Gujarati literature

શુક્લ, રાજેન્દ્ર અનંતરાય

શુક્લ, રાજેન્દ્ર અનંતરાય (જ. 12 ઑક્ટોબર 1942, બાંટવા, જિ. જૂનાગઢ) : પ્રશિષ્ટ પરંપરાના આધુનિક કવિ. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ વતન બાંટવામાં. ઉચ્ચ શિક્ષણ અમદાવાદમાં. સંસ્કૃત અને પ્રાકૃત વિષયો સાથે 1965માં બી.એ., 1967માં એમ.એ.. વિવિધ કૉલેજોમાં કેટલોક સમય સંસ્કૃતના અધ્યાપક રહ્યા. દાહોદ કૉલેજમાંથી 1982માં સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી અને કાવ્યસર્જન તથા પઠન…

વધુ વાંચો >

શુક્લ, રામચંદ્ર દામોદર

શુક્લ, રામચંદ્ર દામોદર (જ. 8 જુલાઈ 1905, શહેરા, જિ. પંચમહાલ; અ. 16 મે 2000, અમદાવાદ) : જાણીતા સાહિત્યકાર. તેમણે ‘સ્વિટ્ઝરલૅન્ડની સ્વતંત્રતા’ (1924), ‘નવલિકા-સંગ્રહ’ (નવલિકાનો વિકાસના અગ્રલેખ સાથે, 1928), ‘નવલિકા-સંગ્રહ-2’ પુસ્તક બીજું (નવલિકાનાં તત્વો પરના અગ્રલેખ સાથે, 1932), ‘ગુજરાતી સાહિત્ય : એનું મનન અને વિવેચન’ (1936), પશ્ચિમની કલાકૃતિઓ – ફ્રેન્ચ, રશિયન,…

વધુ વાંચો >

શુક્લ, રામપ્રસાદ મોહનલાલ

શુક્લ, રામપ્રસાદ મોહનલાલ (જ. 22 જૂન 1907, ચૂડા; અ. 14 એપ્રિલ 1996, અમદાવાદ) : કવિ અને વિવેચક. મૂળ નામ રતિલાલ. એમનું વતન વઢવાણ. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ જામખંભાળિયામાં અને ઉચ્ચ શિક્ષણ અમદાવાદની ગુજરાત કૉલેજમાં. સંસ્કૃત મુખ્ય વિષય સાથે બી.એ. (1928) થયા પછી ઘણા લાંબા સમયગાળા પછી ઈ. સ. 1944માં ગુજરાતી મુખ્ય વિષય…

વધુ વાંચો >

શૂન્ય પાલનપુરી

શૂન્ય પાલનપુરી (જ. 19 ડિસેમ્બર 1922; અ. 17 માર્ચ 1987, પાલનપુર) : ગુજરાતી અને ઉર્દૂના ગઝલકાર. એમનું મૂળ નામ અલીખાન ઉસ્માનખાન બલોચ હતું. અલીખાન લગભગ ચાર વર્ષના હતા ત્યારે એમના પિતાનું અવસાન થયું. એમની માતાનું નામ નનીબીબી હતું. પાલનપુરમાં મામાને ઘેર તેમનો ઉછેર થયો. બાળપણથી અલીખાને ઘરનો નિર્વાહ ચલાવવા માટે…

વધુ વાંચો >

શેઠ, કેશવલાલ હરગોવિંદદાસ

શેઠ, કેશવલાલ હરગોવિંદદાસ (જ. 20 નવેમ્બર 1888, ઉમરેઠ, જિ. ખેડા; અ. 1 નવેમ્બર 1947, અમદાવાદ, ગુજરાત) : ગુજરાતી કવિ અને અનુવાદક. જ્ઞાતિએ ખડાયતા વણિક. પ્રાથમિક શિક્ષણ ઉમરેઠમાં. પછી અમદાવાદમાં સ્થાયી થયા. અંગ્રેજી, મરાઠી, હિંદી તથા અન્ય ભાષાઓનો અભ્યાસ ખાનગી રીતે ચાલુ રાખ્યો. આજીવિકા માટે સ્વતંત્ર માલિકીનું ખડાયતા મુદ્રણકલા મંદિર નામનું…

