Geology

લૉરેન્ટાઇડ હિમચાદર

લૉરેન્ટાઇડ હિમચાદર : પ્લાયસ્ટોસીન કાલખંડ દરમિયાન અસ્તિત્વ ધરાવતું મુખ્ય હિમઆવરણ. આ હિમપટ વર્તમાન પૂર્વે 25 લાખ વર્ષ અગાઉ શરૂ થયેલો અને વર્તમાન પૂર્વે 10,000 વર્ષ અગાઉ પૂરો થયેલો. તેના મહત્તમ વિસ્તૃતિકાળ વખતે તે દક્ષિણ તરફ 37° ઉ. અ. સુધી ફેલાયેલો અને તેણે 1.3 કરોડ ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લીધેલો. અમુક…

વધુ વાંચો >

લૉરેન્શિયન ગર્ત

લૉરેન્શિયન ગર્ત : ઉત્તર અમેરિકાની પૂર્વીય ખંડીય છાજલીમાં રહેલું અધોદરિયાઈ હિમજન્ય ગર્ત. તે પૃથ્વી પરના ઘણા અગત્યના લક્ષણ તરીકે જાણીતું છે. તે સેન્ટ લૉરેન્સ નદીમુખથી શરૂ થઈ, સેન્ટ લૉરેન્સના અખાતમાંથી પસાર થઈ, ખંડીય છાજલીની ધાર સુધી વિસ્તરેલું છે. તે ન્યૂ ફાઉન્ડલૅન્ડથી 306 કિમી.ને અંતરે આવેલું છે. તેની સરેરાશ પહોળાઈ 80…

વધુ વાંચો >

લૉરેન્શિયન પર્વતો

લૉરેન્શિયન પર્વતો : ક્વિબેક(કૅનેડા)ના અગ્નિ ભાગમાં વિસ્તરેલી ઓછી ઊંચાઈ ધરાવતી ગિરિમાળા. તે આ વિસ્તારના દક્ષિણ ભાગમાંથી પસાર થતી સેન્ટ લૉરેન્સ નદીના હેઠવાસના વાયવ્ય કાંઠા નજીક આવેલી છે. તેની સરેરાશ ઊંચાઈ 240 મીટર જેટલી છે. આ ગિરિમાળા પ્રાચીન ભૂસ્તરીય કાળમાં વધુ ઊંચાઈ ધરાવતી હતી; પરંતુ ઘણા લાંબા કાળગાળા સુધી ઘસાતી રહીને…

વધુ વાંચો >

લૉરેન્શિયન શ્રેણી

લૉરેન્શિયન શ્રેણી : પ્રી-કૅમ્બ્રિયન ખડકોનો એક વિભાગ. પ્રી-કૅમ્બ્રિયન કાળગાળો 4.6 અબજ વર્ષ પૂર્વે, પૃથ્વીની ઉત્પત્તિ સાથે શરૂ થયેલો અને વર્તમાન પૂર્વે 57 કરોડ વર્ષ અગાઉ પૂરો થયેલો. જ્યાં લૉરેન્શિયન ખડકો સર્વપ્રથમ વાર ઓળખાયા, તે લેક સુપીરિયર વિસ્તાર(કૅનેડા)નું તત્કાલીન નામ લૉરેન્ટાઇડ હતું, તે પરથી આ શ્રેણીનું નામ અપાયેલું છે. જોકે આ…

વધુ વાંચો >

લૉરેશિયા (Laurasia)

લૉરેશિયા (Laurasia) : ઉત્તર ગોળાર્ધમાં ભૂસ્તરીય અતીતમાં એક કાળે અસ્તિત્વ ધરાવતો હોવાનું મનાતો ભૂમિખંડસમૂહ. તે આજના ઉ. અમેરિકા, યુરોપ, ગ્રીનલૅન્ડ અને ભારત સિવાયના ઉ. એશિયાઈ ખંડોના જોડાણથી બનેલો હતો. ભૂસ્તરવિદો જણાવે છે કે તે કાર્બોનિફેરસ કાળના અંત વખતે ભંગાણ પામ્યો અને ઉત્તર ગોળાર્ધમાં આજે જોવા મળતા મુખ્ય ખંડવિભાગોમાં વિભાજિત થયો.…

