Gujarati literature

અનામી

અનામી (જ. 26 જૂન 1918, ડભોડા જિ. ગાંધીનગર; અ. 25 મે 2009-) : ગુજરાતી ભાષાના શિષ્ટ કવિ અને વિવેચક. મૂળ નામ રણજિતભાઈ મોહનલાલ પટેલ. વતન દહેગામ નજીક ડભોડા. 1942માંગુજરાતી-સંસ્કૃત સાથે બી. એ.આને 1944માં એમ.એ., 1956માં પીએચ.ડી. સુધીનું શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું. શામળકૃત ‘સિંહાસનબત્રીસી’નું સંશોધન-સંપાદન એમણે પીએચ.ડી.ની પદવી નિમિત્તે કરેલું. વર્ષો…

વધુ વાંચો >

અનુકરણ (કાવ્યશાસ્ત્ર)

અનુકરણ (કાવ્યશાસ્ત્ર) (mimesis) : ગ્રીક વિવેચનશાસ્ત્રની સંજ્ઞા. ગ્રીક સંજ્ઞા ‘માઇમેસિસ’(mimesis)ના અંગ્રેજી પર્યાય ‘ઇમિટેશન’નો ગુજરાતી પર્યાય. ગ્રીક વિવેચનામાં આ સંજ્ઞાનો પ્રથમ પ્રયોગ ક્યારે અને કોના હાથે થયો તે ખાતરીપૂર્વક કહી શકાય તેમ નથી. ગોર્જીઆસ ટ્રેજિડીને ‘હિતકારક ભ્રમણા’ કહીને ઓળખાવે છે તેમાં તેનો અણસાર જોઈ શકાય. ડિમોક્રિટસ એમ માનતો કે કલાનો ઉદભવ…

વધુ વાંચો >

અનુનય

અનુનય (1978) : ગુજરાતી કવિ જયંત પાઠકનો રાષ્ટ્રીય સાહિત્ય અકાદમી દ્વારા પુરસ્કૃત કાવ્યસંગ્રહ. સંગ્રહનાં ચોસઠ કાવ્યો પૈકી મોટાભાગનાંનો રચનાકાળ 1974-1977 દરમિયાનનો છે. ગીત, ગઝલ, સૉનેટ ઉપરાંત માત્રામેળ અને સંસ્કૃત વૃત્તોમાં તથા ગદ્યલયમાં આલેખેલાં બીજાં કાવ્યોમાં કવિએ પ્રકૃતિસૌંદર્ય, વતનપ્રેમ, ગ્રામજીવન, કુટુંબભાવો અને યુગસંદર્ભમાં માનવીનાં વિષાદ, વેદના આદિ વિષયોનાં સંવેદનો આલેખ્યાં છે.…

વધુ વાંચો >

અનુભવબિંદુ

અનુભવબિંદુ (1649) : મધ્યકાલીન ગુજરાતી કવિ અખાની બ્રહ્મજ્ઞાન-વિષયક લઘુ કાવ્યકૃતિ. જીવ, જગત અને ઈશ્વરના યથાર્થ જ્ઞાનની આત્મસૂઝ દ્વારા થયેલી દૃઢ પ્રતીતિ અર્થાત્ બ્રહ્મજ્ઞાન ‘અનુભવબિંદુ’નો વિષય છે. તેનું નિરૂપણ સ્વાનુભવના અર્ક રૂપે હોવાથી નામાભિધાન ‘અનુભવબિંદુ’. અખો અહીં ‘યોગવાસિષ્ઠ’ના અજાતવાદને અનુસરે છે. સ્થૂલ, સૂક્ષ્મ, કારણ અને મહાકારણનું વસ્તુત: અસ્તિત્વ જ નથી. જે…

વધુ વાંચો >

અનુવાદ-રૂપાંતર-પ્રવૃત્તિ

અનુવાદ-રૂપાંતર-પ્રવૃત્તિ ભાષાસાહિત્યમાં અનુવાદ એટલે ‘મૂળની પાછળ પાછળ, મૂળને અનુસરીને બોલવું તે.’ (ઉમાશંકર જોશી) ‘ભાષાંતર’ શબ્દ ‘અનુવાદ’ના પર્યાય તરીકે પ્રયોજાય છે, પરંતુ ‘ભાષાંતર’ શબ્દ, ઉમાશંકર જોશી કહે છે તેમ, કૃતિને અંગે ભાષાપલટો થયો છે એ બાહ્ય હકીકત ઉપર ભાર મૂકે છે. દરેક અનુવાદ ભાષાંતર તો હોય જ, પરંતુ દરેક ભાષાંતર અનુવાદ…

