Geology
વલય-અધોગમન (cauldron subsidence)
વલય-અધોગમન (cauldron subsidence) : પૃથ્વીના પોપડાનું વર્તુળાકારે થતું અવતલન. પોપડાનો કોઈ ભૂમિભાગ વલય આકારની ફાટોમાં તૂટે ત્યારે તેમાંથી અલગ પડેલા મધ્યભાગનું અવતલન થવાની ક્રિયા. આ ક્રિયાને પરિણામે 1થી 15 કિમી. જેટલા વ્યાસવાળા, તૂટેલા ઓછાવત્તા નળાકાર વિભાગો ઊભી કે ત્રાંસી વલય-ફાટો પર સરકીને નીચે રહેલા મૅગ્મા સંચયસ્થાનમાં દબવાથી તૈયાર થતી રચના.…
વધુ વાંચો >વાડિયા, દારાશા નોશેરવાન
વાડિયા, દારાશા નોશેરવાન (જ. 25 ઑક્ટોબર 1883, સૂરત; અ. 15 જૂન 1969) : મૂળ ગુજરાતી પારસી. ભારતના ખ્યાતનામ ભૂસ્તરશાસ્ત્રી. ભારતીય પ્રાદેશિક ભૂસ્તરશાસ્ત્રના તેમના માહિતીપ્રદ અભ્યાસ અને રજૂઆત માટે જાણીતા. ઉચ્ચ શિક્ષણ મુંબઈ યુનિવર્સિટીમાં લીધું. 1903માં બી.એસસી. અને 1906માં એમ.એસસી. થયા. 1947માં દિલ્હી યુનિવર્સિટી અને 1967માં અલીગઢ યુનિવર્સિટીએ ડૉક્ટર ઑવ્ સાયન્સની…
વધુ વાંચો >વાન હાઇસ, ચાર્લ્સ રિચાર્ડ
વાન હાઇસ, ચાર્લ્સ રિચાર્ડ (જ. 29 મે 1857, ફલ્ટન, વિસ્કોન્સિન, યુ.એસ.; અ. 19 નવેમ્બર 1918, મિલવૌકી, વિસ્કોન્સિન, યુ.એસ.) : ભૂસ્તરશાસ્ત્રી. યુ.એસ.ના સુપિરિયર સરોવર-વિસ્તારની પ્રી-કૅમ્બ્રિયન રચનાઓનો, વિશેષ કરીને તો, તેમાં સંકળાયેલાં લોહધાતુખનિજોનો તેમણે અભ્યાસ કરેલો; જે ત્યાં મળી આવતા મહત્વના નિક્ષેપોની આર્થિક ઉપલબ્ધિ માટે ઉપયોગી નીવડેલો. આ કાર્ય માટે તેઓ ખૂબ…
વધુ વાંચો >વાયુનિષ્ક્રમણ (outgassing)
વાયુનિષ્ક્રમણ (outgassing) : પૃથ્વીના પોપડાના અંદરના ભાગોમાંથી ભૂપૃષ્ઠ પર વાયુ બહાર નીકળવાની ક્રિયા. સામાન્ય રીતે ભૂપૃષ્ઠમાં જ્વાળામુખી-પ્રસ્ફુટન થાય કે ભૂકંપ દ્વારા ફાટો પડે ત્યારે વાયુનિષ્ક્રમણ થઈ શકે છે. એ જ રીતે બાષ્પ-જ્વાળામુખો(fumeroles)માંથી તેમજ ગરમ પાણીના ફુવારા(geysers)માંથી પણ સતત રીતે કે ક્રમે ક્રમે વાયુનિષ્ક્રમણ થતું રહેતું હોય છે. બાષ્પમુખો સક્રિય જ્વાળામુખી-પ્રદેશોમાં…
વધુ વાંચો >વાર્વ (varve)
વાર્વ (varve) : હિમજન્ય સરોવરોમાં મોસમ પ્રમાણે જમાવટ પામતું પડ. હિમનદી દ્વારા તૈયાર થયેલાં નાના પરિમાણવાળાં સરોવરોમાં જે નિક્ષેપ તૈયાર થાય છે તેનું દ્રવ્ય ભિન્ન ભિન્ન કણકદનું હોય છે તેમજ તેમાં મોસમ પ્રમાણે જમા થતું દ્રવ્ય જુદાં જુદાં ભૌતિક લક્ષણોવાળું હોય છે. અહીં વારાફરતી આછા અને ઘેરા રંગવાળાં નિક્ષેપોનાં પડ…
વધુ વાંચો >વાહીજળ (Runoff)
વાહીજળ (Runoff) : ભૂમિસપાટી પર વહીને નદીઓમાં ઠલવાતું જળ. નદીઓ દ્વારા વહન પામતા જળનો પણ વાહીજળમાં સમાવેશ થાય છે. જલશાસ્ત્ર(hydrology)ના સંદર્ભમાં વહી જતા જળને વાહીજળ કહે છે. વાહીજળમાં માત્ર સપાટીજળનો જ નહિ, ભૂમિ-અંતર્ગત શોષાતા અને ઢોળાવ પ્રમાણે ખીણો તરફ વહીને નદીને મળતા જળનો પણ સમાવેશ થાય છે. આ પ્રકારના જળની…
વધુ વાંચો >વિકાચીભવન (devitrification)
વિકાચીભવન (devitrification) : કાચમય કણરચનાવાળા ખડકોની અમુક ચોક્કસ ખનિજ-ઘટકોમાં છૂટા પડવાની ઘટના. છૂટા પડતા ઘટકોમાં સામાન્ય રીતે ક્વાર્ટ્ઝ અને ફેલ્સ્પારના અતિસૂક્ષ્મ સ્ફટિકો હોય છે. કાચમય સ્થિતિમાં ઘનીભવન થયા પછીથી સ્ફટિકમય સ્થિતિમાં થતો ફેરફાર આ ઘટનાની ખાસિયત છે. ઑબ્સિડિયન કે પિચસ્ટૉન જેવા મળૂભૂત કાચમય અગ્નિકૃત ખડકમાંથી નાના પાયા પર થતા આ…
વધુ વાંચો >