વધુ વાંચો >

શેઠ, ચંદ્રકાન્ત

શેઠ, ચંદ્રકાન્ત (જ. 3 ફેબ્રુઆરી 1938, કાલોલ, પંચમહાલ; અ. 2 ઑગસ્ટ 2024 અમદાવાદ) : ગુજરાતી કવિ, નિબંધકાર, વાર્તાકાર, કોશકાર, વિવેચક, સંપાદક, અનુવાદક, હાસ્યકાર, ચરિત્રકાર અને કેળવણીકાર. ઉપનામો : નંદ સામવેદી, આર્યપુત્ર, બાલચંદ્ર, દક્ષ પ્રજાપતિ. વતન : ઠાસરા (ખેડા). પિતા ત્રિકમલાલ શેઠ ચુસ્ત વૈષ્ણવ, ઠાકોરજીમાં – કીર્તનમાં ઓતપ્રોત. ગળથૂથીમાંથી જ કવિને…

વધુ વાંચો >

શેઠના, રતનજી ફરામજી

શેઠના, રતનજી ફરામજી (જ. 1872, ભિવંડી, જિ. થાણા; અ. 1965) : ‘જ્ઞાનચક્ર’કાર, નાટ્યલેખક અને કવિ. તેમનો જન્મ પારસી કુટુંબમાં થયો હતો. એમના પિતા ફરામજી પૈસેટકે સંપન્ન હતા. વતન મહારાષ્ટ્રમાં હોવાથી રતનજીને પ્રારંભનું શિક્ષણ મરાઠીમાં મળવા ઉપરાંત ગુજરાતી ભાષા સાથે પણ તેમનો પરિચય થયો અને એ રીતે ગુજરાતી અને મરાઠી  બંનેનો…

વધુ વાંચો >

શૈવાલિની

શૈવાલિની : બટુભાઈ ઉમરવાડિયા (13-7-1899 – 19-1-1950) લિખિત ચાર પ્રવેશોમાં વિભાજિત એકાંકી (1927). શરૂઆતનાં દૃશ્યોમાં શૈવાલિનીનું પાત્ર ઉપસાવવા માટે અને એની લગ્નબાહ્ય સંબંધોની કુટિલતા અને અધ:પતન વિશે પતિ શ્રીમુખના મિત્ર સુબોધ દ્વારા ચર્ચા અને ચિંતા વ્યક્ત કરી તીવ્ર રહસ્ય ઘૂંટવામાં આવ્યું છે. પતિ શ્રીમુખ શૈવાલિનીને કેમ માફ કરે છે અને…

વધુ વાંચો >

શ્રીધરાણી, કૃષ્ણલાલ

શ્રીધરાણી, કૃષ્ણલાલ [જ. 16 સપ્ટેમ્બર 1911,  ઉમરાળા (ભાવનગર); અ. 23 જુલાઈ 1960, દિલ્હી] : ગાંધીયુગના કવિ, નાટ્યકાર, વાર્તાકાર. પિતાનું નામ જેઠાલાલ. માતા લહેરીબહેન. જન્મ મોસાળમાં. પ્રાથમિક શિક્ષણ ઉમરાળાની ધૂળી નિશાળમાં. માધ્યમિક શિક્ષણ ભાવનગરની પ્રખ્યાત દક્ષિણામૂર્તિમાં. ઈ. સ. 1929માં ગૂજરાત વિદ્યાપીઠમાં જોડાયા. ત્યાંથી સ્નાતક થયા. ઈ. સ. 1934માં વધુ અભ્યાસાર્થે રવીન્દ્રનાથ…

વધુ વાંચો >

શ્રીમન્નૃસિંહાચાર્ય

શ્રીમન્નૃસિંહાચાર્ય (જ. 28 નવેમ્બર 1853, કડોદ, જિ. સૂરત; અ. 3 ઑગસ્ટ 1897) : તત્વદર્શી સંત, કવિ, ગદ્યકાર, વાર્તાકાર, નાટ્યકાર, પત્રકાર. જન્મ વિસનગરા જ્ઞાતિમાં થયો હતો. પિતા દુર્લભરામ યાજ્ઞિક, માતા મહાલક્ષ્મી. પ્રાથમિક શિક્ષણ કડોદમાં, પછીનો અભ્યાસ સૂરતની મિશનરી સ્કૂલમાં. પણ બાલ્યવયથી પ્રકૃતિએ નિજાનંદી વૈરાગ્યોન્મુખી. 1873માં સૂરતમાં તેઓ ‘પ્રાર્થનાસમાજ’ના ઉપદેશક આચાર્યપદે. 1874માં…

વધુ વાંચો >