History of India
ફારૂકી, ઝહીરુદ્દીન
ફારૂકી, ઝહીરુદ્દીન : ઔરંગઝેબના સમયના ઇતિહાસકાર. ઝહીરુદ્દીન તેમના ફારૂકી અંગ્રેજી પુસ્તક ‘Aurangzeb and His Times’ને કારણે દેશવ્યાપી ખ્યાતિ પામ્યા છે. તેઓ અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના સ્નાતક અને બૅરિસ્ટર ઍટ લૉ હતા. તેમણે મુઘલ સમ્રાટ ઔરંગઝેબ આલમગીર તથા તેના સમયના હિન્દુસ્તાનના ઇતિહાસના અભ્યાસને નવો ર્દષ્ટિકોણ આપ્યો છે. એક તરફ તેમણે જમીનની આનાવારી…
વધુ વાંચો >ફુતૂહાતે આલમગીરી
ફુતૂહાતે આલમગીરી : મુઘલ શહેનશાહ ઔરંગઝેબ આલમગીરના સમયમાં જોધપુરના વીર દુર્ગાદાસ રાઠોડ સાથેનાં યુદ્ધોના ઇતિહાસનું વર્ણન કરતો ગ્રંથ. અણહિલવાડ પાટણનો નાગર ગૃહસ્થ ઈશ્વરદાસ એક કુશળ વહીવટદાર, મુત્સદ્દી અને વિદ્વાન હતો. તે ઔરંગઝેબની નોકરીમાં હતો. મુઘલ સમયમાં ગુજરાતી હિંદુઓમાં નાગરો સરકારી નોકરીમાં મહત્વના અધિકારીઓ હતા. તે સમયે ફારસી રાજભાષા હોવાથી તેઓ…
વધુ વાંચો >ફુતૂહુસ-સલાતીન
ફુતૂહુસ-સલાતીન : ઈ. સ. 1350–51માં ઈસામીએ મહાકાવ્ય રૂપમાં લખેલ ઐતિહાસિક ગ્રંથ. તેમાં તેણે ગઝનીના યમિનીઓના ઉદયથી શરૂ કરીને દિલ્હીના તુગલુક વંશના સુલતાન મુહમ્મદ-બિન-તુગલુકના રાજ્યકાળ સુધીનો ઇતિહાસ લખ્યો છે. લેખક દિલ્હીમાં રહેતો હતો ત્યારે સુલતાન તેનું પાટનગર દિલ્હીથી દોલતાબાદ લઈ ગયો. ઈસામી સુલતાનના જુલમનો ભોગ બન્યો હતો. તેને તેના 90 વર્ષના…
વધુ વાંચો >ફૈઝાબાદ (1)
ફૈઝાબાદ (1) : જુઓ અયોધ્યા (જિલ્લો)
વધુ વાંચો >બખ્તખાન
બખ્તખાન : 1857ના અંગ્રેજો વિરુદ્ધના વિપ્લવમાં ભારતીય ફોજનો સેનાપતિ. મુહમ્મદ બખ્શ ઉર્ફે બખ્તખાન (1797–1859) અવધના સુલ્તાનપુરનો રહેવાસી હતો. તે પિતૃપક્ષે ગુલામકાદર રોહીલાના ખાનદાનનો અને માતૃપક્ષે નવાબ શુજાઉદ્દૌલાના ખાનદાન સાથે સંબંધ ધરાવતો હતો. 1817માં વીસ વર્ષની યુવાન વયે તે આઠમા પાયદળ તોપખાનામાં સૂબેદાર તરીકે ભરતી થયો હતો. બરેલી બ્રિગેડના નામે ઓળખાતા…
વધુ વાંચો >બદાયૂની, અબ્દુલ કાદિર
