજા થયા. મહેન્દ્રપાલના મૃત્યુ પછી એના પુત્રો વચ્ચે ગાદીવારસા માટે ખટરાગ થયો. યુવરાજ મહીપાલે પિતાનો રાજ્યવારસો લીધો, પરંતુ ચેદિરાજ કોક્કલદેવે તથા રાષ્ટ્રકૂટ રાજા ઇન્દ્રે મહીપાલને હરાવી કુમાર ભોજ(બીજા)ને ગાદી અપાવી. ભોજદેવે થોડાં…

વધુ વાંચો >

મહીપાલ પહેલો

મહીપાલ પહેલો (શાસનકાળ ઈ. સ. 988–1038) : બંગાળના પાલ વંશનો એક પ્રતાપી સમ્રાટ. તેના પિતા વિગ્રહરાજ બીજાના અવસાન પછી તે ગાદીએ બેઠો ત્યારે પાલ રાજાઓના સામ્રાજ્યનું વિઘટન થઈને માત્ર મગધ એટલે કે દક્ષિણ બિહાર તેમની સત્તા હેઠળ રહ્યું હતું. દુર્ભાગ્યવશાત્ તેમણે બંગાળમાંનું પૂર્વજોનું રાજ્ય ગુમાવ્યું હતું અને તેની સરહદ બહાર…

વધુ વાંચો >

મહીપાલ બીજો

મહીપાલ બીજો (શાસનકાળ ઈ. સ. 1070–1075) : બંગાળના પાલ વંશનો રાજા. પાલ વંશના રાજા વિગ્રહપાલ ત્રીજાનું અવસાન થયા બાદ તેના ત્રણ પુત્રો મહીપાલ, સૂરપાલ અને રામપાલ વચ્ચે ગાદી મેળવવા માટે ઝઘડો થયો. તેમાં મહીપાલ રાજા બનવામાં સફળ થયો. વિદેશી આક્રમણોને લીધે તેનું રાજ્ય નબળું પડી ગયું હતું. કેન્દ્ર સરકારની નબળાઈનો…

વધુ વાંચો >

મહેતા ફીરોજશાહ (સર)

મહેતા ફીરોજશાહ (સર) (જ. 4 ઑગસ્ટ 1845, મુંબઈ; અ. 5 નવેમ્બર 1915, મુંબઈ) : વિનીતવાદી (મવાળ) રાષ્ટ્રીય નેતા, કૉંગ્રેસના સ્થાપકોમાંના એક, કૉંગ્રેસ-પ્રમુખ. મૅટ્રિકની પરીક્ષા 1861માં પાસ કરી એલ્ફિન્સ્ટન કૉલેજમાંથી બી. એ. થયા. ઇતિહાસ અને અંગ્રેજી સાહિત્યના તેજસ્વી વિદ્યાર્થી હોવાથી 1864માં દક્ષિણા ફેલો તરીકે નિમાયા. આર. ડી. જીજીભાઈની શિષ્યવૃત્તિ મળતાં ફીરોજશાહ…

વધુ વાંચો >