વધુ વાંચો >

લૉર્ડ હોવે ટાપુ

લૉર્ડ હોવે ટાપુ : ઑસ્ટ્રેલિયાના પૂર્વ કિનારાથી દૂર, સિડનીથી આશરે 702 કિમી. ઈશાન તરફ આવેલો ટાપુ. ભૌ. સ્થાન : 31° 33´ 04´´ દ. અ. અને 159° 04´ 26´´ પૂ. રે. તેનો વિસ્તાર 1,654 હેક્ટર જેટલો છે. તેની ઉત્પત્તિ જ્વાળામુખીજન્ય આ ટાપુનું સૌથી ઊંચું શિખર માઉન્ટ ગોવરૂ (866 મી.) છે તે…

વધુ વાંચો >

લ્યૂસાઇટ (ખડક)

લ્યૂસાઇટ (ખડક) : લ્યૂસાઇટ ખનિજથી સમૃદ્ધ પરંતુ, આલ્કલી ફેલ્સ્પારની ત્રુટિ કે અભાવવાળો ખડક. લ્યૂસાઇટધારક ખડકમાં જો આલ્કલી ફેલ્સ્પાર આવદૃશ્યક ઘટક તરીકે હાજર હોય તો તેને ફોનોલાઇટ કે ફેલ્સ્પેથૉઇડયુક્ત સાયનાઇટ કે ફેલ્સ્પેથૉઇડયુક્ત મૉન્ઝોનાઇટ કહે છે. સામાન્ય રીતે આ ખડકો જ્વાળામુખી ઉત્પત્તિજન્ય હોય છે. તે ઘેરા રંગવાળા અને દળદાર દેખાય છે. તેમના…

વધુ વાંચો >

લ્યૂસાઇટ (ખનિજ)

લ્યૂસાઇટ (ખનિજ) : ફેલ્સ્પેથૉઇડ વર્ગનું ખનિજ. ટેક્ટોસિલિકેટ. રાસા.  બં. : KAlSi2O6 અથવા K2O · Al2O3 · 4SiO2 સ્ફ. વ.: ક્યૂબિક (સૂડોક્યૂબિક). નીચા તાપમાને તૈયાર થતું લ્યૂસાઇટ ટેટ્રાગોનલ વર્ગમાં સ્ફટિકીકરણ પામે છે, પરંતુ આવા સ્ફટિકો 625° સે. સુધી ગરમ થતાં તેમાં ક્રમિક ફેરફાર થતો જઈને ક્યૂબિક વર્ગની સમતામાં ફેરવાય છે. સ્ફ.…

વધુ વાંચો >

વર્નર, અબ્રાહમ ગોટલોબ

વર્નર, અબ્રાહમ ગોટલોબ (જ. 25 સપ્ટેમ્બર 1749; અ. 30 જૂન 1817) : જર્મન ભૂસ્તરશાસ્ત્રી, વિશેષે કરીને ખનિજશાસ્ત્રી. પોતે જે માન્યતા ધરાવતા તેનો પુષ્કળ પ્રસાર કરતા. તેઓ કહેતા કે પૃથ્વી વિશેની જાણકારી ક્ષેત્ર-અવલોકનો કરવાથી મેળવી શકાય અને પ્રયોગશાળામાં તે બાબતોને નાણી જોવાથી જ સમજી શકાય. તેમણે સ્તરરચનાની પદ્ધતિ વિકસાવેલી અને તેના…

વધુ વાંચો >

વર્ષાબિંદુછાપ (rainprints)

વર્ષાબિંદુછાપ (rainprints) : વરસાદનાં ટીપાંના આઘાતથી નિક્ષેપો પર રચાતી છાપ. સમુદ્ર-ભરતીનાં સપાટ મેદાનો પર તૈયાર થયેલા પંકનિક્ષેપો કે મૃદનિક્ષેપો જેવાં ઓછાં ઘનિષ્ઠ પડોની ઉપલી સપાટી પર પડેલા વરસાદનાં ટીપાંના આઘાતથી સૂક્ષ્મ ખાડાઓ જેવી છાપ ઊપસી આવે છે. આ પ્રકારના તદ્દન નાના, છીછરા, ગોળાકાર કે લંબગોળાકાર અને બાજુઓમાં ઊપસેલી કિનારીઓવાળા, અનુકૂળ…

વધુ વાંચો >