વધુ વાંચો >

અન્યોક્તિકાવ્ય

અન્યોક્તિકાવ્ય : કોઈ ઉક્તિ-વક્તવ્ય કે સંવેદનવિશેષ વ્યક્ત કરવા અન્ય કોઈને નિમિત્ત કરીને રચાતું કાવ્ય. તેમાં કેન્દ્રસ્થ વિષયવસ્તુરૂપ વ્યક્તિ કે તેના ગુણસ્વભાવ સાથે અન્યની એકરૂપતા સાધીને નિરૂપણ થતું હોય છે. ઘણી વાર પ્રકૃતિના કોઈ તત્વ કે ર્દશ્ય ઉપર દૈવી સત્વ અથવા માનવ્યનું સમારોપણ કરવામાં આવ્યું હોય અને એવો સમારોપ સાદ્યંત જળવાઈ…

વધુ વાંચો >

અપદ્યાગદ્ય

અપદ્યાગદ્ય : કવિ ન્હાનાલાલના નામ સાથે જોડાઈ ગયેલી, ગુજરાતી સાહિત્યની એક મહત્ત્વપૂર્ણ છંદશોધઘટના. ‘અપદ્યાગદ્ય’નો કવિશ્રીનો આ નવતર પ્રયોગ ‘ડોલનશૈલી’ તરીકે વધુ ઓળખાતો આવ્યો છે. ગુજરાતીમાં પ્રવાહી પદ્યની શોધ નર્મદના વીરવૃત્ત, કેશવલાલ ધ્રુવના વનવેલી વગેરેમાં જોઈ શકાય છે. અગેય પૃથ્વીને પ્રવાહી રૂપ આપવાનો પ્રયત્ન પ્રો. બળવંતરાય ઠાકોરે પણ કર્યો છે. પણ…

વધુ વાંચો >

અભિનવનો રસવિચાર

અભિનવનો રસવિચાર (1969) : સંસ્કૃત કાવ્યશાસ્ત્રનાં કેટલાંક મહત્વનાં પ્રસ્થાનોની મૂલાનુસારી પદ્ધતિએ વિશદ સમજૂતી આપતો નગીનદાસ પારેખનો લેખસંગ્રહ. 1970માં ભારતીય સાહિત્ય અકાદમી દ્વારા પુરસ્કૃત. આ સંગ્રહનો સૌથી મહત્ત્વનો લેખ ‘અભિનવનો રસવિચાર’ છે. ભરતના રસસૂત્રની અભિનવગુપ્તે કરેલી સૂક્ષ્મગહન વ્યાખ્યા ભારતીય કાવ્યવિચારનો એક મૌલિક અને અત્યંત મૂલ્યવાન દસ્તાવેજ છે. ઊંડી અભ્યાસશીલતાથી લેખકે એને…

વધુ વાંચો >

અમાસના તારા

અમાસના તારા (1953) : ગુજરાતી લેખક કિશનસિંહ ચાવડાનાં સ્મૃતિચિત્રોનો સંગ્રહ. એમાં સ્વાનુભવના ચિરસ્મરણીય પ્રસંગો તથા વ્યક્તિચિત્રો છે. એ પ્રસંગો એમણે ‘જિપ્સી’ તખલ્લુસથી સામયિકોમાં લખેલા. વિષય અને નિરૂપણરીતિ બંનેને કારણે આ પુસ્તકે વાચકોનું અનન્ય આકર્ષણ કરેલું. એમની શૈલી પ્રાણવાન તથા ચિત્રાત્મક છે. ‘હાજી ગુલામ મહમદ’ અને ‘સાઇકલ’ જેવા લેખો તો નન્નુ…

વધુ વાંચો >

અમીન ગોવિંદભાઈ

અમીન, ગોવિંદભાઈ (જ. 7 જુલાઈ 1909, વસો, ખેડા; અ. 1980) : ગુજરાતી લેખક. જન્મ ખેડા જિલ્લાના વસો ગામમાં. મુંબઈમાં બી.કૉમ. સુધીનો અભ્યાસ કરી, પછી શેરદલાલના ધંધામાં પડેલા. એમણે નાટક, એકાંકી, નવલિકા તથા નવલકથાનાં ક્ષેત્રોમાં પ્રદાન કર્યું છે. એમના 19 ગ્રંથો પ્રગટ થયા છે. એમની નવલકથાઓમાં જાણીતી ‘બે મિત્રો’ (1944), ‘માડીજાયો’…

વધુ વાંચો >