બદાયૂની, અબ્દુલ કાદિર (જ. 2 ઑગસ્ટ 1540, તોદહ (જયપુર); અ. 1596) : મુઘલ સમ્રાટ અકબરના સમયના પ્રખ્યાત ઇતિહાસકાર. આખું નામ અબ્દુલ કાદિર કાદરી બિન મલૂકશાહ. પણ તે મુલ્લા બદાયૂનીથી વધુ જાણીતા છે, તેઓ રબીઉલ અવ્વલ ઈ. સ. 1530(હિ. સ. 947)માં જન્મ્યા હતા. તેઓ 12 વર્ષની નાની ઉંમરે સંભલ આવ્યા. અહીં…
વધુ વાંચો >બનવાસી
બનવાસી : હાલના કર્ણાટક રાજ્યમાં ઉત્તર કન્નડ જિલ્લામાં આવેલ પ્રાચીન નગર. તે ‘વનવાસી’ અથવા ‘વૈજયન્તીપુર’ તરીકે પણ ઓળખાતું હતું. મહાભારતમાં આ પ્રદેશનો ‘વનવાસક’ તરીકે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પાંડવોએ આ પ્રદેશમાં વનવાસ કર્યો હતો. બનવાસીથી આશરે 20 કિમી. દૂર શિરસી નામનું ગામ છે. તે વિરાટ રાજાની રાજધાની હતું. પુરાણોમાં બનવાસક…
વધુ વાંચો >બયાના
બયાના : રાજસ્થાનમાં ભરતપુરની નૈર્ઋત્યે 45 કિમી.ના અંતરે આવેલ નગર. તેનું પ્રાચીન સમયનું નામ શ્રીપથ કે શ્રીપ્રસ્થ હતું. બયાનામાં યદુ વંશના રાજાઓ રાજ્ય કરતા હતા. તેમના રાજ્યમાં જૂનું ભરતપુર રાજ્ય તથા મથુરા જિલ્લાનો સમાવેશ થતો હતો. અગિયારમી સદીના પૂર્વાર્ધમાં આ વંશનો રાજા જૈતપાલ શાસન કરતો હતો. તેનો વારસ વિજયપાલ હતો.…
વધુ વાંચો >બરકતુલ્લા, મહંમદ
બરકતુલ્લા, મહંમદ (જ. 1864, ભોપાલ; અ. 5 જાન્યુઆરી 1928, સાન ફ્રાંસિસ્કો, યુ.એસ.) : વિદેશોમાં ભારતીય ક્રાંતિકાર. મહંમદ બરકતુલ્લાનો જન્મ ઉચ્ચ મુસ્લિમ પરિવારમાં થયો હતો. તેઓ ઉચ્ચ અભ્યાસ માટે લિવરપૂલ (ઇંગ્લૅન્ડ) ગયા. ઇંગ્લૅન્ડમાં તેઓ ભારતીય ક્રાંતિકારીઓના સંપર્કમાં આવીને રાષ્ટ્રવાદી બન્યા. તેઓ ભારત પાછા ફર્યા ત્યારે દેશમાંથી વિદેશી સત્તાને દૂર કરી સ્વાતંત્ર્ય…
વધુ વાંચો >બરની, ઝિયાઉદ્દીન
બરની, ઝિયાઉદ્દીન (જ. 1285, બરન, ઉત્તરપ્રદેશ; અ. આશરે 1357, દિલ્હી) : ભારતના સલ્તનત યુગના ઇતિહાસકાર. તેમનો જન્મ ઉચ્ચ કુટુંબમાં થયો હતો. તેમણે મજહબી ગ્રંથોનો ઊંડો અભ્યાસ કર્યો હતો. સુલતાન મોહમ્મદ બિન તુગલુકના દરબારમાં દિલ્હીમાં તે 17 વરસ રહ્યા હતા. સુલતાન તેમને માન આપતો હતો. ત્યારબાદ સુલતાન ફીરોઝશાહે ઈર્ષાળુ દરબારીઓની ચઢવણીથી…
વધુ વાંચો >